SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૪૯ આ દુહો પાઠાંતરે પણ મળે છે : (૧૪) ઘઇસી-લંદા અમિઅ-રસ, દિદ્ધા હરિસ-મહેણ, | લપુઆ પત્થર-સરિસગુણ, દિદ્ધા વક-અહેણ. હસતે મુખે આપેલા ઘેશના લોંદા પણ અમૃતરસ જેવા લાગે, જ્યારે વાકું મોં કરીને આપેલા લાડુ પથરા જેવા લાગે.' (૧૫) વારઈ લદ્ધઇ અપ્પણઇ, વાહિ ઝડપ્પડ હત્ય, નલહ નરિંદ રાવણહ, બિહું જણ જોઈ અવF. પોતાની વારી આવે ત્યારે તું ઝટપટ હાથ (દાન દેવા) લંબાવજે : નળ અને રાવણ એ બંને રાજવીની શી દશા થઈ તે ધ્યાનમાં રાખજે.” કૃપણ (૧૬) કિ કિજ્જઈ કૃપણહ તણે, ધઉલે ધઉલહરેહિ, વરિ પન્નાલાં ઝુંપડાં, પહિલ વિલંબઈ જેહિં. પણના શ્વેત મહાલયોને શું કરવા છે ? તે કરતાં તો પાંદડાથી છાયેલાં ઝૂંપડાં ભલાં, કે જ્યાં મુસાફરને વિસામો મળે છે.' (૧૭) ધન સંચઇ કેઈ કૃપણ, વિલસહિ તાઈ છઇલ્સ, રંગિ તુરંગમ જવ ચરઇ, હલ નહિ મરઇ ગઇલ્લ. કેટલાક કૃપણ લોકો ધનનો સંઘરો કરે છે, અને બીજા ચતુર લોકો તેમનું ધન ભોગવે છે. બળદ હળ ખેંચીને મરે છે, અને ઘોડો રંગેચંગે જવ ચરે છે.” ધન (૧૮) દખ્ખા એક્ક સુલખણા, જે વંછિઉ પૂરતિ, એવુતિ પઢિયા પંડિયા, ગજબજ ઘણિય કરંતિ. કોઈ સુલક્ષણ હોય તો એક માત્ર પૈસા, જે મનની પ્રત્યેક વાંછા પૂરી પાડે છે : ભણેશરી પંડિતો અમથા અમથા જ ભારે ગડગડ કર્યા કરે છે.” (૧૯) વિરલી કો ઘણુ જીરવઈ, જુવ્વણ સામિ-પસાઉ, ભર-ઉદ્ભર સાય સહઇ, ફુદઈ ઇઅરુ તલાઉ. ધન, જોબન અને માલિકની મહેરબાનીને કોઈ વિરલો જ જીરવી જાણે; ભરતીનો ઉભાર સાગરજ ખમી શકે; તળાવડાં જેવાં તો તરત ફાટી પડે.” ભાગ્યવિધિ (૨૦) કાલિહિ જંતિહિં વિહિ-વસિણ, જિહિ કક્કર તિહિ કૂર્મ,
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy