SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ O GRAPES સત્સંગ-સંજીવની GPSC GRO કાંતો દુકાને નહીં હોઉં. હું અલ્પમતિ અજાણ છું. આપ સમજુ અને સ્વતંત્રતાધિન છો એમ સમજાય છે. હું પરતંત્ર છું તેમજ સંસાર સાગરમાં ડૂબતો અવિવેકી માણસ છું. મારું ચિત્ત સ્થાયિ નથી આથી પ્રીતિ કે ? તેની કદર સમજતો નથી. ફક્ત મને રોઝની માફક શૂન્ય પ્રાણીને નિભાવવાની શક્તિનો વિચાર કરી આગળ ડગલું ભરજો. પછી ફરી પસ્તાવો ન થાય તેની પ્રથમ સાવચેતી રાખી આગળ પાછળની તપાસ કરજો. સત્પષો કહી ગયા છે. ‘પ્રીત રીત અતિ કઠીન હૈ, સમજ કરઈયો કોઈ, ભાંગ ભૂખંતા સોહીલી, લહેરા મુશ્કેલ હોઈ. લી.જા.. ભાદરવો, ૧૯૪૫ તા. ૨૪ સપ્ટેમ્બર-૯૮ કલોલથી શ્રી અંબાલાલ લાલચંદ, ચોપાનીયું પહોંચ્યું હતું. પરંતુ પત્ર આવ્યાની રાહથી અટક્યો હતો. પત્ર છેવટ ન આવતાં આ કાર્ડ લખવું પડ્યું. માસિક પત્ર સાધારણ છે. હું કાંઈ જ્ઞાની નથી, છતાં મને એમ જ લાગ્યું એ દૃષ્ટિદોષ. લખાણ મધ્યમ અને વિષય સાધારણ છે. ખેર, તેને ઉત્તેજન મળો. એ પ્રયાચના સમેત અટકું છું. અત્રેથી ગ્રાહક થવાની ઈચ્છાએ, ગ્રાહક તરીકેની માગણી એકાદ બે જણની કરાવી છે. એ ફરજરૂપ સમજી, કદી પુખ્ત વિચારનું લખાણ કરાએલું હોય તો ગ્રાહકો થવા આશા રખાત. પણ નિરૂપાયતા. મિત્ર મંડલને પણ આથી ભલામણ નથી થતી. તો પણ એમાં આપે વિચાર નથી જણાવ્યો તો જણાવો. પત્ર તુરત લખો. બાકી કશું નથી. પત્ર-૩૩ પોષ વદ ૧૧, ૧૯૪૬, અમદાવાદથી પ્રિય, દિલગીર છું. સવિસ્તર હકીકતનું એક પત્ર મેં આપને લખેલ છે. તેને આજ આઠ નવ દિવસ થયા. આપના બે કાર્ડ પહોંચ્યા. તેથી એમ જણાયું કે તે પત્ર આપને પહોંચ્યું નથી. દિલગીર, જે પત્ર નથી પહોંચ્યું તેનું શું કારણ? ભદ્રિક મગનલાલ કહે છે કે નાંખવામાં ગફલત નથી કરી. તો હવે લાચાર. હું તે પત્રના જવાબની રાહ જોઉં છું. ત્યાં તમારા બીજા કાર્ડમાં પણ પત્રની માગણી થઈ, આથી નિઃસંદેહ એમ સમજાયું કે પત્ર ગેરવલે પડ્યું. લાચારીએ આ કાર્ડ સંતોષને માટે લખું છું. હવે વિગતવાર પત્ર લખવા માંડું છઉં. નિશ્ચિંત રહો. પત્ર કિંચિત્ ઉપયોગી હતું. શરીર સારું છે. દર્શન, પવિત્ર દર્શન, તારો વિયોગ, આ આત્માની અનંતશક્તિ દબાણી છે. તે પવિત્ર દર્શન વિના શું પ્રફુલિત થાય ? મળવા ઈચ્છા છે. પાર પડો. એ જ. મુંબઈ સાહેબજી પાસે બંને ભાઈ જવું ધારો છો કે કેમ ? લખશો. પત્ર ન પહોંચવા માટે સહજ ખેદ પામ્યો છું. લિ. સેવક જૂઠાના પ્રણામ. ૨૫૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy