SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શોધ-ખોળની પગદંડી પર હે કંથ, મારા પીયર પર રખે તું મહેણું આણતો. જેઓ પાછાં પગલાં કરશે, તેઓ સુભટોના હાંસીપાત્ર બને છે.” ઈમ કાયર-મહિલી ભણઈ, સામી રાઉત હોજિ, નહી તુ જાઉં ઝૂઝિવા, પાછાં મેં કર જોજિ. ૧૭ કાયરની પત્ની કહે છે : હે સ્વામી, તું મરદ થજે. નહીં તો પછી હું રણે ચડું. ને તું મોં ફરેવીને (?) જોજે.” સુભટોનું પ્રયાણ હિવ વર વીર જિ નીસરઈ, ચડીય ભયહ નિલાડિ. રણ-રસિ નર રોઅંચિયા, ઊંડઇં ઈક વિચિ વાડિ (?). ૧૮ હવે શૂરવીરો સંગ્રામમાં જવા નીકળે છે. તેમના કપાળે ભમર ચડી છે. રણરસે એ નરવીરો રોમાંચિત થઈ ઊડ્યા છે....” અહીં તેમ જ આગળ ઉપર જયાં પાઠ ભ્રષ્ટ હોવાથી કે અન્યથા અર્થ બેઠો નથી તેવાં સ્થાન ખાલી રાખ્યાં છે. સામી-અમ્મલિ સવિ સુહડ, જાઇ સિર નામંતિ, તિણિ અવસરિ સવિ જૂજ્યાં, બીડાં વીર લહતિ. ૧૯ સૌ સુભટો તેમના સ્વામી આગળ જઈને શીશ નમાવે છે. તે અવસરે એ બધા વીરોને અલગ અલગ બીડું અપાય છે.” રણવાદ્યો વેસર (?) સરિ રહિ એતલઈ, કાહલ ઘણ વાંજતિ, ઇણાં મિસિ કરિ જાણીઇ, સુહડહં મનિ તાજંતિ (?). ૨૦ એટલામાં વિવિધ સ્વરે અનેક રણતૂર વાગવા લાગે છે. એ મિશે જાણે કે સુભટોના ચિત્ત..?” બિહું દલિ ઢાક જિ ઢમઢમી, વાજિય બૂક નિસાણ, ગયગંગણ ગાજી રહ્યઉં, કાયર તિજઈ પરાણ. ૨૧ બંને દળોમાં ઢાક ઢમઢમી રહી, બૂક અને નિશાણ બજી ઊઠ્યાં. ગગનાંગણ ગાજી રહ્યું, કાયરોનાં જીવ ઊડી ગયા”. ઢાક, ઝલ્લર રણિ વજ્જિયાં, ભેરી સંખ કંસાલ, સંગરિ સિરસહ ઊધઇ, સુહડહં સિરિ સકમાલ. ૨૨
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy