SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ શોધ-ખોળની પગદંડી પર જિહિ બુડુંતા મત્ત ગય, તે સરવર થલ . “સમય જતાં વિધિયોગે, જયાં કાંકરા ઊડતા હતા ત્યાં કૂવા થયા ને જ્યાં મદમસ્ત ગજવર પણ ડૂબી રહેતા, તેવાં સરોવરો સપાટ ભૂમિ બની ગયાં.” ભવભૂતિના ઉત્તરરામચરિતમાં, સમય સાથે દંડકારણ્યમાં પરિવર્તન વર્ણવતા જે કહ્યું છે– “પહેલાં જ્યાં જળપ્રવાહ હતો ત્યાં રેતાળ તીરપ્રદેશ છે અને આછાં વૃક્ષો અને ઘાટી ઝાડી વાળા પ્રદેશોની જાણે કે અદલાબદલી થઈ ગઈ છે. તે અહીં યાદ આવે તેમ છે (પુરા યત્ર સ્રોતઃ પુલિનામધુના તત્ર સરિતો, વિપર્યાસં યાતો ઘન-વિરલ-ભાવો ક્ષિતિરુહમ્ II) (૨૧) જઈ વેચિજઈ સીસ, જય નમિજઈ વઇરિયાં, વલઇ ન તહ વિ હુ દીસ, જઈ વિહિ ઠ્ઠી માણસહં. ભલેને માથાનું સાટું કરીએ કે વેરીના પગમાં પડીએ; જો માણસ પર વિધાતા રૂક્યો હોય તો પછી કશો જ દી ન વળે.' (૨૨) એક્કઈ દઈ દહવયણ, સુર નર સેવ કરતિ, - દીહિ પલટ્ટઈ રાવણહ, પત્થર નીરિ તાંતિ. “એક દિવસ એવો હતો કે દેવો અને માનવો રાવણની સેવા કરતા; પણ રાવણનો દી ફરતાં પત્થર પણ પાણીમાં તર્યા.” (૨૩) સાયરા લંઘઇ, મહિ ફિરઈ કક્કડું કર્જ કરે છે, હણુમતાં કચ્છોટડી, વિહિ અગ્નલઉં ન દેઈ. “સાગર ઓળંગે, આખી ધરતીમાં ફરે, પારાવાર કામો કરે, પણ વિધાતા, હનુમાનને કછોટીથી કશું જ વધારે આપતી નથી.' (૨૪) વિહિ વિહડાવઇ, વિહિ ઘડઇ, વિહિ ઘડિG ભેજે, એવુહિ લોઉ તડફડઈ, જે વિહિ કરઈ સુ હોઈ. વિધાતા વિજોગ કરાવે છે, વિધાતા સંજોગ કરાવે છે, ને વિધાતા જોડેલું તોડે છે. લોકો નકામા દોડધામ કરે છે. વિધાતાએ કરવા ધાર્યું હોય તે જ થાય છે.” વૃદ્ધત્વ (૨૫) સરવર નારી સલહિયાં, જાં જલ ભીતર હોઈ, જલ સુઈ જુવણ ગયાં, સુદ્ધિ ન પુછી કોઈ. સરોવર અને સ્ત્રી, જ્યાં સુધી ભીતર પાણી હોય ત્યાં સુધી જ વખણાય છે :
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy