SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર કાય૨-કેરી કામિની, દોછે નિતુ નિતુ કંતુ, કુલિ ખંપણ રાખે કરે, સામી રણિ ઝૂ ંતુ. ૧૦ ‘કાયરની સ્ત્રી પતિની રોજે રોજ નિર્ભર્ત્યના કરે છે : હે સ્વામી, રણસંગ્રામમાં યુદ્ધ કરતાં રખે તું આપણા કુળને કલંક લગાડતો.’ રણિ પહિલા પગ દેયજે, પાછા મ કિસિ નાહ, ઘણ ભડ મારી હૂં મરે, અશ્વ મનિ એ ઊછાહ. ૧૧ ‘હે નાથ, રણસંગ્રામમાં તું પહેલાં પગલાં દેજે, પાછાં પગલાં ન કરતો. અનેક સુભટોને મારીને તું ખપી જજે— અમારા મનની આવી હોંશ છે’. પાછઇ પઈં પ્રિય ઉરિ કરી, ચિહિ જાલિસું નિઅ-અંગુ, મન જાણિસિ મિલિસિઉં નહીં, સસિગ્ગ ગયાં વિલ સંગુ. ૧૨ ‘એ પછી હે પ્રિયતમ, તને ખોળામાં લઈ હું ચિતા પર મારું શરીર પ્રજાળીશ. તું એમ ન જાણતો આપણો ફરી મેળાપ નહીં થાય : સ્વર્ગમાં આપણો ફરી સંગમ થશે.’ સામી-કજ્જિહિં જે-વિ નર, જઉ મન-શુદ્ધિ મરતિ, તે તુકું નીછઇ જાણિ પ્રિય, સુરવર-વહૂ વતિ. ૧૩ ૧૬૩ ‘હે પ્રિયતમ, તું નિશ્ચે જાણજે કે જે શૂરવીરો સ્વેચ્છાથી પોતાના માલિકને કાજે મૃત્યુને વરે છે, તેઓને દેવાંગના વરે છે.’ ગોગ્રહિ ત્રીગ્રહિ સામિગ્રહિ, જે નર જીવિય જંતિ, તે પરવિ નીછઇ વલી (?), સુરવર વહૂ લતિ. ૧૪ જે શૂરવીરો ગાયો અને સ્ત્રીઓના અપહરણ અને પોતાના માલિકના બંદિગ્રહણ વેળા પોતાનો જીવ આપે છે, તેઓ પછીના ભવમાં નિશ્ચે દેવાંગનાને પામે છે.’ અશ્વ મ લજાવિસિ નાહ હિવ, સામી-કેરિ દ્રષ્ઠિ, ભણિ તુ જાઉં (હૂઁ) ઝિવા, તું કરજે ઘરિ વેઠી. ૧૫ ‘હે નાથ, માલિકની નજરમાં હવે તું અમને લજવીશ મા. જો તું કહેતો હોય તો હું રણે ચડું ને ઘરની વેઠ તું કરજે'. અમ્હ પીહિર ગાંજણ રખે, જાઇય (?) આણે કંત, સુણ્ડહં તે હાસઇ હુયઇ, જે કાચડા (?) કરંત. ૧૬
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy