SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શોધ-ખોળની પગદંડી પર કરી. એ પછી મૂલદેવની પત્ની કોઈ દત્તક નામના પુરુષના પ્રેમમાં પડી. (વચ્ચે કથા તૂટે છે). પતીને ચારિત્ર્યભ્રષ્ટ થયેલી જાણીને મૂલદેવ દુઃખી થયો. પોતે ન પરણવાનો નિશ્ચય બદલ્યો તે માટે પસ્તાયો. ઘણો દૂબળો પડી ગયો. ઉજ્જયિનીમાં ચૌટેચોરે તે રખડવા લાગ્યો. એક વાર વિક્રમાદિત્યના રાજહસ્તીના મહાવતને આવાસે જતાં તેને શંકા ગઈ કે મહાવત સાથે કોઈક ઉચ્ચ અધિકારીની પતી વ્યભિચાર કરતી હોય. મૂલદેવ મહાવતના આવાસના દ્વાર પાસે ઊંઘવાનો ડોળ કરીને સૂઈ ગયો. અરધી રાતે વિક્રમાદિત્યની રાણી ચેલ્લમહાદેવી પોતાની અનુચરી પાસે ભોજનનો થાળ ઉપડાવીને - ત્યાં આવી પહોંચી. મહાવતે તેને મોડી આવવા બદલ હાથી બાંધવાના દોરડાથી ફટકારી. પછી ભોજન કરીને મહાવતે ચેલમહાદેવી સાથે સંભોગ કર્યો. આ જોઈને મૂલદેવને થયું, ‘રાજાના ઘરમાં પણ આવી દશા પ્રવર્તતી હોય તો બીજાની શી વાત કરવી ? (વચ્ચે કથા તૂટે છે) ભમતાં ભમતાં એક વાર મૂલદેવે ગુપ્ત રહીને એક યોગીનો વ્યવહાર નિહાળ્યો. તેણે યોગશક્તિથી પોતાના હૃદયમાંથી એક અંગૂઠા જેવડી સ્ત્રીને પ્રકટ કરી, તેના પર મંત્રજળ છાંટી, તેને એક સોળ વર્ષની સુંદરી બનાવી દીધી. પછી તેની સાથે તેણે ભોજન કરી રતિસુખ માણ્યું. એ પછી યોગીએ સુંદરીને કહ્યું, “કુંભારને ત્યાં હું ખટ્વાંગ ભૂલી ગયો છું તે લઈ આવું છું અને તળાવે સંધ્યાવંદન કરીને પાછો આવું છું ત્યાં સુધી તું અહીં જ રહેજે.” યોગીના ગયા પછી પેલી સુંદરીએ પણ વિદ્યામંડળનું નિર્માણ કરીને પોતાના હૃદયમાંથી અંગૂઠા જેવડા દિવ્ય પુરુષને બહાર કાઢ્યો. તેના પર મંત્રજળ છાંટીને તેને એક અત્યંત સુંદર યુવાન બનાવી દીધો. પછી તેની સાથે રતિસુખ માણીને તેને ફરી લઘુસ્વરૂપ બનાવીને તે તેને ગળી ગઈ. એટલામાં યોગી આવી પહોંચ્યો અને પેલી સુંદરીને લઘુસ્વરૂપ બનાવી તેને ગળી ગયો. આ બધું જોઈને આશ્ચર્ય પામતો મૂલદેવ ઘરે પાછો ફર્યો. (વચ્ચે કથા તૂટે છે). વિક્રમાદિત્ય પાસે અભયદાન માગીને મૂલદેવે પટ્ટરાણીને કહ્યું, ‘તમારા હૃદયેશ્વર મહાવતને બોલાવો. તેના વિના ભોજનનો સ્વાદ નહીં આવે.' વિક્રમાદિત્યે પૂછ્યું, “મૂલદેવ, આ શી વાત છે ?' મૂલદેવના કહેવાથી વિક્રમાદિત્યે પટ્ટરાણીના વસ્ત્ર ઉતરાવીને તેના અંગ પર ઊઠેલા દોરડાના સોળ જોયા. તે પછી પોતે બીજા આસન પર બેસીને જન્માલ્વ પતીને મૂલદેવે કહ્યું, “તું પણ તારા પ્રેમી દત્તક વણિકને બોલાવ.' પછી ખુલાસો કરતાં કહ્યું, “મહારાજ, આપના જેવો કોઈ મહાન રાજવી નથી, મારા જેવો કોઈ ધૂર્તશિરોમણિ નથી, અને કપાલશિખ યોગી જેવો કોઈ મંત્રવાદી નથી. આવા મહાપુરુષોને પણ જેઓ છેતરી શકે છે, તેમની આગળ બીજા બિચારાઓની તો શી ગણતરી ?' એ પછી વિક્રમાદિત્યે મહાવતને
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy