SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૨૩ કારાગ્રહમાં નાખ્યો, દત્તકનું સર્વસ્વ આંચકી લીધું. આંધળીને દેશવટો દીધો અને ચેલ્લમહાદેવનાં નાક કાન કાપીને તેને કારાગ્રહમાં પુરી.૧ (૪) પાલિ “જાતકકથા'ના ૪૩૬મા “સમુગ્ગ-જાતકમાં અતીન કથા નીચે પ્રમાણે છે. પહેલાના સમયમાં જ્યારે વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે બોધિસત્વે કામભોગોનો ત્યાગ કરીને હિમાલયપ્રદેશમાં જઈને પ્રવજ્યા લીધી. ત્યાં અભિજ્ઞા અને સમાપત્તિ પ્રાપ્ત કરીને તે કંદમૂલથી જીવન ગુજારતા રહેતા હતા. એમની પર્ણશાળાથી થોડે દૂર એક દાનવ રાક્ષસ રહેતો હતો. વચ્ચે વચ્ચે તે બોધિસત્ત્વની પાસે આવીને ધર્મશ્રવણ કરતો હતો. જો કે તે જંગલમાં માણસના જવાના રસ્તા ઉપર ઊભો રહીને તે માણસોને પકડી પકડીને તેમને ખાઈ જતો હતો. તે સમયે કાશી દેશની એક ઘણી રૂપાળી કુલવધૂ સીમાડાના ગામમાં રહેતી હતી. એક વાર જ્યારે તે પોતાના માતાપિતાને મળીને પાછી ફરી રહી હતી ત્યારે પેલા દાનવે તેની સાથેના રક્ષકો જોઈને તેમના પર ભંયકર આક્રમણ કર્યું. રક્ષકો હથિયારો મૂકી દઈને નાસી ગઈ. દાનવે ગાડામાં બેઠેલી સુંદરીને જોઈ અને તે એના પર આસક્ત થઈ ગયો. એને પોતાની ગુફામાં લઈ જઈને પતી બનાવીને રાખી. એને વસ્ત્રો અને આભૂષણોથી એણે શણગારી, અને સુરક્ષિત રાખવા માટે એને એક પેટીમાં સુવાડી, એ પેટી ગળી જઈને પેટમાં રાખી તે ફરતો. એક વાર નહાવાની ઇચ્છાથી દાનવ એક તળાવે પહોંચ્યો. ત્યાં પેટીને વમન કરીને પેટમાંથી બહાર કાઢી. પછી સુંદરીને બહાર કાઢી, નવરાવી, સુગંધી વિલેપન લગાડીને આભૂષણ પહેરાવ્યાં. તે પછી “ઘડીક તું હવા ખા” એમ કહીને તેને પેટી પાસે ઊભી રાખી પોતે નહાવા તળાવમાં ઊતર્યો. વિશ્વસ્ત બનીને તે થોડેક દૂર જઈ નહાવા લાગ્યો. એ વેળા વાયુપુત્ર નામનો વિદ્યાધર ખગથી સજ્જ થઈને આકાશમાર્ગે જઈ રહ્યો હતો. તેને જોઈને સુંદરીએ “અહીં આવો' એવો ઈશારો કર્યો. વિદ્યાધર તરત નીચે ઊતર્યો. સુંદરીએ તેમે પેટીમાં રાખી દીધો અને દાનવના આવવાની વાટ જોતી તે પેટી પર બેઠી. જેવું તેણે જોયું કે દાનવ સામેથી આવે છે, એટલે પોતાની જાતને દેખાડીને, પેલા પાસે આવી લાગે તે પહેલાં જ પેટી ખોલી અંદર ઘૂસી વિદ્યાધર પર સૂઈ ગઈ અને ૧. આમાંનો ચેલ્લમહાદેવી વાળો પ્રસંગ પણ પછીનાં વિવિધ વિક્રમકથાનકોમાં વિવિધ રૂપાંતરે આજ સુધી જળવાયો છે. ભોજે સ્ત્રીચરિત્રને લગતાં અનેક કથાપ્રસંગો દેખીતાં જ કોઈ પૂર્વ પ્રચલિત વિક્રમકથાચક્રમાંથી લીધા છે. “કથાચરિત્ સાગરમાં મળતી વિક્રમકથાઓ ઉપરાંત બીજી અનેક કથાઓ લોકપ્રચલિત હોવાનું આ પરથી પ્રતીત થાય છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy