SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ SS SS સત્સંગ-સંજીવની (STRESS TO ) વિશેષ વિનંતિ એ છે જે આપ મહાપ્રભુની મુજ પામર પ્રાણી પ્રત્યે અત્યંત કૃપા થતાં મહેરબાનીનો પત્ર આવતાંવેંત તરત મને મહાપુરૂષ પરમ વિતરાગી લલ્લુજી મુનિરાજે મારી યોગ્યતા તથા પાત્રતા પ્રમાણે સ્મરણ ભક્તિ અને સત્ શાસ્ત્રમાં શાંત સુધારસ તથા સુબોધ છત્રીશી વાંચવાની આજ્ઞા કરી છે. અને યોગદષ્ટિ શીખવાની આજ્ઞા કરી છે અને તેજ પ્રમાણે વર્તે છે, તેથી કરીને મને વિશેષ વિશેષ આનંદ મંગળ વર્તે છે, વર્તાઇ રહ્યો છે. અને આવી અપૂર્વ વસ્તુ કોઇ દિવસ આ જીવ અનંત ભવભ્રમણમાં નહીં પામેલો તે વસ્તુની પ્રાપ્તિ થતાં તેના હર્ષનો પાર રહ્યો નથી. વળી આપ મહાપ્રભુનાં પ્રત્યક્ષ દર્શન અને પરમ વીતરાગી બોધની પ્રસાદી આ જીવ પામશે તે દિવસ તેનું જીવતર ધન્ય ગણાશે. એવો આનંદદાયક દિવસ ક્યારે આવશે તેની નિરંતર અહોનીશ વાટ જોયા કરું છું. વળી હે અહો ત્રિલોકીનાથે આપના પુણ્યપ્રતાપે કરી આ બાળને સંસાર સંબંધીની હરકોઇ પ્રકારની વિશેષ ઉપાધિ જેવું કાંઇપણ કારણ નથી, માટે પોતાના આત્માનું સાર્થક્ય જેટલું કરવા ઇચ્છે એટલું થઇ શકે એમ છે. અને મારા આટલા બધા દિવસ છતી જોગવાઇએ નિરર્થક ગયા. આપ સહુરૂષને મેં જાણ્યા નહીં, વળી ખરા અંત:કરણથી પ્રેમભક્તિ કરી જન્મ જીવતરનો લહાવો કાંઇપણ લીધો નહીં તેની અફસોસી થયા કરે છે તે આપ મહાપ્રભુ પ્રત્યે લેવા ઇચ્છું છું. અહો પ્રભુ ! મને ચિંતામણી રત્ન સરખા મનુષ્ય દેહનું બિલકુલ ભાન આટલા દિવસ સુધી નહોતું, વળી વિષય વિકારના તુચ્છ સુખમાં ગરકાવ થયેલો આ જીવની આ બાળ જીવની શી ગતિ થાત તેમ છતાં આપ અનંત દયા અને કરૂણાના ધણી મહાપ્રભુએ કૃપા કરી તેથી લલ્લુજીમુનિનું આ તરફ પધારવું થયું અને મુજ બાળજીવ ઉપર અત્યંત મહેરબાની કરી મને બળતી દાવાનળ અગ્નિનો દાહ લાગેલો તેમાંથી બચાવી, તાલકૂટ ઝેર ખાતાં અટકાવી, વળી કસાઇવાડેથી ગાય છૂટે તેમ છોડાવી, સાચા સત્યરૂષની ઓળખાણ પડાવી, આપનું સ્મરણ તથા ભક્તિરૂપી અમૃત પાન કરાવી શાંત કરી, કુગુરૂના ગાઢા પાસલામાંથી છોડાવી એ ઉપકારનો બદલો વાળવા હું અસમર્થ છું. કદાપિ મારા શરીરની ચામડી ઉતરડી આપને પગે પહેરવા પગરખાં શીવડાવી, તેને સોને રસાવી, રત્ન જડાવું, તો પણ પ્રભુના ગુણ ઓશિંગણ તથા મહાત્મા મુનિવરોના ગુણ ઓશિંગણ થઇ શકું તેમ નથી માટે અહો પ્રભુ ! હવે તો આ દીનદાસી પ્રત્યે આપ જે આજ્ઞા કરો તે પાળવા ઇચ્છાવાન થઇ છું. વળી અહો પ્રભુ ! ફક્ત લલ્લુજી મહારાજને જણાવી મારી શક્તિ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે જુજ નિયમ ધારણ કરેલાં છે તે જણાવું છું. - જ્યાં સુધી પરમજ્ઞાનીનાં મને પ્રત્યક્ષ દર્શનનો લાભ નથી મળ્યો ત્યાં સુધી ફક્ત એક વખત દિવસમાં જમવું અને પથારીએ ન સૂવું તથા દશ દ્રવ્ય ઉપરાંત દ્રવ્ય ખાવાં નહીં, અને સર્વ પ્રકારનો મેવો તથા રસાવળ અને કંદોઇના હાટેથી મંગાવી તમામ સુખડીની જાત વળી લીલવણના સર્વથા પ્રકારે નિયમ અથવા પ્રભુના દર્શન કર્યા વિના જમવું નહીં. હરકોઇ પ્રકારે જણસ મોંમાં નાખવી તે સાચો સદ્ગરૂનું નામ લીધા વિના ખાવી નહીં. | માટે અત્રે હું આપ મહાપ્રભુની શાંત મુદ્રાના દર્શનની ઇચ્છાએ સુખલાલભાઇને ત્યાં દરરોજ જવું થાય છે અને એ ભાઇ રાત્રે કર્મગ્રંથ વાંચે છે માટે મારે ત્યાં સાંભળવા માટે જવું, એવી જિજ્ઞાસા રહે છે. તેમ છતાં આપ મહાપ્રભુની આજ્ઞા થયે વખતનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ માનું છું. તેમજ મારૂ જવું આવવું ઘણેભાગે અમદાવાદ સાણંદ અને વિરમગામ થયા કરે છે. માટે અમદાવાદમાં પોપટલાલભાઇની પાસે તથા સાણંદ રહું ત્યાં સુધીમાં ગોધાવી ગામ નજીકજ છે. માટે કોઇ વખત વનમાળીભાઇ સમીપે જવું આવવું સમાગમ માટે થાય તે માટે આજ્ઞા પ્રમાણે વર્તવા ઇચ્છા રાખું છું. અને કોઇ કારણ પ્રસંગે મારા પરમઉપકારી અને પરમ હેતુ લલ્લુજી ૧૦૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy