SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ O REGRERS સત્સંગ-સંજીવની GPSC GPSC પૂજ્ય શ્રીજીની તબિયત વિષે સારી ખબર દીધી છે. તે સાંભળી બહુજ આનંદ થયો છે. હંમેશ પૂજ્ય સાહેબની સારી સ્થિતિના ખબર દેવા કૃપા કરશોજી. બહુ જ પુણ્યના પ્રભાવથી આપ શ્રીજીના ચરણરજ સેવા કરો છો જેથી તમને તથા તમારા સંજોગને ધન્યવાદ છે. મારાથી એવા પ્રસંગમાં આપ ભાઈઓના દર્શનનો તથા પૂજ્ય સાહેબની નબળી સ્થિતિમાં સેવાનો કશો લાભ લઈ શકાતો નથી. મન ઘણી મુદત થયા આકાંક્ષા રાખી આકર્ષણ કરે છે, પણ કેટલાક સંજોગની ખામીને લીધે મારાથી કશું બની શક્યું નથી. કે. Iી સંસારિક નિયમનો તથા બીજા સંજોગો, કેટલાક તો વિજ્ઞ કરતા સન્મુખ રહે છે કે જેનું કહેવું પણ શું? તેમ વળી તે મૂર્માની પણ ખામી છે. જેથી વિશેષ બળ હુરતું નથી. જેના કારણથી ધારેલું કામ પાર પાડી શકાતું નથી. તો પણ મનમાં એવા વિચાર ઉપર આવું છું કે મહાત્માઓની કિરપાથી સર્વ હિત જ થશે. - પૂજ્ય સાહેબને શાતા પૂછી મારા વતી પુનઃ પુનઃ પ્રદક્ષિણા દઈ પંચદંડવર્ પ્રણામ કરશોજી. અને સેવકના અનેક દોષની નિવૃત્તિરૂપ આધાર સદા જયવંત વાર્તા એમ ઈચ્છે છે. મારી સામાન્ય મતિથી જે કાલું ઘેલું લખ્યું તે યોગ્ય જાણી સ્વીકારશોજી. મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ ખંડીત છે જે પૂરો થવા આપને મેં ખંભાત લખેલું હતું. જેનો આપના તરફથી કશો જવાબ આવ્યો નથી એમ મને યાદ છે. મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથના પાના અંક ૪૬૫ થી ૪૭૨ સુધી જ છે. તે આપ કોઈ રીતે અપૂર્ણતા મટાડી શકો તો મહેરબાની કરી તેવી કૃપા કરશો. પોસ્ટ રજીસ્ટર કરી મોકલશો એવી અરદાસ છે. વિશેષ લખવું એ છે કે : શ્રીજી સાહેબની પ્રતિમા (છબી) સંવત ૧૯૪૮ની સાલની તથા હાલની કાયોત્સર્ગ મુદ્રા તથા જિનમુદ્રાની મોકલવા કપા કરશો. તે માટે જે ખર્ચ થાય તે લખી વારશો. એટલી તસ્દી લઈ સેવકને આભારી કરશો. સર્વ મુમુક્ષુને પ્રણામ કહેશોજી. સંવત ૧૯૫૭ માગસર વદ ૬ [ આજે આપનો પોસ્ટકાર્ડ મળ્યો. પરમકૃપાળુ શ્રી તરફથી રૂા. ૨૫૦/- ધાર્મિક કાર્યમાં (પરમશ્રુત ખાતામાં) ખર્ચવા બાબતની અરજ ધ્યાનમાં લેવાઈ એથી હું આજે કૃતાર્થ થયો સમજું છું. અમે આજે મુંબઈ લખ્યું છે. પરમકૃપાળુશ્રીની આરોગ્યતા હજુ સુધારા પર આવતી નથી તે આપણા બધાના કમભાગ્ય કે શું સમજવું ? આપણી બધાની ઈચ્છા પ્રબળ થઈ આરોગ્યતા ક્યારે સુધારા પર આવશે ? અને તેવા ખુશી ખબર આપ ક્યારે આપશો ? પૂજ્ય ભાઈશ્રી રેવાશંકરભાઈ ત્યાં આવવાનું જણાય છે. તેઓને પ્રણામ કહેશો તેમજ સર્વ ભાઈઓને પ્રણામ કહેશો. લિ. રણછોડના પ્રણામ શુભ ઉપમાલાયક શ્રી અંબાલાલ લાલચંદ ઠે. લીમડી દરબારને ઉતારે, વઢવાણ કેમ્પ. ૨૭૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy