SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ એ સૂચનાને અનુકૂળ રહી પૂજ્ય અંબાલાલભાઈએ તપાસ કરીને ખંભાતથી પાંચ કિલોમીટર દૂર રાળજ ગામ બહાર, રોડ ઉપર પારસીનો બંગલો ભાડે મેળવી લીધો. તે ભાઈ પરદેશ હોવાથી મકાન ખાલી હતું. જગ્યા વિશાળ હતી. ત્યાં હવા પાણી વિગેરેની સગવડ સારી હતી. પાંચ-પંદર મુમુક્ષુ રહી શકે એવા ઓરડા હતા, તેથી તે જગ્યા પસંદ કરીને પ્રભુને લખી જણાવ્યું. સમ્મતિ મળતાં તે બંગલામાં અંબાલાલભાઈએ ગાદલા વિગેરે અને રસોઈ વિગેરેનો સામાન બધું જ ગોઠવી દીધું. પ્રભુ શ્રાવણ વદ બીજના મુંબઈથી નિવૃત્ત થઈ રાળજ પધાર્યા. જોડે પૂજ્ય શ્રી સોભાગભાઈ - મુમુક્ષુના પરમ ઉપકારી – પધાર્યા હતા. દર્શન થતાં નમસ્કાર કર્યા. પૂજય અંબાલાલભાઈ, સુંદરલાલભાઈ, નગીનભાઈ વિગેરે સવારના ૮ વાગ્યે રાળજ પહોંચ્યા. શ્રા.વ. બીજથી ભાદરવા સુદ ૮ સુધી પ્રભુની રાળજ સ્થિરતા થઈ હતી. તે અરસામાં શ્રી પરમકૃપાળુદેવશ્રી શ્રીમદ્ ભાગવત વાંચતા હતા, અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો શ્રી મુખેથી વારંવાર બોલતા હતા - ઉચ્ચસ્વરે આ પદો ઉચ્ચારતા. વલવલે વૈકુંઠ નાથ, ગોપી, મને જાવા દે એણીવાર, ગોપી મને જાવા દે એણીવાર, મને મારશે મારી માત, ગોપી તારો બહુ માનીશ ઉપકાર, ગોપી. એમ સ્મિત કરી આનંદ મુખ કરતા હતા. વળી બીજો બોધ ઘણો થતો. રાતના વખતમાં નીચેનું પદ પણ ઉચ્ચારતા “જગી હે જોગ કી ધુની, બરસત બુંદ સે દુની.” (રાળજ) પરમકૃપાળુ રાતના ઓરડામાં પલંગ પર સૂતા. પૂજ્ય અંબાલાલભાઈ અંતર્યામીના ચરણ તળાસતા, બધા પ્રકારે સેવામાં રહેતા, બાદ પાંગથે સૂઈ રહેતા. પૂજય અંબાલાલભાઈ રસોડાનું કામ કરતા અને સિધુ સામાન લેવા - મૂકવામાં ભાઈ નગીનની મદદ લેતા. પરમકૃપાળુ માટેની રસોઈ આજ્ઞા મુજબ પૂજ્ય અંબાલાલભાઈ કરતા. પ્રભુ અલ્પ આહાર લેતા. કોઈવાર ફક્ત એકવાર આહાર ગ્રહણ કરતા. વિદેહી પ્રભુને નિદ્રા - દર્શનાવરણીય - કર્મ ન હતું. પૂજ્ય શ્રી સોભાગભાઈને કહેલું કે કોઈ વિકથા કરે તો નિદ્રા આવે, નહીંતર નહીં. ઉદાસીનતા મુખ પર અલૌકિક તરવરતી દેખાતી. વ. ૨૫૫માં લેખિત થયેલી અંતર ઉદાસીનતા પરમાત્મા સ્વરૂપ રહેલાની છાયાનો ભાસ કરાવે છે. દર્શનથી અને બોધ પ્રભાવથી મુમુક્ષુના હૃદયમાંથી જગતના પદાર્થની આસક્તિ – પ્રીતિ ઉપશમી જતી – એવી વૈરાગ્યની અસર પડતી. તે પ્રભુનું કેટલોક સમય સુધી સ્મરણ સતત રહેતું. પ્રભુ કરૂણાસાગર હૃદયમાં જગતના કલ્યાણનું ચિંતન કરતા. મુમુક્ષુને માટે પ્રભુએ ભક્તિના સાધનરૂપ – “હે પ્રભુ ! હે પ્રભુ !” ના વીસ દોહરા વિગેરે ચાર પદોની સહજ રચના કરી. પૂજ્ય અંબાલાલભાઈને તેની ત્રણ કોપી કરવા જણાવ્યું. તેની એક પ્રત પૂજ્ય પ્રભુશ્રીને મોકલી આપવા 3
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy