SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ હોય છે. એટલે જ ચિદાનંદજી જેવા જ્ઞાની પુરૂષ પ્રભુનું ધ્યાન કરવાને યોગ્ય કેવો જીવ હોય તે બોધ શરણાગતિની બળવાન ઉત્કૃષ્ટતા, વિશિષ્ટતા અને અપૂર્વ ફળ પ્રાપ્ત થવા પરમકૃપાળુદેવે અંબાલાલભાઈને નિઃશંકતા કરાવી છે, તે વચન તેમણે હૃદયગત કર્યુ છે, આત્મ પરિણામ કર્યું છે. જનક રાજાનું દૃષ્ટાંત આપતાં બોધે છે કે – “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરન્ત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરૂ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” - વ. ૩૨૧ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુના ચરણમાં લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, શુદ્ધ પ્રેમ ભાવે, અનન્ય આશ્રિતપણે વર્તી પરમાત્માની નિકટ થઈ ગયા. એનાથી પટંતર પામ્યા. આત્મજોગ આ જ દેહે સાધવા પરાક્રમ કર્યું. તન-મનની શક્તિ ગોપવ્યા વિના પંચમકાળ પર પગ દઈ, સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપાસના રાખ્યા કરી છે. - વ. ૩૦૬ એ ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું શિક્ષાપત્ર ગ્રંથમાં જે પ્રતિપાદન કર્યું છે, તે વિચારી સ્વગુણ કરવા ઉપયોગ આપ્યો છે.” - વ. ૪૮૯ તે યથાર્થ જાણી વિયોગમાં પણ ચિત્ત પ્રભુમાં રાખી – ધીરજનું અવલંબન લીધું છે. સં. ૧૯૫૭ થી ૧૯૬૩ શ્રી પરમકૃપાળુદેવના વિરહની વ્યથા નિર્વાણ સમયે પૂજય ધારશીભાઈ પ્રત્યે પત્ર લખતાં વ્યક્ત થઈ છે. જે “ખેદ, ખેદ ને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાટું છું.” આ શબ્દોમાં વેદાનું દર્દ પ્રભુનો પ્રેમી જન જાણે, એના વિના રાત-દિવસ કેવી રીતે કાઢ્યાં હશે ? મીરાંની પ્રભુમાં તદ્દરૂપ થવાની ઝંખના તે તેની પ્રભુ ભક્તિના પદોમાં નીતરે છે. શ્રી આનંદઘનજી, પૂજય દેવચંદ્રજી, પૂજય યશોવિજયજી મહારાજને પણ વિરહની બ્રાહ્મી વેદના લાગી “જિમ વિરહો કદીયે નવિ હુવે, કીજીએ તેહવો સંચ, સેવક યશ કહે સાહીબા, ભાંજો તે ભેદ પ્રપંચ.” પ્રભુ જણાવે છે – “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય?” - વ. ૨૪૧ મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. - તેને શ્રીકૃષ્ણ વિયોગનું દુ:ખ કેટલું આકરું હતું તે તેમના ભજનમાં જોવા મળે છે. “એ રી મેં તો દઈ દીવાની મેરા દર્દ ન જાને કોઈ, ઘાયલ કી ગત ઘાયલ જાને.” ૮૮
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy