SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬, શોધ-ખોળની પગદંડી પર પણ એકાંકી હતું. એ કશું નવું નથી. પણ આ ગેરસમજ છે. એક તો તુલનાદષ્ટિએ નાટ્યચનામાં અંકવિભાગ એ એક સ્થળ બાહ્ય લક્ષણ છે. બીજું રૂપકો-ઉપરૂપકોનું સંવિધાન રસદષ્ટિએ થતું. એક અંકવાળી નાટ્યરચનાઓમાં અમુક પ્રકાર ખાતવસ્તુ (વસ્તુ ઇતિહાસ કે પુરાણમાંથી લીધેલું), તો અમુક પ્રકાર ઉત્પાદ્યવસ્તુ (ઑત્પત્તિક, ઉહ્યો હતો; અમુક પ્રકારની પ્રયોગરીતિ ઉદ્ધત, આવિદ્ધ–જેમ કે તાંડવનો પ્રયોગ, તો અમુક પ્રકારની સુકુમાર (મસૃણ)–જેમ કે લાસ્યનો પ્રયોગ, હતી. ઉપરૂપકો નૃત્યપ્રધાન હતાં અને તેમાંથી અમુક એક અંકવાળાં તો અમુક એકાધિક અંક ધરાવતા હતા. અને સમગ્રપણે જોતાં સંસ્કૃતના રૂપકો-ઉપરૂપકોનું આયોજન રસદષ્ટિએ થતું. આ બધા મુદ્દાઓ પરત્વે અર્વાચીન એકાંકી અને સંસ્કૃતની એક અંક 'વાળી રચનાઓ વચ્ચે પાયાનો ભેદ છે. આવું જ આપણા અને પાશ્ચાત્ય કથાસાહિત્યની બાબતમાં પણ છે. પાશ્ચાત્ય સાહિત્યપ્રકારો અને સંસ્કૃત સાહિત્યપ્રકારો વચ્ચે તુલના તેમના વ્યાપના પ્રમાણની દૃષ્ટિએ કરીને તેમનું સામ્યવૈષમ્ય તારવવું એ જ તેમને સમજવાની સાચી રીત છે. કાવ્ય, કથા, અને નાટ્યના અમુક પ્રકારો બૃહતુ, અમુક મધ્યમ, અમુક લઘુએવા બાહ્ય માળખાને આધારે જ વિવિધ પરંપરાના સાહિત્યોની તુલના સાર્થક નીવડે (જેમ કે નવલકથા, લઘુનવલ, નવલિકા; મહાકાવ્ય, ખંડકાવ્ય, લઘુ કાવ્ય વચ્ચે). લલિત સાહિત્ય લેખે, કોઈ પણ સાહિત્યસ્વરૂપની જેમ, એકાંકી રચના પણ રસાત્મક હોય. નાટ્ય લેખે, કોઈ પણ નાટ્યપ્રકારની જેમ, એકાંકીના આસ્વાદની આધારભિત્તિ પ્રત્યક્ષીકરણ હોય. લઘુ કદની રચના લેખે એકાંકીનો વિશિષ્ટ આસ્વાદનો મર્મ તેના લાઘવ અને ઘનતામાં રહેલો હોય. ઉપરૂપકોમાં એક જ અંક ધરાવતા પ્રકારો છે : વીથી, પ્રહસન, ભાણ, બાયોગ, ઉસૃષ્ટિકાંક અને ઈહામૃગ. આ ઊપરાંત રાસકાંકનો પણ, દસ રૂપકોમાં તેનો સમાવેશ ન થયો હોવા છતાં, ઉલ્લેખ મળે છે. આમાં વીથી, પ્રહસન અને ભાણની પ્રયોગશૈલી “આવિદ્ધ એટલે કે ઉદ્ધત હોય છે, જ્યારે ઉત્સુષ્ટિકાંક, રાસકાંક, હલ્લીસક જેવાની શૈલી સુકુમાર હોય છે. એક સંસ્કૃત સાહિત્યિક રત્નનું પરિમાર્જન મધ્યકાલીન ગુજરાતમાં, સોલંકીયુગ અને વાઘેલાયુગ દરમિયાન સંસ્કૃત નાટ્યરચનાની જે યશસ્વી દીર્ધ પરંપરા જોવા મળે છે, તેમાં દેવચંદ્રમણિકૃત ચંદ્રલેખાવિજય-પ્રકરણ” ગૌરવયુક્ત સ્થાન ધરાવે છે. હેમચંદ્રાચાર્યની આસપાસના સમયમાં સાહિત્યસર્જનનો સૂર્ય મધ્યાહૅ તપતો હતો. ભારતના અન્ય કોઈ પ્રદેશના કરતાં ગુજરાતમાં આ સમયમાં પ્રમાણ અને સાતત્યની દૃષ્ટિએ જે નાટ્યપ્રવૃત્તિ થઈ છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy