SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની હે નાથ ? મને સત્સંગનો તદન અભાવ છે અને જ્ઞાનને વૃધ્ધિ ક૨વાના બદલામાં પાડવાના કારણો વળગણે પ્રવર્તન થયા કરે છે. તેથી એમ રહે છે કે તેવો પ્રસંગ પાડવાથી પણ અલગ રહેવાય તો રહેવું તે પણ આપ કૃપાવંતને નિવેદન કરૂં છું. હે નાથ તૃષ્ણાનો ક્ષય થતો નથી પણ ઉલ્ટું મોક્ષમાં આ સંસારને લઇ જવો હોય તો બહુ સારૂ અથવા મન, સગા, સ્નેહી – કુટુંબ પરિવારમાં રહ્યા કરે ને મોક્ષ પણ કરવો તે નહી બનવા તુલ્ય છે. શરીર ઉપરની વ્હાલપ પાર વિનાની છે. એક સાંઢ દોડતો આવે તો નાશીને તેનાથી બચવાનું કરે. રોગ ઉત્પન્ન થતા ભય, શ૨ી૨ કૃષ થવાનો ભય વિગેરે ભયે તો બાકી રાખી નથી. જે આત્માના જ્ઞાનાદિ ગુણો લુંટાય છે તેનો તો ભય બીલકુલ જણાતો નથી. જેનો ભય રાખવો જોઇએ તેને તો ખુલ્લા મૂક્યા છે ને જેને કોઇ જાતનો સંબંધ નથી. સજાતિપણું નથી તેને વાસ્તે કેટલી બધી સંભાળ, આ પણ આશ્ચર્ય છે. હે નાથ ! જે તસ્કરો ગુણરૂપી ધન લુંટીને લઇ ગયા છે તેને મારીને આત્માના ગુણો હું ક્યારે મેળવી શકીશ ? મારામાં તે શક્તિ નથી. હું અશક્ત થઇ પડ્યો છું. માટે હે દીન દયાળ પ્રભુ ! મને સહાય થાઓ. ને આપનો એજ ધર્મ છે કે જે દીન છે તેને સહાયક થવું, માટે તે ગુણનું અવલંબન મને આપો ને જે મારૂં ધન છે તે મને મેળવી આપો યોગવાસીષ્ટમાં ઘણો બોધ છે તે વિચાર શક્તિને ઘણી આગળ દોરે છે. જગત ભ્રમ છે. પંચવિષય પણ ભ્રમ છે ને છેવટ સ્થૂલ સૂક્ષ્મ ને કા૨મણ શરીર પર્યંત તમામ જૂઠું ઠરાવી તેમાંથી આત્માને ન્યારો કાઢી ફક્ત એજ સત્ય છે તે સિવાય કાંય નથી. આ પ્રમાણે દૃઢીભૂત થાય છે તો પછી શું ઇંદ્રિયના વિષયમાં સુખ માનશે, નજ માને. કારણ કે તે તો ખોટું છે, વિકાર રૂપ છે તો ત્રણ શરીરમાં આનંદ શી રીતે માનશે. માટે તમામમાંથી તૃષ્ણા ક્ષય કરવામાં એ વજરૂપ છે એમ મને તો ભાસે છે. માટે મને પણ આત્મા સિવાય બીજું ખોટું છે, મિથ્યા છે તેમ ભાસી તેમાંથી વૃત્તિ સંક્ષેપાય તેમ હે નાથ ! ક૨શો એજ વિનંતિ. મારે રાળજ આવવું હતું પણ કોઇને કોઇ ઉપાધિ આવી પડે છે ને મુંબઇ જવાનો વિચાર પણ રહ્યા કરે છે તેથી બે ખર્ચ કરવા એમ મનમાં આવતું નથી પણ એકીજ વખતે ખર્ચ કરવાનું કરવું તેથી ત્યાં આવવાનું ચોક્કસ થઇ શકે તેમ નથી. ભાઇ સુખલાલને ત્યાં આવવાની ઘણી ઇચ્છા હતી, તેને હજુ તાવ છે તેથી આવી શકે તેમ લાગતું નથી. લીઃ પામર સેવક કે, ન.- ભાઇ ના સવિનય વંદના સ્વીકારશોજી. (જવાબ વ. ૭૦૬) પત્ર-૯૭ હે કૃપાળુ । દેવ ! શ્રી વસો ક્ષેત્રે આપની તરફથી ઉત્કૃષ્ટ સાધનરૂપ બે મંત્ર મળેલા છે. તેની પાંચ પાંચ માળા ફેરવું છું. તેમજ તે પવિત્ર વચનામૃતોનો જાપ અહર્નીશ ઇચ્છું છું. હે દયાળુ દેવ ! તે વિદીત થાઓ. હે બાપાજી ! સંસ્કૃત ભાષા શીખવાની આજ્ઞાનું આરાધન કરવામાં આ બાળકે પ્રયત્ન પ્રથમ કરેલ પણ હે નાથ, હિન પુરૂષાર્થથી નહીં ફાવેલો પણ હવે તે પ્રયત્ન ક્યારે થાય એ ઇચ્છાવાળો છું. તત્વાર્થ સૂત્ર મંગાવ્યું છે તે આપ કૃપાથી નિરંતર મનન કરીશ. હે બાપાજી, શ્રી ખેડા ક્ષેત્રે મારી ઉપર પરમ કૃપા કરી હીત શિક્ષા કહી તે માવીત્ર વિના બીજું કોણ કરનાર છે. સં. ૧૯૫૨ અષાડ શુદ ૬ હે નાથ ? આપ કૃપાવંત સાહેબે જે પેટલાદમાં ઉપદેશ આપ્યો હતો તે હજુ જ્યારે યાદ આવે છે તે વખતે બહુ સ્ફુરે છે. તેમજ ઉદેલમાં જે બોધ મળ્યો હતો તે વિગેરે ધ્યાનમાં રાખીશ. હાલ કાંઇ ક્રીયા થતી તો નથી. તો પણ વખતે કિંચીત થતી હશે તો તેને આત્મા સાથે જોડવાપણું જ કરવામાં આવે છે. બાકી કોઇ પ્રકારની વાંછના તરીકે નહીં. જો કદીકને તેવી વૃત્તિ કોઇ વખત સ્ફૂરે તો તેને બનતાં સુધી મંદ કરી કાઢી નાખવાનું પ્રયત્ન કરવામાં આવે છે. આ વૃત્તિ કંઇક જાણવામાં આવી તે આપનો જ પ્રતાપ છે. ૯૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy