SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ આજ્ઞા થઈ હતી. રાળજ રહ્યા ત્યાં સુધી પૂજ્ય અંબાલાલભાઈ રાત-દિવસ દાસ્યભક્તિ ઉપાસતા દાદરમાં બેસી રહેતા. રાળજથી ભાદરવા સુદ ૯ના નીકળી પૂજ્ય શ્રી સોભાગભાઈ સાથે કલોલ શ્રી કુંવરજીભાઈને ત્યાં પધાર્યા હતા. ૩૨ આણંદ વિ. સં. ૧૯૪૮ શ્રી વવાણિયાથી વિદાય થવા માટે કારતક સુદ આઠમના દિવસે પૂજ્ય અંબાલાલભાઈને વિહારક્રમ જણાવે છે. “બે દિવસ પહેલાં (તમારૂં) પત્ર પ્રાપ્ત થયું છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વિગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારૂં પ્રગટપણું જણાય છે. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે.... કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી.’ - વ. ૩૦૦ પૂજ્ય અંબાલાલભાઈ તો નિવૃત્તિ સ્થળે સેવામાં પ્રભુ સાથે હોય છે. બીજા માટે પ્રસિદ્ધિમાં ન અવાય તેવી ઈશ્વરેચ્છા પ્રભુ ત્યાં જણાવે છે. આ અપ્રસિદ્ધિની ભાવના વીતરાગ માર્ગની આશય ગંભીરતા દર્શાવે છે. વ. અંબાલાલભાઈને આણંદ સત્સમાગમ અર્થે આવવા સંમતિ આપે છે. “અત્રેથી વદી - ૩ના નીકળવાનો વિચાર છે.... આણંદ સમાગમની ઇચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો.” ૩૦૩. મોરબીથી અંબાલાલભાઈને લખે છે. “શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. ૐ બ્રહ્મસમાધિ’’ - વ.૩૦૬. શ્રી મગનલાલ (અંબાલાલભાઈના પિતાશ્રી) કીલાભાઈ, ખુશાલદાસ વિગેરે દસેક મુમુક્ષુભાઈઓ આણંદ જાય છે. આણંદ ધર્મશાળામાં ભોજનની વ્યવસ્થા પૂજ્ય અંબાલાલભાઈ કરે છે. - શ્રી પરમકૃપાળુદેવ રાતના ૯ વાગતાં ટ્રેઈનમાંથી ઉતર્યા તે વખતે સફેદ ફેંટો બાંધેલ હતો; પુસ્તકની પેટી તેમજ કપડાં વિગેરે સામાન લીધા વિના સીધા ચાલતા થયા. શ્રી અંબાલાલભાઈ એમની વીતરાગ ચર્યા – મુનિદશા (અંતરંગની) જાણતા હતા. તેઓ તમામ સરસામાન ગાડીમાંથી લઈ આવ્યા. શ્રી પરમકૃપાળુદેવ શાહ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બે ઓરડી રાખી હતી ત્યાં પૂજ્ય અંબાલાલભાઈએ બિછાનું પાથરેલ હતું તે પર બિરાજ્યા અને ૧ કલાક સુધી શાંત ચિત્તથી મૌનપણે બેસી રહ્યા. એવી આત્મરૂપ મુનિદશાની સ્થિતિ જોઈ - મોક્ષ મારગનો સથવારો મળ્યાનો આનંદ વેદાયો. રાતના ૧૧ વાગતાં કોઈ કોઈને નિદ્રા આવતી જોઈ પ.કૃ.દેવ બીજી ઓરડીમાં પથારી કરી હતી ત્યાં પધાર્યા અને જીવોની પ્રમાદવાળી સ્થિતિમાં બોધ ન કર્યો. બીજે દિવસે સવારે ૮ વાગતાંના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે ધર્મશાળાની ઓરડીના ઓટલા પર બિરાજ્યા અને કેટલીકવાર પછી સહેજે બોધ શરૂ થયો. તેમાં જેની જે શંકાઓ હતી તે બધાનું વગર પૂછ્ય સમાધાન થઈ ગયું. તેથી સૌ આશ્ચર્ય સાથે સંતોષ પામ્યા અને પરમાત્માની વત્સલતા જોઈ અંતરમાં
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy