SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 6 સત્સંગ-સંજીવની પંદર ભવે મોક્ષે જશે, તે નિ:સંશય છે. તો હે ભગવાન ! તમે તીર્થંકર ભગવાન તુલ્ય છો. તે આપ ભગવાનને સમે સમે ત્રિક૨ણ ત્રિકાળ દંડવત્ સાક્ષાત્ નમસ્કાર હો ! તુંહી જ શરણું છે. ત્રિકાળ સત્ છે. સં. ૧૯૪૭ની સાલમાં આપ ભગવાનને નિજસ્વરૂપ પ્રાપ્ત થયું હતું. વીતરાગ દશા પ્રાપ્ત થઇ હતી. સં. ૧૯૪૨ આસપાસ મન વશ હતું. પાંચે ઇંદ્રિયો વંશ હતી. વળી પણ ૧૯૪૭માં ક્ષાયક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું. અને તે જ અરસામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે અરિહંત દશા પ્રાપ્ત થઇ હતી. અખંડીત આત્મઉપયોગ પ્રાપ્ત હતો. દેહાદિ ભાવ ક્ષય થયો હતો. હે ભગવાન ! આપ બીજા મહાવીર, બીજા રામ હતા. (પત્ર નં. - ૨૭. વ. ૩૮૪ ૧. ૬૮૦) NEWER PROPH સં. ૧૯૪૭ તથા ૧૯૫૬ ની સાલના ચિત્રપટ ઉપરથી તેઓશ્રીની મુખમુદ્રા જોતાં તે ભગવત્ દશા પરમાત્મદશા જોવામાં આવશે - ખાત્રી થશે. HINY SAP sp “આત્માના ગુણાતિશયમાં જ ચમત્કાર છે.'' ભગવાન બિરાજતા તે સ્થળે સમવસરણ થતું ‘“ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે.’’ ‘‘સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઇ શાંત થઇ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો અતિશય છે.’’ પ.કૃ. (વ. વ્યાખ્યાનસાર-વાક્ય-૬) ( હે પ્રભુ ! આપના ચરણમાં આવતા તે વખતે સમભાવ થઇ જતો. અને તેમ થયેલું ઘણી વાર જોયું છે. જેને આપ પ્રત્યે પ્રતીતિ આવેલી તેઓનો આત્મા આપ ભગવાનમાં ઠરી જાતો. વળી તપા અને ઢૂંઢીયાને પૂર્વનો વિરોધભાવ છતાં તે બંને આપના ચરણમાં આવવાથી વૈર-બુદ્ધિ છૂટી જઇ ભ્રાતૃભાવ થઈ અરસપરસ પૂજ્ય ભાવ થઇ ગયેલ. તે આપ ભગવાનનો પ્રભાવ છે. અને જૈન તથા વૈષ્ણવ તેઓ બંનેને વિરોધભાવ તે આપ ભગવાનના ચરણમાં આવેલ સર્વને તે વિરોધભાવ મટી જઇ પ્રેમભાવ-ભ્રાતૃભાવ થયેલ છે. તેમ ઢેડ (કાવિઠાનો મહીલો ભગત) વિ. ને પ્રતીતિ થયેલ. તેમને તે ગુણ પ્રાપ્ત થયો હતો. તે સર્વ પ્રતાપ ભગવાન આપનો છે. આપ ભગવાન શ્રી ઇડર પધારેલા તે વખતે મુનિઓ પધારેલા ત્યારે આપ ભગવાન ત્યાં ડુંગરમાં - જંગલમાં પધારેલા. પછી મુનિઓને બોધ કરતાં તે વખતે તે સમવસરણમાં એક વાઘ આવેલ તેને વેરબુદ્ધિ - હિંસક બુદ્ધિ જતી રહેલી. ને તે શાંત ભાવથી પડખે થઇને ચાલ્યો જતો, તે વખતે વેરબુદ્ધિ નાશ થતી તે સર્વે આપ ભગવાનનો પ્રભાવ છે. ise Mi 3 તેમજ વીરસદની ભાગોળમાં બે સાંઢે તોફાન કરેલ. તે વખતે આપ ભગવાન પધાર્યા અને તે સાંઢ નજીક આવતાં શાંત થઇ ગયેલા છે. તેમ ઘણીવાર બીજે સ્થળે પણ થયેલ છે. તે સર્વે આપ ભગવાનનો પ્રભાવ છે. શ્રી વીતરાગદેવની દિવ્યવાણીના મર્મને જાણનાર જે પુરૂષ તે ગણધરદેવ. પરમ પૂજ્ય શ્રી સોભાગ્યભાઇ આપ ભગવાન જે હકીક્ત જણાવો તેના મર્મને સમજી શકતા તેથી તે શ્રી ગણધર દેવ હતા અને તે શ્રીમુખે પ્રકાશ્યું છે. તે પદવી શ્રી ખંભાત મધ્યે સં. ૧૯૫૨ ની સાલમાં પધારેલ ત્યારે પૂ.શ્રી બાપુભાઇના મકાનમાં ત્રીજે માળે અગાસીના ઓટા પર બિરાજ્યા હતા. એક બાજુ પૂ.શ્રી સોભાગ્યભાઇ બિરાજ્યા હતા. એક પડખે પૂ.શ્રી ડુંગરશીભાઇ બિરાજ્યા હતા. વાત પ્રસંગે પ્રભુએ કહ્યું આ શ્રી ગૌતમ જેવા છે, ડાબી બાજા બેઠેલા શ્રી સુધર્મા જેવા છે. Is Vie | Hipjov આપ ભગવાનના દર્શન થતાં શોક ચિંતા જતા રહેતા. ભગવાનની વાણીથી ત્રિવિધ તાપ જતા રહેતા. તે અશોકવૃક્ષ-ભાવથી સમજવું. ૩૦૦ Winst
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy