SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૮૯ લોકો વિટ્ઠલનાથને આપે છે અને તેના મૂળમાં તેમના જગન્નાથપુરી અને ચૈતન્ય સાથેના સંપર્કો હોવાનું માને છે. પણ ઊલટું સંભવ એવો લાગે છે કે ગુજરાત વલ્લભસંભપ્રદાયનો મુખ્ય ગઢ બની જતાં વિટ્ઠલનાથે ગુજરાતની જે મૂલાકાતો લીધી, તેમાં જે પ્રકારની પરંપરાગત કૃષ્ણભક્તિ તેમને ગુજરાતમાં જોવા મળી, તેનો પ્રભાવ ઝીલીને તેમણે પુષ્ટિમાર્ગને એક નવો વળાંક આપ્યો. વલ્લભાચાર્યે અને વિકલાચાર્યે ગુજરાતમાં પોતાના સંપ્રદાયનો બસ વિજય સ્થાપ્યો એવું નથી. ગુજરાતની કૃષ્ણભક્તિની પરંપરાએ એ સંપ્રદાયને આત્મસાત્ કર્યો તેમ જ તેને પ્રેરણા આપી એમ કહેવું સત્યની નિકટ લેખાશે. ટિપ્પણ ૧. ૨. ૩. ૪. ૫. ૬. પારેખ, મણિલાલ સી., Sri Vallabhacharya; Life, Teaching and Movement, રાજકોટ, ૧૯૪૩, પૃ. ૭૬-૭૭. શર્મા, એન (સંપા.), દો સો બાવન વૈષ્ણવન કી વાર્તા, ૧૯૫. વિઠ્ઠલનાથના ચોથા પુત્ર ગોકુલનાથ (૧૫૫૨-૧૬૪૧)ના ભત્રીજા હિરરાય(૧૫૯૦૧૭૧૫)ને તેના કાકા પાસેથી તેમણે પોતાના પિતા પાસેથી સાંભળેલી ૨૫૨ સંતોની જે વાર્તાઓ મળી હતી તે લખી હોવાનું કહેવાય છે. તેમાં ગુજરાતમાં વલ્લભસંપ્રદાયનો પ્રચાર કરવામાં જેમણે પ્રભાવક ભાગ ભજવ્યો હતો તેવી કેટલીક વ્યક્તિઓનો વૃત્તાંત છે—જેમ કે ગોધરાના નાગજી ભટ્ટ, ભાઈલાલ કોઠારી, કોઠારીના જમાઈ ગોપાલદાસ (જેણે ‘વલ્લભાખ્યાન' રચ્યું હતું),ખંભાતના જીવા પારેખ વગેરે. જુઓ દેસાઈ, શંભુપ્રસાદ ‘ઇતિહાસદર્શન’, ૧૯૭૯, ભાગ ૧, પૃ, ૯૪. રંગરાજન, હરિપ્રિયા Spread of Vaisnavism in Gujarat up to 1600 A.D. (A Study with special reference to the iconic forms of Viṣņu) Mallison, Francoise, Lorsque Ranachoḍarāya quitte Dwarka Pour Dakor on Comment Dvarakānātha prit la succession de Dankanātha' એ લેખ Eck : Diana L. and Francoise Mallison (eds.), Devotion Divine : Bhakti, Traditions From the Regions of India (1991), 197-208; તથા The Cult of Sudāmā in PorbandarSudamāpuri, જર્નલ ઓફ્ ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ-બરોડા, ૨૯, ૧૯૮૦, પૃ. ૨૧૬-૨૨૩. ù Mallison, Francoise, 'Development of Early Vaisnavism in Gujarat : Visnu-Ranchod' એ લેખ : Thiel-Horstmann, Monika (ed),
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy