SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ S SCCS) સત્સંગ-સંજીવની SRI ROAD ) એક દિવસે ઘણા માણસો ડેલા ઉપર ભરાયા હતા. તે વખતે નીચેથી એક બકરૂં ભરાઇ ગયેલું. એકદમ તેને કાઢી મૂકવા માંડયું પણ તે નહીં જતાં એકદમ તેણે બારીએથી ભુસ્કો માર્યો. તે વખતે પૂજ્યશ્રીએ કહ્યું હતું કે “જુઓ ! તે બિચારાને કંઇપણ થયું છે ?” અમે તે જોતાં તેને કંઇપણ ઇજા થયેલી જોવામાં આવી નહી. તે જોઇ મને તથા બીજા બેઠેલા માણસોને આ ઘણો જ ચમત્કાર જેવો બનાવ લાગ્યો અને મનમાં નક્કી થયું કે આ કોઇ ચમત્કારી પુરુષ છે. ફરીથી બીજે દિવસે ઘણા પાટીદારો તથા પરગામથી કેટલાક માણસો આવ્યા હતા. તે વખતે સામા થાંભલે નાનું ઘડિયાળ મુકેલું હતું. અને તે ઘડિયાળ ઘણું જ દુર હતું, અને તે બીજા કોઇ દેખી શકે તેમ ન હતું, તો પણ પ્રસંગે પ્રસંગે સાહેબજી તે ઘડિયાળના ટાઇમ મુજબ ટાઇમ કહેતા હતા. આ બે ચમત્કાર થવાથી બધા સાહેબજીને પૂછવા લાગ્યા કે તમે શી રીતે જાણ્યું કે આટલા વાગ્યા છે ? ત્યારે સાહેબજીએ કહ્યું “સામું ઘડિયાળ છે.” પણ બધાએ કહ્યું કે ઘડિયાળ તો ઘણું દુર છે. ત્યારે સાહેબજીએ કહ્યું કે “કંઇ નહીં.” પછી લોકોએ તો સાહેબજીને કહ્યું “આ તો તમારી જ્ઞાન શક્તિએ કરી કહી શકો છો. તે વખતે તેઓશ્રી મૌન રહ્યા હતા. આ ઉપરથી | મને ખાત્રી થઇ કે આંખ સિવાય પણ આ મહાત્મા જોઇ શકે છે. ત્યારે તે જ્ઞાની છે એમ વિશેષ ખાત્રી થવા માંડી. તે દિવસે એક જુનું પુસ્તક હાથનું લખેલું મારી પાસે હતું તેનું નામ સાધુ પ્રતિક્રમણ સૂત્ર હતું. તેમાં ઘણી જ બાબતો હતી. તેમાં કોઈ બાબતની ખામીઓ પોતે બતાવતા હતા અને કહેતા હતા કે ‘‘આ સાધુ પ્રતિક્રમણ સૂત્રમાં જે વિધિઓ ટૂંકાવી દીધી છે તે હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ હોવાથી મૂકી દીધી છે પણ તેમ જૈન સિદ્ધાંત ન હોય.” આ ઉપરથી અમને લાગતું હતું કે શૂરાતનવાળા પુરુષ છે. સાહેબજી કહેતા હતા કે ““મોક્ષમાર્ગ પંચમકાળમાં નથી અને કોઇ જઇ શકે નહીં, તે વચન પુરુષાર્થ વિનાનું છે. જ્યારે મોક્ષને રસ્તે અટકો ત્યારે કહેજો. પણ આ તો જોખમ કાળને માથે નાખી ઢીલાશ રાખવી એ શૂરાનો માર્ગ નથી. માટે પુરુષાર્થ કરો તો કંઇ પણ મોક્ષના દરવાજા બંધ નથી. તમે થોડે ક્રમે આગળ વધો તો વધી શકો છો. અમારે તમને ચેલા બનાવવા નથી. તમારી યોગ્યતાના પ્રમાણમાં તમને બોજો આપીશું, આટલો ભવ અમને { અર્પણ કરો. અમે તમારી દયાને ખાતર કહીએ છીએ. તમે આ તમારા ઝુંપડા ઉપરથી મોહ ઘટાડો. પણ તે તમારાથી નથી મૂકાવાના. ચક્રવર્તી રાજ મૂકે પણ તમારાથી નહીં મૂકાય. ત્યાર પછી બીડીથી થતા ગેરફાયદા બતાવ્યા અને કહ્યું “કોઇપણ બારિસ્ટર હોય તેને તમે કેશ આપ્યો હોય પણ તે જો બીડી પીતો હોય અને તેની બીડી પીવા ઉપર નજર ગઇ તો દરરોજ તમે હજાર રૂપિયા ફીના આપો તો પણ તે કેશનું રૂપ ઘણા વિપરિત પરિણામનું આવવાનો સંભવ છે. માટે વ્યસન માત્ર દોષ છે અને તેના આધિન થવું શ્રેય નથી.” | એક દિવસ રાત્રે ઘણાજ માણસો સમાગમમાં ડેલી ઉપર આવેલા હતા. એક મેવાડનો છોકરો આવ્યો હતો તેનું નામ મગન હતું. તેને ધર્મ સંબંધી દિગંબર ને શ્વેતાંબર સંબંધી પ્રશ્ન કર્યો હતો. પૂજ્યશ્રીએ તે વખતે તેને કહ્યું હતું કે તારો ક્યો ધર્મ ? શ્વેતાંબર કે દિગંબર ? પૂજ્યશ્રીએ તેને ટુંકારીને બોલાવ્યો કારણ કે તેની ઉંમર નાની હતી. પણ તે છોકરાને કંઇક મનમાં લાગણી ૧૩૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy