SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૯૭ ૫. આનો જ જાણે કે પડઘો સોમપ્રભે કુમારપાલપ્રતિબોધ' માં પાડ્યો છે. કોશા ગણિકાએ સ્થૂલભદ્રને પોતાને ત્યાં આવતો જોઈ કઈ રીતે તેનું પોતાનાં અંગો વગેરેથી પ્રેમભાવે સ્વાગત કર્યું તે વર્ણવતાં કવિ કહે છે : कलिउ दप्पणु वयण-पउमेण रोलंब-कुल-संवलिय, कुसुम-वुट्ठि दिट्ठिहिं पयासिय । पल्हत्थ-उवरिल्ल थण, कणय-कलस-मंगल्ल-दरिसिय ॥ चंदणु दंसिउ हसिय-मिसि, इय कोसर्हि असमाणु । घर पविसंतह तासु किउ, निय-अंगहि संमाणु ॥ (૧૯૯૬નું પુનર્મુદ્રણ, પૃ.૫૦૩, પડ્યાંક ૧૪) વદનરૂપી દર્પણ ધર્યું, દષ્ટિપાતો વડે ભ્રમર-મંડિત કુસુમવૃષ્ટિ કરી, ઉત્તરીય ખસી જતાં પ્રગટ બનેલ સ્તનો વડે માંગલિક કનકકલશ દર્શાવ્યા, હાસ્ય વડે ચંદનએમ ઘરમાં પ્રવેશ કરતા સ્થૂલભદ્રનું કોશાએ પોતાનાં અંગો વડે અનુપમ સંમાન કર્યું.' ૬. છેવટે વિશ્વનાથના “સાહિત્યદર્પણ'માંથી. अत्युन्नत-स्तन-युगा तरलायताक्षी, द्वारि स्थिता तदुपयान-महोत्सवाय । સા પૂર્વ--નવ-નીઝ-તોર-સ્ત્ર-સંભાર-મંગલમયત્ન-વૃત વિધરે છે જેનું સ્તનયુગલ અતિ ઉન્નત છે, અને નેત્રો ચંચળ તથા દીર્થ છે એવી તે તરુણી પ્રિયતમના આગમનનો ઉત્સવ મનાવવા દ્વારપ્રદેશમાં ઊભી છે. તેથી પૂર્ણકુંભ, નીલકમળ અને તોરણમાળાની મંગળસામગ્રી કશા જ યત્ન વગર ઉપસ્થિત થઈ ગઈ આમ, મૂળે બીજ રૂપે જોવા મળતું એક કાવ્યાત્મક ભાવનું વર્ણન ઉત્તરોત્તર પરંપરામાં કવિઓ દ્વારા કેવું વિસ્તરણ પામતું જાય છે, તેનું આ એક સરસ ઉદાહરણ જુગાઇજિસિંદચરિયંના એક પદ્યનો આધાર વર્ધમાનસૂરિએ તેમની “જુગાઈજિણિંદચરિય” વગેરે કૃતિઓમાં પૂર્વ પરંપરાઓનો ઠીકઠીક લાભ લીધો છે. જુગાઇજિર્ણિદચરિય” (રચનાકાલ ઇ.સ ૧૧૦૪)માં ઋષભનાથના ધનસાર્થવાહ તરીકેના પહેલા ભવના વર્ણનમાં ધન એક
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy