SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS સત્સંગ-સંજીવની હકીકર પત્ર-૩૪ આસો સુદ ૬, બુધ - કલોલથી નિરાગી મહાત્માઓને નમસ્કાર. પુણ્ય પ્રભાવિક સુજ્ઞ બંધુ, શ્રી શ્રી ખંભાત બંદર અત્રેથી કડી થઈ ભોંયણી સુધી ગયેલ જેથી તમારી તરફથી આવેલો પત્ર મળતાં, બે દિવસનો વિલંબ થયો તેથી પ્રત્યુત્તર લખી શકાયો નથી. તો ક્ષમા યાચી હવે તે પ્રત્યુત્તર લખું છું. ચોપાનીયું આબાદ રહે એ શ્રી પાસે ઈચ્છી અટકું છું. એ ખાતે આપે જે હકીકત દર્શાવી તે લક્ષમાં લીધી છે. મારી શારીરિક સ્થિતિને માટે ખુલાસો માગે છે તે પત્ર દ્વારા એ આપવા અશક્ય છઉં. વ્યવહારમાં વર્તમાન કાળ કેટલેક અંશે સારો મનાય છે તો નિશ્ચિત રહેવા અરજ કરૂં છું. અહીંની દવા લાગુ નથી. સહવાસની અધીરજ અન્યોઅન્ય દરેકને છે. એટલે આ સ્થળે તેનું વિવેચન કરવું યોગ્ય નથી. ...છતાં કુદરત તારો પ્રબળ અન્યાય છે કે અમારો કાળ અમારી ધારેલી નીતિએ વ્યતિત કરાવતી નથી. ઘણું કરીને વડોદરે થઈ વળતાં ખંભાત આવવાનું બને. તો પણ સાથે જ વડોદરે આવવાનું વિચારે તો ત્વરાએ દર્શનદાન મળ્યું સમજ અને પછી સાથે જ ખંભાત જવા સુગમ પડે. અને વડોદરામાં ગાળેલા દિવસનો વિયોગ ન જણાતાં આનંદના કારણરૂપ થાય. તો પણ એટલી અરજ કે સંસારી ઉપાધિથી વા વ્યવહાર સંબંધી અપ્રસન્નતા થાય નહીં તેમ હોય અને પૂરતી અનુકૂળતા હોય તો આવવા વિચારવું. દેશ, કાળ, પાત્ર, ITI ભાવ જોઈ કરવું. સુજ્ઞશ્રીને શું લખું ? | દર્શનારની ઈચ્છા ઘણી. એક સહવાસ માટે વ્યાકુલ હોય તોપણ અન્ય આત્મા ખેદ ન પામે તેમ હોય તો સત્વર લખું તે દિવસે વડોદરે જતાં સમીપ થવાનું કરજો અને આ એક નજીવી અરજ સ્વીકારો. શતાવધાની કવિ રાજ્યશ્રી તરફથી વિદિતમાં આવેલા બે પુસ્તક તમારી સમીપ છે. તે સિવાય અન્ય મારા જાણવામાં નથી. ગુપ્ત હશે. જુજ ભાગ હું પાસે હશે. (નિયમાદિ). તે બનતાં સુધી લાવીશ. અન્ય કારણ ભિન્નત્વ રાખવાનું જ્યારે સૂચવશે ત્યારે સંબંધ અટકાવીશ. પણ જ્યાં સુધી સ્વચ્છ રહેશે અને અન્યને માટે ખાત્રી થશે ત્યાં સુધી મૌનતા ગ્રહણ કર્યા સિવાય બીજું કાંઈ ઉપયોગી નહિ થાય તો પણ વિશેષ સમાગમ બની રહેશે. અધીરજ jXI ન રાખો. ભાવિ પ્રબળ છે. આવેશ વાંચી પ્રેમને ગાઢા બંધનથી રાખો. અને જલ્દી સમાગમની ઈચ્છા કરો. છગન તરફથી હેન્ડબીલ પહોંચ્યાં છે. તેમ આપની તરફ પણ આવ્યા હશે. પ્રિય છગનનો શ્રમ પાર પડો. બીજું શું કહું ? યોગ્ય લાગે તે કરો. એનાથી સંબંધ માટે જણાવું છું કે આપ તે ખાતે શું વિચારો છો ? હું અલ્પમતિ તેની મરજીનો સંભવ કરી શક્યો નથી. સંવત ૧૯૪૬ પ્રિય ભાઈશ્રી, આપનો કાગળ આવ્યો તે પહોંચ્યો. જવાબમાં નીચે મુજબ - નોટબુક મોકલી તે પહોંચી છે. કવિરાજ આવ્યા હતા. તેમને અત્રેથી તાર, બે દિવસ સુધી લાગટ કરીને મળવા સારૂ તેડાવ્યા હતા. અને તેઓ ફક્ત એક જ રાત પ્રિય જૂઠાભાઈની પાસે રહી, પાછા બીજા દિવસે મુંબઈ સીધાવ્યા છે. પ્રિય જૂઠાભાઈ ને કવિરાજ વચ્ચે શું વાતચીત થઈ તેની મને કાંઈ પણ ખબર નથી. કારણ હું તેમની પાસે ઝાઝો વખત રોકાયો નથી. તેમજ પ્રિય ૨૫૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy