SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ નિરંજન યાર મોયે કૈસે મિલેંગે, દૂર દેખું મેં દરિયા ડુંગર; ઊંચે બાદલ નીચે જમીયુ તલે. નિરંજન યાર.. આનંદઘન કહે જશ સુનો બાતા, યેહી મિલે તો મેરી ફેરી ટળે. નિરંજન યાર.... તેમને જ લખ્યું છે કે :- “તે સમૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે.” - વ. ૨૧૨ એવી વિરહની ઝુરણ દશા એ પતિવ્રતારૂપ મુમુક્ષુને હતી. એક દેખિયે જાનિયે, રમી રહિયે ઇક ઠૌર.” - વ. ૨૧૯ - એવી લય - ગોપાંગનાની હતી એવી પરમાત્મા પ્રભુ રાજચંદ્રદેવ પ્રત્યે શ્રી અંબાલાલભાઈને હતી એ નિર્વિવાદ છે. અંતર લક્ષને પ્રેમ પ્રભુ સાથે, એક પલક નવ ભૂલે.” - છોટમ્ “હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. ......અમારા સમાગમનો હાલ અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષુભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહી; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં.” - વ. ૪૪૯ જ્ઞાનીપુરૂષના વિયોગમાં શું કરવું કે જેથી જીવ માર્ગમાં ઊભો રહે. - “હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાંતપણું ઉભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે.” - વ. ૫૧૭ એ વિરહવેદન દરેક ભક્તિમાનને હોય જ છે ને પ્રભુવિરહમાં પરમાત્માનું સતતું રટણ – ધ્યાન - લયતા અવિરત રહે છે, તેથી પ્રભુની સાથે ઐક્યતા - અભેદ ભક્તિ પ્રગટે છે. એ પરાભક્તિ જ એને જ્યોતિમાં મિલાવી દે છે. પૂજ્ય માનવિજયજી મહારાજ ભગવાનને જાણે ઓલંભા દે છે. “મનમાં હી આણી વાસિયો, હવે કેમ નિસરવા દેવાય; જો ભેદરહિત મુજશું મિલો, તો પલકમાંથી છૂટાય.” સં. ૧૯૫૭ થી ૧૯૬૩ના વિયોગના સમયમાં પૂજ્ય ભાઈશ્રી, પૂજય મનસુખભાઈ કીરચંદ, શ્રી દામજીભાઈ, પૂજ્ય કુંવરજીભાઈ વિગેરે પર પત્રો લખી પરમાર્થ પ્રીતિ દેઢ કરી છે. એક એ જ શ્રી રાજ ભક્તિનું સિંચન કર્યું છે. આત્માને તે ભાવે પોપ્યો છે. માઠા દેશ-કાળ-સંગાદિના યોગે તે વિસર્જન ન થાય તેવી એમણે જાગૃતિ રાખી છે અને મુમુક્ષુને રખાવી છે. સ્વાધ્યાય-ભક્તિ, નિવૃત્તિ, સત્સંગ ને વૈરાગ્ય કથાથી સંસાર ભાવનાનું શોષણ થાય તેવા વૈરાગ્ય રંગથી તેમનું હૃદય રંગાયેલું હતું. પોતે જીવનમાં સ્વાચરણ રાખ્યું હોવાથી બીજા પર એની છાપ પડતી.
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy