SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ SS સત્સંગ-સંજીવની (SE) SERS સંગથી બગડે છે. આપ આજ્ઞા કરો તો હું ખંભાતવાસી પરમ પવિત્ર પૂ. શ્રી અંબાલાલભાઇ પાસે જાઉં, કૃપા કરી હે દયાળુ નાથ, મને આજ્ઞા ફરમાવશો. હે જીવન્મુક્ત નાથ ! વેદની કર્મનું પ્રબળ હોવાથી દેહનો ધર્મ સાચવે છે. આયુષ્યનો નિરધાર નથી, તેમ અહીં જ્ઞાનીનો વિરહ છે માટે હે નાથ, હવે તો મુંઝવણ થાય છે. તેમ એકલા પુરૂષાર્થ થઇ શકતું નથી. માટે ખંભાત જઈ પુરૂષાર્થ થાય તો ઠીક, નીકર હું અનાથ આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબીશ. હે કૃપાળુનાથ ! ભક્તિનો ભારે વિરહ પડ્યો છે, તેમજ આ જીવની ઘણી મૂઢતા ને ઘણીજ અજ્ઞાનતા થઇ પડી છે. હે ભગવાન ! આપ તો અનંતજ્ઞાની છો. જેમ યોગ્ય લાગે તેમ કૃપા કરી આજ્ઞા ફરમાવશો. એ જ કામ સેવા ફરમાવશો. કોઇ ભૂલથી, અવિનયથી, અશાતનાથી, સ્વછંદપણે લખ્યું હોય તો હે નાથ ! આપ પાસે ક્ષમા માગું છું.આપની સમીપમાં રાખો, અનાદિના બંધનથી છોડવો. અનાદિની ભૂલમાં પડેલી બાલિકાને ત્વરાથી મૂકાવો. હે નાથ હું કાંઇ સમજતી નથી. ‘ઝઝા ઝાંખી જોને જેહ, વિના વાદળ જો વરસે મેહ’ તેનો ઉત્તર દયા લાવી આપશો. અલ્પજ્ઞ ઉગરીના નમસ્કાર. અમદાવાદ, મહા વદ ૯ શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. શ્રી સદ્દગુરૂ દયાવંત, ક્ષમાવંત, નિર્મોહી, નિર્વિકારી, કૃપાવંત પ્રભુ, ધર્યવંતા, વિવેકવંતા, બોધના આપનાર, પરિપૂર્ણ યોગિન્દ્ર, અનાથના નાથ, અશરણના શરણ, કરૂણાના સાગર, સમીતિવંત, ત્રણ ગુપ્તિવંત, અનેક ગુણે કરી સહિત હે ભગવાન ! આપના ગુણો તો ઘણા છે, મારી તુચ્છબુદ્ધિથી લખી શકાતા નથી. ‘ગુરૂ વિના ગમે નહીં, ગુરૂ વિના ઘોર અંધાર, ગુરૂ નયણે નિરખ્યા વિના, રાત દિવસ નહીં જાય.” પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂજીને ઘણા દિવસની વિયોગી બાલિકા તિખુત્તાનો પાઠ ભણી વારંવાર નમસ્કાર કરું છું અને કૃપા કરી પત્ર દ્વારે દર્શન આપશો એવી આશા રાખું છું. હે નાથ, આપને અરજ કરું છું કે આપની સમીપમાંથી આવ્યા પછી એક માસ સુધી દશા સારી રહી હતી. અને ફરી એ દશા આવતી નથી. હે નાથ ! માન આવે છે ને તૃષ્ણારૂપી વેલીમાં વીંટાણી છું, તેમ માયાના પાશમાં બંધાણી છું. અંતઃકરણમાં શુદ્ધ વિચાર થઇ શકતો નથી. હે નાથ ! આપ પામર બાલિકાને આજ્ઞા કરો તો હું ત્યાં આવું કે જેથી અનાદિની ભૂલ મટે, અને ભક્તિમાં લીન થઇ જવાય. હે નાથ ! ગમે તેવું કુપાત્ર હોય તો પણ સત્યરૂષની વાણીથી સુપાત્ર થાય છે. તેમ હું કુપાત્ર છું. આપ જેવા ધીંગોધણી મલ્યા છતાં જોગતા કેમ આવતી નથી ? હે ભગવાન ! આ મૂઢની દુષ્ટની અરજ ધ્યાનમાં લેશોજી. લિઃ ઉગરીના પ્રણામ વાંચશોજી. શાહ સોમચંદ હરિલાલ, છીપાપોળ, અમદાવાદ, પત્ર-૧૦૮ શિરછત્ર, તીર્થસ્વરૂપ સાચા સદ્ગુરૂ પરમકૃપાળુ દેવ રાયચંદ્ર પ્રભુની પવિત્ર સેવામાં નિવેદન. વિરમગામથી લી. આપની દાસી, આપના અમૂલ્ય દર્શનની અભિલાષી શુભ ઇચ્છાવાન બાઇ નાથીનાં સપ્રેમ ભક્તિથી સવિનય પૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય. ૧૦૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy