SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ GRRA સત્સંગ-સંજીવની SSASRE () X[ થઇ એમ જણાવાથી ફરીથી તેનું મન વરતીને મોટા માને બોલાવ્યો હતો. તે વખતે તેની ઉંમરની યોગ્યતા પ્રમાણે તેનું સમાધાન કર્યું હતું. જવાબ ટુંકાણમાં એમ આપ્યું હતું : ખરો મારગ વીતરાગી છે. પછી શ્વેતાંબર દિગંબર ગમે તે માનો. જે રસ્તે વચમાં રાગ દ્વેષનું લક્ષણ આવે કે ત્યાંથી અટકવું, એ જ ખરો વીતરાગનો મારગ છે.” - લખનાર : ફરીના પ્રસંગે અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે ‘આ જીવ કર્મસહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો લાગ્યો છે. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઇ શકે છે. પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાંખવું હોય તો જલદીથી તેનો પાર આવે કે નહીં ?' પૂજ્યશ્રી : “આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાની ગતિને પાત્ર થાય છે. અને મનુષ્યભવ બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમે ધીમે દેહને દમવાથી અને ઇન્દ્રીયોને નિયમમાં લાવવાથી થાય છે.” - લખનાર : હું તથા નારણભાઇ ને ભાઇલાલભાઈ ત્રણે જણ પૂજ્યશ્રીની પાસે બેઠા હતા. તે વખતે અનુક્રમે ત્રણેને પૂછયું કે : “અમે આજ્ઞા કરીએ તે પ્રમાણે તમે ચાલશો કે કેમ ? ત્યારે નારણભાઇએ હા પાડી, ભાઇલાલે હા પાડી અને મેં ના પાડી હતી. કારણ કે મારા મનમાં એમ હતું કે મારી ઉંમર નાની છે. સંસાર વૈભવ કંઇપણ ભોગવ્યા નથી. ને કદાચિત આ આજ્ઞાની હા પાડીએ તે વખતે કહે કે અમારા શિષ્ય થઇ દીક્ષા લ્યો. પૂજ્યશ્રીએ પૂછયું, “તમે કેમ ના પાડી ?” ત્યારે મેં ઉપરની બાબત પૂજ્યશ્રીને કહી બતાવી. પૂજ્યશ્રીએ મને કહ્યું કે અમે તેવી આજ્ઞા કરીએ નહીં. અમે તમારી વૃત્તિના પ્રમાણમાં જ બોજો આપીએ. અને તે કલ્યાણને માટે જ. - આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ પુરુષ તો મનની વાત સમજી જાય છે. આ સિવાય હંમેશા ૫, ૨૫ માણસનો આવર જાવર પરગામના લોકોનો હતો. તે લોકોની સાથે હંમેશા રાતના બે વાગ્યા, ત્રણ વાગ્યા સુધી બોધ ચાલતો, વખતે પાંચ પણ વાગી જતા, જેથી મને એમ ખાત્રી થતી હતી કે આ મહાત્માને બિલકુલ ઊંઘની તો જરૂર જ પડતી નથી. અમદાવાદના શ્રાવક ગોપાલદાસ નામના તે વખતે આવ્યા હતા. તેમના આચરણ પહેલેથી જ કહી દીધા હતા. તે એવા પ્રકારે વર્તતો હતો કે જ્યારે સાધુ ન હોય ત્યારે પૈસા લઇને વ્યાખ્યાન કરતો હતો. તેથી તેને સાહેબજીએ ઘણોજ વચનનો પ્રહાર કર્યો હતો. અને અપાસરાના મેડા ઉપર રાતના ચાર વાગ્યા સુધી બોધ કર્યો હતો. તે બોધ સાંભળીને પછી તે ગોપાલદાસે કેટલીક વાત સમજાયાથી બંધ કર્યું હતું. આ સિવાય મુનિઓ અથાણા વિગેરે વહોરતા હતા તે સંબંધી કૃપાળુશ્રીએ મહારાજશ્રીને અથાણું લેવાનું બંધ કરવા અંબાલાલભાઇ જોડે કહ્યું હતું. તેમજ એકાસણું જમવાને ફરમાવ્યું હતું. તેથી મુનિઓ એક વખત આહાર લેતા હતા. આ સિવાય કૃપાળુશ્રી ઉત્તરસંડે પધારવાના હતા. તે દિવસે મારા પિતાશ્રીએ પગલાં કરાવવા માટે કહ્યું કે તરત જ તેઓશ્રી પધાર્યા હતા. અને સામે બારણે જગજીવનદાસ ઝવેરદાસને ઘેર પણ પગલાં કરાવવા ૧૩૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy