SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 134 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી એમ શબ્દના પ્રત્યક્ષકાળે શબ્દ પણ વિદ્યમાન હોવો આવશ્યક છે. તેથી શબ્દને માત્ર એક ક્ષણ સ્થાયી માની શકાય નહીં. પ્રશ્ન : ‘શબ્દભલે દ્વિક્ષણસ્થાયી છે. તૃતીયક્ષણે એનો નાશ થઈ જાય છે તો એ નાશક કોણ ? ઉત્તર : દ્વિતીય ક્ષણોત્પન્ન શબ્દ એનો નાશક છે. આશય એ છે કે બધા યોગ્ય વિભુવિશેષગુણો ક્ષણિક છે, તેથી ત્રીજી ક્ષણે એ બધાનો નાશ થઈ જ જાય છે. તેથી એવો નિયમ માનવામાં આવ્યો છે કે (યોગ્યવિભુવિશેષગુણોનો નાશક) योग्यविभुविशेषगुणानां स्वोत्तरवर्तियोग्यविशेषगुणनाश्यत्वम् । વિભુ દ્રવ્યોના યોગ્ય વિશેષગુણો સ્વઉત્તરવર્તિ યોગ્ય વિશેષ ગુણોથી નાશ્ય હોય છે. પ્રથમ ક્ષણે પ્રથમ શબ્દ ઉત્પન્ન થયો, દ્વિતીયક્ષણે દ્વિતીયશબ્દ ઉત્પન્ન થયો. આ દ્વિતીય શબ્દ પ્રથમ શબ્દનો નાશક છે. કારણ હાજર થયા પછી કાર્ય થાય. એટલે બીજી ક્ષણે આ ‘દ્વિતીયશબ્દ’ રૂપ નાશક હાજર થયો. તેથી તૃતીયક્ષણે પ્રથમશબ્દનો નાશ થાય છે. માટે શબ્દને દ્વિક્ષણસ્થાયી માનવો પડે છે, માત્ર એક ક્ષણ સ્થાયી નહીં. એમ તો, દશમીક્ષણે ઉત્પન્ન થતો શબ્દ પણ પ્રથમશબ્દને ઉત્તરવર્તી જ છે, છતાં એને જો પ્રથમશબ્દનો નાશક માનવામાં આવે તો શબ્દ દશક્ષણસ્થાયી થઈ જાય જે ઇષ્ટ નથી. તેથી અહીં જે સ્વોત્તરવર્તી કહ્યું છે એનો અર્થ ‘સ્વઅવ્યવહિતઉત્તરવર્તી' એવો જાણવો. પ્રશ્ન ઃ સ્વઅવ્યવહિતોત્તરવર્તિત્વ શું છે ? ઉત્તર ઃ સ્વોત્તરાનુત્તરત્ને સતિ સ્વોત્તરત્ન સ્વાવ્યવહિતોત્તરત્વમ્.... સ્વને ઉત્તરવર્તી જે કોઈ પદાર્થો તે બધા સ્વોત્તર. આવા કોઈપણ સ્વોત્તરની જે ઉત્તરવર્તી નથી અને છતાં સ્વને ઉત્તરવર્તી છે તે સ્વાવ્યવહિતોત્તરવર્તી કહેવાય. પ્રથમક્ષણોત્પન્ન પ્રથમ શબ્દ માટે દ્વિતીયાદિક્ષણે ઉત્પન્ન થતા દ્વિતીય-તૃતીય વગેરે શબ્દો બધા સ્વોત્તર છે. પણ આમાંના તૃતીય-ચતુર્થ વગેરે શબ્દો એવા છે કે જે દ્વિતીય શબ્દાત્મક સ્વોત્તરને પણ ઉત્તરવર્તી છે, અનુત્તર નથી. જ્યારે દ્વિતીયશબ્દ એવો છે કે જેના પૂર્વકાળે કોઈ સ્વોત્તર ન હોવાથી એ સ્વોત્તરાનુત્તર છે. માટે એ સ્વોત્તરાનુત્તર થયો. ને વળી એ સ્વોત્તર તો છે જ. તેથી સ્વાવ્યવહિતોત્તર તરીકે દ્વિતીય શબ્દ જ પકડાશે, તૃતીય શબ્દ વગેરે નહીં. આમાં વિશેષણ ન લખે તો તૃતીયાદિ શબ્દો પણ સ્વોત્તર હોવાથી એમાં સ્વાવ્યવહિતોત્તરત્વની અતિવ્યાપ્તિ થાય. વિશેષ્ય ન લખે તો પ્રથમ શબ્દ પોતે જ, સ્વોત્તર જે દ્વિતીયાદિ શબ્દો, એને અનુત્તર હોવાથી પોતાનામાં જ સ્વાવ્યવહિતોત્તરત્વની અતિવ્યાપ્તિ થાય એ જાણવું. આમાં સ્વોત્તરત્વ = સ્વસમાનાધિકરણપ્રાગભાવપ્રતિયોગિત્વ જાણવું. અર્થાત્ સ્વાધિકરણક્ષણમાં રહેલા પ્રાગભાવનો જે પ્રતિયોગી હોય તે સ્વોત્તર. પ્રશ્ન ઃ ચરમશબ્દનો નાશક કોણ ? કારણ કે એને ઉત્તરવર્તી કોઈ શબ્દ નથી. ઉત્તર ઃ સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ સ્વ જ એનો નાશક છે. જેમ કે જ્યોત. પૂર્વપૂર્વક્ષણવર્તી જ્યોતની ઉત્તરક્ષણવર્તી જ્યોત નાશક છે. ચરમજ્યોત સ્વયં નષ્ટ થઈ જાય છે. એમ શબ્દ-જ્ઞાન વગેરેમાં જાણવું. ધારો કે પાંચમી ક્ષણે ચરમશબ્દ ઉત્પન્ન થયો. તો છઠ્ઠી ક્ષણે એલો એ શબ્દ જ, સ્વોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ સ્વ છે, ને એ જ એનો નાશક હોવાથી, સાતમી ક્ષણે શબ્દ નાશ થઈ જશે. આમાં, વિશેષણ ન મૂકતાં માત્ર ‘સ્વ’ ને જ નાશક માનવામાં આવે તો, સ્વ તો પાંચમી ક્ષણે પણ હોવાથી, છઠ્ઠી ક્ષણે જ ચરમશબ્દનો નાશ થઈ જાય. એટલે કે ચરમશબ્દ માત્ર એક જ ક્ષણ રહે. અને તો પછી એનું પ્રત્યક્ષ ન થઈ શકે. માટે
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy