SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ શોધ-ખોળની પગદંડી પર પ્રતીત થતી અદ્વૈતવાદની છાયા ઝીલી છે, નહીં કે વલ્લભાચાર્યની “સુબોધિની'ની. ઉપર્યુક્ત કૃતિઓ પ્રકાશિત કરવા પાછળ ભાયાણીનો એ બતાવવાનો આશય છે કે પંદરમીના અંતભાગમાં અને સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં કૃષ્ણભક્તિની એક વિદગ્ધ પરંપરા પણ ચાલુ હતી. રાઉલ કાન્ડ, હરિવિલાસકાર એ કવિઓ ભીમ, કેશવાદાસ અને નરસિંહ મહેતાની જેમ સંસ્કૃતજ્ઞ હતા, અને સંસ્કૃત છંદોમાં રચના કરી શકતા હતા. તેઓ જેમ પુરાણોથી તેમ જયદેવ અને બિલ્વમંગલથી પ્રભાવિત હતા. એક સંભવ એવો પણ સૂચવી શકાય કે એ કવિઓએ જૈન પરંપરાના પાંડિત્યના વાતાવારણથી પ્રભાવિત થયા હોય, અને ભક્તિપ્રેરિત થઈને નહીં, પણ કાવ્યરચનાની સામગ્રી લેખે કૃષ્ણચરિતનો ઉપયોગ કર્યો હોય. પરંતુ રાઉલ કાન્હના “કૃષ્ણક્રીડિત'માં અંતભાગે જે ઉત્કટ ભક્તિભાવ અભિવ્યક્ત થયો છે, તે ભક્તહૃદય વિના વ્યકત થવો શક્ય નથી. ભીમ અને ભાલણ પણ કેવળ કૃષ્ણભક્ત નથી, તેમ છતાં પણ તેમની કૃષ્ણભક્તિ નિઃસંદેહ ભાવપૂર્ણ છે. જો ગુજરાતમાં કૃષ્ણભક્તિની પરંપરા પંદરમી શતાબ્દી જેટલી વહેલી આ સ્તરે પહોંચી હોય તો જે વિવેચકોએ, નરસિંહ મહેતાની શૃંગારિક કવિતાને ધ્યાનમાં રાખી, તેને વ્રજભૂમિની કૃષ્ણભક્તિથી પ્રભાવિત માનીને, તેના પરંપરામાન્ય સમય સામે પ્રશ્નાર્થ ખડો કર્યો છે તે નિરાધાર ઠરે છે. પરંતુ આંતરિક પુરાવાને આધારે પણ એમની શંકાનું નિરસન થાય છે. નરસિંહને નામે મળતી કેટલીક શૃંગારિક રચનાઓ સ્પષ્ટપણે એના ઊંચા કવિત્વની છાપ ધરાવે છે, તો પણ મોટા ભાગની તો તેને નામે ચડાવી દીધેલી નિકૃષ્ટ રચનાઓ છે. પણ એનો અર્થ એવો નથી કે નરસિંહ કેવળ મહારાષ્ટ્રની સંતપરંપરા અને ભાગવતપુરાણ'થી પ્રેરિત થઈને જ પદરચના કરી. નરસિહે કૃષ્ણગોપીના પ્રણયભાવની જે કેટલીક રમણીય રચનાઓ કરી છે તેમાં તે આગળથી ગુજરાતમાં સ્થાપેલી કૃષ્ણભક્તિની પરંપરાને અનુસરતો હતો. એટલે લેખના પ્રારંભે જે પ્રશ્ન રજૂ કર્યો છે કે “ગુજરાતમાં વલ્લભાચાર્ય આવીને પુષ્ટિમાર્ગીય ભક્તિનો અત્યંત સફળતાથી પ્રચાર કર્યો તેની પહેલાં ગુજરાતમાં કૃષ્ણભક્તિ હતી ખરી ? અને તેમની આ સફળતાના મૂળમાં વૈષ્ણવોને નવી જ ધર્મભાવના તેમના તરફથી પ્રાપ્ત થઈ રહી છે એ હકીકત ન હોય?', તેને તદન નવા દૃષ્ટિકોણથી તપાસવાનો રહે છે. વલ્લભાચાર્ય જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતના લોકો પાસે કૃષ્ણભક્તિની એક વિદગ્ધ પરંપરા હતી જ. તેમનું કાર્ય વૈષ્ણવ ધર્મની આદેયતાની લોકોને પ્રતીતિ કરાવવાનું નહીં, પરંતુ રસવૃત્તિને પોષે તેવી વૈભવી “સેવા પૂજા તરફ લોકોને આકર્ષવાનું હતું. આમાં તેમને સંપૂર્ણ સફળતા મળી. બીજું એ કે રાધાકૃષ્ણને અને પ્રેમલક્ષાણભક્તિને પૃષ્ટિમાર્ગમાં પ્રાધાન્ય આપવાનો યશ ઘણા
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy