SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 135 ચોગ્યવિભુવિશેષગુણનાશક સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ' એવું વિશેષણ મૂક્યું છે. એટલે સામાન્યથી આ નિયમ થયો કે 'વિભુપદાર્થના યોગ્ય વિશેષગુણો સ્વાવ્યવહિતોત્તર યોગ્ય કવિશેષગુણથી નાશ્ય હોય છે. આમાં સ્વ = નાશ્યગુણ, એટલે સ્વનાશ એ કાર્ય છે અને તાદશ ઉત્તર ગુણ એ નાશક (કારણ) છે. (1) “વિભુ' ન લખે તો ઘટાદિના રૂપાદિગુણો પણ વિશેષગુણ છે જેનો નાશક ઘટનાશ હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. એક રૂપની હાજરીમાં રૂપાન્તરોત્પત્તિ ન હોવાથી અવ્યવહિતોત્તરૂપ ન હોવા છતાં નાશ થયો, તેથી વ્યતિરેક વ્યભિચાર. ઘટાદિમાં શ્યામરૂપની હાજરીમાં રક્તરૂપ પેદા નથી થતું, પણ શ્યામરૂપનાશ થયા પછી રક્તરૂપ ઉત્પન્ન થાય છે. તેથી રક્તરૂપ શ્યામરૂપનો નાશક નથી. | (2) “યોગ્ય ન લખે તો આત્માનો વિશેષ ગુણ અદષ્ટ, એ સ્વોત્તરગુણનાશ્ય ન હોવાથી વ્યભિચાર આવે. અદષ્ટ અતીન્દ્રિય હોવાથી યોગ્ય નથી. (૩) વિશેષ ન લખે તો સંયોગનાશમાં વ્યભિચાર આવે. (4) “યોગ્ય ન લખે તો દ્વિતીયક્ષણોત્પન્ન અદષ્ટથી તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિ નાશ થવાની આપત્તિ આવે. (5) ‘વિશેષ' ને લખે તો દ્વિતીયક્ષણોત્પન્ન સંયોગથી અપેક્ષાબુદ્ધિનાશ થવાની આપત્તિ આવે. (જે આત્મામાં અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થઈ, તે આત્મામાં બીજી ક્ષણે કોઈ યોગ્ય વિશેષ ગુણ ઉત્પન્ન થતો નથી એવો નિયમ છે એ જાણવું.) આમ, પ્રથમક્ષણે પ્રથમશબ્દાદિ, દ્વિતીયક્ષણે નાશક શબ્દાદિ, તૃતીયક્ષણે પ્રથમમશબ્દાદિનો નાશ. તેથી શબ્દાદિને ક્ષણમાત્રસ્થાયી ન માનતાં બ્રિક્ષણસ્થાયી તો માનવા જ પડે છે. તેથી ક્ષણિકત્વ = દ્ધિક્ષણસ્થાયિત્વ એવું કહેવું પડે. પણ એમ તો, ઘટના ૧00 ક્ષણ સ્થાયી રૂપાદિપણ ધિક્ષણસ્થાયી તો છે જ, તેથી એમાં ક્ષણિકત્વ આવી જવાથી તડ્વાન્ ઘટમાં અતિવ્યાતિ. તેથી નિષેધમુખે વ્યાખ્યા કરવી. તૃતીયક્ષાવૃત્તિત્વ ક્ષણિવત્વમ્ ૧૦૦ક્ષણસ્થાયીરૂપતૃતીયક્ષણમાં અવૃત્તિ નથી, વૃત્તિ છે. તેથી હવે અતિવ્યાપ્તિ નહીં આવે. (मु.) न च रूपादीनामपि कदाचित् तृतीयक्षणे नाशसम्भवात् क्षणिकविशेषगुणवत्त्वं क्षित्यादावतिव्याप्तमिति वाच्यम्, चतुःक्षणवृत्तिजन्यावृत्ति-जातिमद्विशेषगुणवत्त्वस्य तदर्थत्वात् । अपेक्षाबुद्धिः क्षणत्रयं तिष्ठति, क्षणचतुष्टयं तु न किमपि जन्यज्ञानादिकं तिष्ठति, रूपत्वादिकं तु क्षणचतुष्टयस्थायिन्यपि रूपादौ वर्तत इति तद्व्युदासः । (મુ.) “રૂપ વગેરેનો પણ ક્યારેક ત્રીજી ક્ષણે નાશ સંભવતો હોવાથી ક્ષણિકવિશેષગુણવત્ત્વ (તે રૂપવગેરે વિશેષગુણવાન) ક્ષિતિ વગેરેમાં અતિવ્યાપ્ત છે” એવી શંકાનકરવી, કારણ કે ચાર ક્ષણ રહેનારા જન્ય પદાર્થમાં નહીં રહેલી છે તદવન્દ્ર એવો (ક્ષણિકવિશેષગુણવત્ત્વ એવા સાધર્મ્યુનો) અર્થ છે. અપેક્ષાબુદ્ધિ ત્રણ ક્ષણ ટકે છે. ચાર ક્ષણ તો કોઈ પણ જગ્ય જ્ઞાન ટકતું નથી. રૂપ– વગેરે જાતિ તો ચારક્ષણ ટકનારા રૂપ વગેરેમાં પણ રહી છે. તેથી (ચારણ રહેનારા પદાર્થમાં નહીં રહેલી જાતિ તરીકે રૂપવન મળવાથી) તેનોનરૂપત્વાદિજાતિનો વ્યદાસ બાદબાકી થઈ જાય છે. (નેતેથી રૂપ વગેરે આવા ક્ષણિક વિશેષગુણ ન થવાથી પૃથ્વીમાં અતિવ્યાપ્તિ નહીં થાય.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy