SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ O SARASS સત્સંગ-સંજીવની STREAM) પત્ર-૬૩ I પવિત્ર મહાભાગ્ય આત્માર્થી ભાઈ – અંબાલાલભાઈ , કાગ ખંભાતથી લિ. ત્રિભોવનના નમસ્કાર કરી તમારો કપા પત્ર મળ્યો છે. અત્રે રાતના કીલાભાઈને ત્યાં નિરંતર સમાગમ થાય છે. ત્યાં નગીનદાસ, પોપટલાલ, પાનાચંદ એટલા જણ આવે છે. કોઈ કોઈ વખત પ્રેમચંદ શાહ તથા છોટાલાલ, છગનલાલ તથા વખતચંદ આવે છે. પ્રથમ નગીનદાસ સાથે કોઈ કોઈ વાત ચાલતી હતી. દિવાળી પછીથી પ્રેમચંદ સાથે વાતચીત થઈ હતી. તેમને ઠીક પડ્યું છે. ફુલચંદભાઈની સમજણ સારી છે. કેટલાક પ્રકારનું અવિરોધપણું ગુરૂના પ્રસાદથી કહેવામાં આવ્યું તે તેને ભાસ્યું છે. ને હાલ તો નિંદાથી અટકી ગયા છે. પ્રભુનું શરણ લઈને તે શરણમાં આસ્થા રહી કોઈને વાતચીત કરવામાં આવે છે તો તેથી તેને કાંઈ વિરોધપણું ભાસતું નથી. હાલમાં સમાગમી ભાઈઓની વૃત્તિ પ્રથમ કરતાં ઠીક રહે છે. અને દિવાળી પછીથી શ્રી કૃપાળુનાથના દર્શનને માટે જઈશું એવો વિચાર કરે છે તે સહેજ જાણવા સારૂં લખ્યું છે. તમારે તો મહાભાગ્ય છે. પરમદયાળુ નાથશ્રી પરમકૃપાળુને આ બાળક વતી વારંવાર નમસ્કાર કરશો. સહજાત્મસ્વરૂપ શ્રીનાથજીનો અવિનય, અશાતના, મન વચન કાયાથી થઈ હોય તો વારંવાર ક્ષમાપના માગું છું. શ્રી કૃપાનાથની કૃપાથી આનંદ છે, પણ વિયોગ છે. દિવસનો ભાગ ઉપાધિમાં હાલ જાય છે. રાતના સમાગમ થાય છે. બે માળા ગણવાનો રોજ નિયમ રાખ્યો છે, રાત્રી ભોજનનો ત્યાગ બાર માસ સુધી કરવામાં આવ્યો છે. તેમજ કોઈક એવા કારણથી દવાની છૂટ રાખી છે. પ્રભુની પૂર્ણ કૃપાથી મોહ નામના દૈત્યનો નાશ પ્રભુ કરાવે ત્યારે શાંતિ થઈ જાય એ જ આકાંક્ષા રહે છે, અને તે કૃપાનાથના વચનો વિચાર્યાથી હવે પરમ શાંતિ થશે. - મોક્ષમાળાનો કોઈક ભાગ વાંચવામાં આવ્યો હતો. તેમાં બોધ હવે તો બહુ જ અપૂર્વ લાગે છે, અને એમ થાય છે કે બીજો કેટલોક ભાગ તેની અંદર વિશેષ કૃપાનાથશ્રી કાંઈક કરી આપે. તો તે પુસ્તક છપાવવાની મરજી થાય છે. મોક્ષમાળામાં અભુત વચનો હાલમાં વાંચતા લાગે છે. તેવી રચના પૂર્વે કેમ ભાસતી નહોતી ? કૃપાનાથશ્રીએ કોઈ કોઈને આ બળતામાંથી ખેંચી લીધા. મોક્ષમાળા તમારે ત્યાં કેટલી રહી છે? બે ત્રણ જણને જોઈએ છે. મુંબઈમાં હવે તે પુસ્તક રહ્યાં છે કે નહીં ? તે કૃપાનાથને પૂછશો. ભગવત પ્રતાપે આનંદ છે. કલાભાઈની દશા વાણી,ઠીક વર્તે છે. હે ભાઈ ! આ બાળક તો અનંત દોષવાળો છે. અને મૂઢ છે. પ્રભુજી હૃદયમાં આવે છે, અને પાછા ગુપ્ત થઈ જાય છે. તેથી એમ લાગે છે કે આ બાળકની જ અવશ્ય દુષ્ટતા છે નહીં તો પ્રભુજી સદાય વાસ કરે જ. પણ મલીન હૃદયમાં પ્રભુ કેમ વાસ કરે ? પ્રભુજીને વારંવાર નમસ્કાર આ બાળક વતી કરજો. છોટાભાઈ તથા લલ્લુભાઈ ગઈકાલે સાંજે ત્યાંથી આવ્યા છે. કામ, | માટે 50 pp1 ડિગ્રી પત્ર-૪ સંવત ૧૯૫૬ શ્રી મહેરબાન મુરબ્બીભાઈ – અંબાલાલભાઈ લાલચંદભાઈ જોગ શ્રી મુંબઈ બંદરથી લી. ધર્મસ્નેહી ભાઈ ખીમચંદ દેવચંદના પ્રણામ વાંચશોજી. ગઈકાલે અત્રે ભાઈ દામજી - કેશવજી પૂજ્ય સાહેબના ચરણ ઉપાસના કરી પધારેલ તે આવ્યા. તેમણે ૨૭૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy