SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः९ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀ ܀܀ ܀܀ ܀܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ चक्रकदोपो भवति । यत्र स्वज्ञानसापेक्षज्ञानसापेक्षज्ञानसापेक्षज्ञानविषयत्वं तत्र स्वभिन्नत्वं इति नियमः । यथा जलवद्घटवत्-पटवद्-भूतलं इति अत्र जलज्ञानसापेक्षं जलवद्घटज्ञानं, तादृशघटज्ञानसापेक्षं तादृशघटवत्पटज्ञानं, तादृशपटज्ञानसापेक्ष तादृशपटवद्भूतलज्ञानं, तस्य विषयता भूतले । तत्रैव भूतले स्वभिन्नत्वं जलभिन्नत्वं अस्ति । अत्र व्याप्तिज्ञानसापेक्ष जन्यताज्ञानं जन्यताज्ञानसापेक्षं, संसर्गाभावज्ञानं, संसर्गाभावज्ञानसापेक्षं च व्याप्तिज्ञानं । तस्य विषयता व्याप्तौ । तथा च. व्याप्तौ स्वभिन्नत्वं व्याप्तिभिन्नत्वं आपद्येत न च तत्र तद् अस्ति। । अत एव स्वभिन्नत्वापादनं चक्रकदोषः उच्यते । एवं आत्माश्रयान्योन्याभावदोषौ स्वयं विभावनीयौ । तथा च नेदं *व्याप्तिलक्षणं उचितम् । चक्रकादिदोषदुषितत्वात् इति चेत् अत्र उच्यते। जन्यताघटकीभूता या व्याप्तिः साई साध्यवदन्यावृत्तित्वरूपा ग्राह्या। प्रकृता व्याप्तिः तु न साध्यवदन्यावृत्तित्वरूपा। अतः प्रकृतव्याप्तौ जन्यताघटकव्याप्तिभिन्नत्वस्य विद्यमानत्वात् न चक्रकादिदोषप्रसङ्गः । एवं जन्यताघटकव्याप्तिः साध्यसंबंधितावच्छेदकधर्मवत्वादिस्वरूपाऽपि ग्रहीतुं शक्यते । न तत्र कोऽपि दोषः, तादग्व्याप्तिभिन्नत्वस्य प्रकृतव्याप्तौ विद्यमानत्वात्।। ચન્દ્રશેખરીયા: ચક્રકદોષ શી રીતે આવે? તે જોઈએ "સ્વજ્ઞાનસાપેક્ષ-જ્ઞાનસાપેક્ષજ્ઞાનસાપેક્ષજ્ઞાનવિષયત્વેન સ્વભિન્નતાપાદન ચક્રકદોષ:" જેમકે "જલવિદ્યુટવક્ષટવભૂતલં" અહીં જલવાળો ઘટ, ઘટવાળો પટ, પટવાળું ભૂતલ એવો અર્થ છે. જલજ્ઞાનને સાપેક્ષ એવું જલવતુઘટનું જ્ઞાન, જલવતુઘટજ્ઞાનને સાપેક્ષ એવું જલવઘટવત્પટનું જ્ઞાન અને જલવત્વટવત્પટજ્ઞાનને સાપેક્ષ એવું તાદશભૂતલજ્ઞાન છે. અને તેનો વિષય ભૂતલ છે. અને તે ભૂતલમાં સ્વભિન્નત્વ=જલભિન્નત્વ છે જ. ટુંકમાં જ્યાં સ્વજ્ઞાન... વિષયત્વ હોય ત્યાં સ્વભિન્નત્વ હોય. ભૂતલમાં જલજ્ઞાન.... વિષયત્વ છે તો ભૂતલમાં ભિન્નત્વ પણ છે. આમ અહીં તો આ મળી જાય. હવે પ્રસ્તુતમાં વ્યાપ્તિજ્ઞાનને સાપેક્ષ એવું જન્યતા જ્ઞાન અને તાદૃશજન્યતાજ્ઞાનને સાપેક્ષ એવું સંસર્ગાભાવનું જ્ઞાન અને સંસર્ગાભાવજ્ઞાનને સાપેક્ષ એવું વ્યાપ્તિજ્ઞાન છે. અને તેનો વિષય વ્યાપ્તિ છે. આમ વ્યાપ્તિમાં વ્યાપ્તિજ્ઞાનસાપેક્ષજન્યતાજ્ઞાનસાપેક્ષ-સંસર્ગાભાવજ્ઞાનસાપેક્ષવ્યાપ્તિજ્ઞાનવિષયત્વ છે. એટલે વ્યાપ્તિમાં સ્વભિન્નત્વ=વ્યાપ્તિભિન્નત્વ માનવું જ પડે. પણ વ્યાપ્તિમાં વ્યાપ્તિભિન્નત્વ નથી. એટલે જ આ દોષ આવીને ઉભો રહે છે. અહીં સ્વપદથી વ્યાપ્તિ જ લીધી છે. એટલે અહીં ચક્રકદોષ આવે છે. ખ્યાલ રાખવો કે જ્યાં સ્વજ્ઞાન વિષયત્વ હોય ત્યાં સ્વભિન્નત્વ હોવું જ જોઈએ અને હોય જ છે. હવે જ્યાં સ્વજ્ઞાન વિષયત્વ હોય અને છતાં સ્વભિન્નત્વ ન મળે તો એ દોષરૂપ બની જાય છે. અહીં આદિપદથી અન્યોન્યાશ્રય+આત્માશ્રયદોષ પણ આવે જ છે. તે સ્વયં વિચારી લેવા. ઉત્તરઃ જો અમે સંસર્ગાભાવની વ્યાખ્યામાં પ્રવેશેલી વ્યાપ્તિ એ આ નવા બનાવાતા વ્યાપ્તિલક્ષણરૂપ જ લઈએ તો આ દોષ આવે. પણ એ વ્યાખ્યામાં તáદન્યાવૃત્તિત્વરૂપ નિયમ=વ્યાપ્તિ જ લેવાની છે." આમ સંસર્ગાભાવલક્ષણાટક નિયમ એ જુદો છે. અને અહીં બનાવવાની વ્યાપ્તિ પણ જુદી છે. એટલે અહીંની વ્યાપ્તિમાં તાદશનિયમભિન્નત્વ રહેલું જ હોવાથી ચક્રફદોષ ન ગણાય. એ રીતે સાધ્ય સંબંધિતાવચ્છેદકરૂપવત્વાદિ સ્વરૂપનિયમને પણ સંસર્ગાભાવઘટકજન્યતાના ઘટક એવા નિયમ તરીકે લઈ લો તો પણ વાંધો નથી. કેમકે તાશિનિયમભિન્નત્વ તો અહીંની વ્યાપ્તિમાં છે જ. માટે કોઈ વાંધો ન આવે. પ્રતિયોગિપ્રત્યક્ષરૂપ સાધ્યની ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૧
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy