SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSS સત્સંગ-સંજીવની SK GROSSA) () થયો. તેની સાથે કેમ લખવું એ ફરી સૂચના થવાની હતી, પરંતુ ફરીથી તે જોગવાઇ બની જ નહીં. આ સિવાય કોઇને ખબર આપવા આજ્ઞા થતી નહતી. પત્ર વ્યવહાર ઘણા ભાગે બંધ હોવાથી બહારથી વખતે કોઇનો પત્ર આવતો તે સેવામાં રજા કરવામાં આવતો. એ કારણોને લઇને પત્ર નથી લખી શકાણો તે માટે માફી ઇચ્છું છું. પ.પૂ. મહાન મુનિવરોને જેમ જેમ ખબર મળતાં જશે તેમ તેમ વધારે ખેદ થતો જશે આ આપને વિનંતી કરવાની કે આપને યોગ્ય જણાય તો કેવળ આત્માર્થી એવા મુનિવરોને હકીક્ત નિવેદન કરવા તસ્દી લેવી. તા. ૨૧-૪-૧૯૦૧ પૂ.શ્રી અંબાલાલભાઇ – વિનંતી - નવલચંદ ડોસાભાઇ, કુપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાયોત્સર્ગની પરિપૂર્ણતા દશા સૂચવતી હતી અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી અને દેહ છૂટયો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂરતિ ચૈતન્યવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઇ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને ની લાગતી હતી. કૃપાળુ શ્રીએ ત્રણ યોગને રોકવાથી શરીરસ્થિતિ બીજાંની દૃષ્ટિએ અસાધ્ય જેવી સેજ જણાય. પણ દેહમુક્ત થતાં સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરના અવયવોની સ્થિતિ તથા શ્વાસોશ્વાસ-ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. પણ વર્ણવી દર્શાવવાને શબ્દોમાં મૂકવાનું ધ્યાનમાં આવતું નથી. પૂ. શ્રી ધારશીભાઇએ ઉપરના જણાવેલા શબ્દો પૂ.શ્રી મનસુખભાઇ પ્રત્યે કૃપાળુશ્રી બોલી ધ્યાનસ્થ થયા. આ - નિર્વાણ વખતે મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણ ગુણાનુરાગીને તો લાગે પણ જેઓ સંબંધથી હાજર રહેલા તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુતસ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શક્તો નથી.. કૃપાળુશ્રીના મહાન્ વિયોગથી મહાત્મા આનંદઘનજીએ તીર્થકરો પ્રત્યે સ્તુતિના રૂપમાં કાઢેલા ઉદ્ગારોના જેવી આપણી સ્થિતિ હાલ તો થયેલી જણાય છે. દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ રોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન, અભિનંદનજિન દરિશણ તરસીયે. પૂ. શ્રી મનસુખભાઇ દેવશીએ પ.ક.ના વિરહમાં કરેલી પ્રાર્થના ! શ્રીમદ્ રાજચંદ્રદેવ ભગવાન સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામીને ત્રિકાળ નમસ્કાર હો ! હે ભગવાન્ ! આપ સહજ શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છો. અને તે દશા સર્વ સિદ્ધ ભગવાનને તથા | કેવળી ભગવાનને પ્રાપ્ત હતી. વળી હે ભગવાન ! આપ અરિહંત ભગવાન છો. જેના વડે તરીને પાર પમાય તેને તીર્થકર કહે છે. હે ભગવાન ! તમાંરાં ચરણમાં જે જે મુમુક્ષુ ભાઇ બહેનો આવેલ તેમને તમારાં દર્શનથી JX[ પ્રતીતિ થઇ તે તરીને પાર પામ્યા છે. આપ ભગવાનના ચરણમાં આવેલા કોઇ જીવ તે ભવે અને છેવટમાં છેવટ ૨૯૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy