SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત નાટક સંસ્કૃત સાહિત્યમાં એક-અંકી ઉપરૂપકો જેઓ અર્વાચીન-આધુનિક પશ્ચિમના સાહિત્યના પ્રભાવથી રંગાયેલા છે, તેઓને પાશ્ચાત્ય નાટકથી પ્રકૃતિએ અને સ્વરૂપે જુદા એવા પ્રશિષ્ટ સંસ્કૃત નાટક આજની દૃષ્ટિએ જોવામૂલવવાની ભૂલ કરી છે, અને કોઈક ઉપરછલ્લી સમાનતાથી દોરવાઈને આજના પ્રકારો પ્રાચીન પરંપરામાં પણ કોઇક રીતે હતા એમ બતાવી ખોટું ગૌરવ લાભવાની મથામણ કરી છે. - પશ્ચિમના પ્રભાવે આપણા અર્વાચીન સાહિત્યમાં પણ એકાંકીનું સર્જન ઠીકઠીક થયું છે. તેના સ્વરૂપ ઇતિહાસ વગેરેની વાત કરતાં સંસ્કૃતનાં એક-અંકી નાટ્યપ્રકારોને પણ એના સગોત્ર ગણવાની કેટલીક ચેષ્ટા થઈ છે. અહીં એ સંસ્કૃત એક-એક પ્રકારોનો ટૂંકો પરિચય આપ્યો છે, જેથી આજના એકાંકી તે જુદી જ ચીજ હોવાનું પ્રતીત થાય. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં, જેમાં એક જ અંક હોય તેવી રચનાઓની પરંપરા ભરતનાટ્યશાસ્ત્રની પૂર્વેથી ચાલી આવી છે. વિવિધ નાટ્યપ્રકારોમાંથી કેટલાક માટે એ લાક્ષણિક હતી. દોઢેક સહસ્ત્રાબ્દિથી પણ લાંબી પરંપરામાં ઓછુંવધતું પરિવર્તન થયું હોવાનું સ્વાભાવિક છે. એક અંકવાળા પ્રકારોમાંથી કોઈકનું સ્વરૂપ આગળ જતાં બદલાયું છે, તો કેટલાક પ્રકાર કાળગ્રસ્ત થતા ગયા છે. તે અનુસાર ઉત્તરોત્તર નાટ્યશાસ્ત્રીએ ભરત, ધનંજય, ધનિક, અભિનવગુપ્ત, હેમચંદ્ર, રામચંદ્ર-ગુણચંદ્ર, શારદાતનય, સાગરનંદી, વિશ્વનાથ, બહુરૂપમિત્ર (આનુષંગિક બ્રહ્મભરત, કોહલ) વગેરેના એ વિષયના નિરૂપણમાં પણ કેટલોક ભેદ જોવા મળે છે. વળી એક અંક વાળી ઘણી રચનાઓ લુપ્ત થયેલી છે, શાસ્ત્રગ્રંથોમાં તેમનો માત્ર નામનિર્દેશ મળે છે. એથી પણ તેમના સ્વરૂપ વિશે અસ્પષ્ટતા રહે છે. આ સામગ્રીને આધારે અર્વાચીન વિદ્વાનો કીથ, ડોલરરાય માંકડ, સુશીલકુમાર રે, રસિકલાલ પરીખ વગેરે વચ્ચે પણ એક અંક વાળી સંસ્કૃત નાટ્યરચનાઓના તેમના વૃત્તાન્તમાં કેટલોક મતભેદ જોવા મળે છે. રાઘવનનું ઉપરૂપકનું નિરૂપણ સર્વસ્પર્શી, વ્યાપક અને સર્વાધિક પ્રમાણભૂત હોવાનું જાણીતું છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્ર નાટ્યપ્રકારોને રૂપક અને ઉપરૂપક એવા બે વિભાગમાં વહેંચે છે. રૂપકોમાં વાક્યાથભિનય હોય અને તે રસપ્રધાન હોય, ઉપરૂપકોમાં પદાર્થભિનય હોય અને તે ભાવપ્રધાન હોય. એક અંકવાળી રચનાઓ ઉપરૂપકના વર્ગની જ હોય છે. ઉપરૂપકો નૃત્યપ્રધાન હોય છે, અને એક મતે તેમાં પણ અંકવિભાગ હોઈ શકે. અર્વાચીન યુગમાં પશ્ચિમમાંથી આપણે અપનાવેલ નાટ્યપ્રકાર એકાંકીને લગતી, શરૂઆતમાં કહ્યું તેમ, ચર્ચાવિચારણામાં કેટલીક વાર એવો દાવો કરવામાં આવે છે કે સંસ્કૃત સાહિત્યમાં
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy