SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની જ્યારે હું ઓળખીશ ત્યારે જ હું પરમ સુખી થઇશ. પણ આપ જેવા સદ્ગુરૂ મેં ન જાણ્યા હોત તો આ બાળકનું શું એ પણ થાતાં આત્મસ્વરૂપ તો ક્યાંથી જ ઓળખાત. કંઇ ખરો રસ્તો જડતોજ નહીં અને આડે અવળે રસ્તે જવાથી હું પરમ દુઃખી થાત ને મોક્ષરૂપી રસ્તો કદી પણ જડત નહીં એમ મને નક્કી જણાય છે. અમદાવાદથી લી, અલ્પેશ નગીનના નમસ્કાર સ્વીકારશો. ભૂલચુક માફ કરશો ને ફરી ન આવે તેમ મને સમજાવશો ને આ સંસારરૂપી સર્વ બંધનમાં પડ્યો છું તેથી છોડાવશો અને બંધનમાં પડવાથી અનંતાભવનું દુઃખ છે એમ જાણવા છતાં પણ છૂટતું નથી તેથી આપ છોડાવશો. છૂટવાની બહુંજ ઇચ્છા રહે છે પણ હું જાણું છું કે આપ જેવા ઉત્તમ ગુરૂ મલ્યા છો તેથી મોડું વહેલું જ્યારે ત્યારે છૂટીશજ. ભાઇ પોપટભાઇ તથા વનમાળીભાઇ તથા ઠાકરશીભાઇ તથા મહારાં માસી પારવતીબેન તથા ઉગરીબેન વતી તથા મહારી વતી વારંવા૨ સમે સમે નો નમસ્કાર સ્વીકારશો. પત્રનો લાભ કૃપા કરી આપશો. એજ વિનંતી સ્વીકારશો. E (જવાબ વ. ૮૬૩) કવિશ્વર રાયચંદ્ર રવજીભાઇની સેવામાં રેવાશંકર જગજીવનને ત્યાં - મોરબી શ્રી જૈનધર્મ પ્રસારક સભા - ભાવનગર મહેરબાન રાયચંદ્ર વિ. રવજીભાઇ P 191 PIESHE 30 આપનું પત્તુ મળ્યું. મોક્ષમાળા જેટલી મોકલવા મરજી હોય તેટલી રેલ્વે પારસલથી વવાણિયેથી મોકલે એમ ત્યાં કૃપા કરી લખશો. તેના પૈસા અહીંથી આપીશું. આપે તેની કીંમત સભા ખાતે અર્પણ કરવા લખ્યું જેથી સભા આભારી થઇ છે, આપના તરફથી હિત શિક્ષા યુક્ત પત્ર મળવાની આકાંક્ષા પહેલી ફુરસદે પૂરી પાડશો. મારે લાયક કાર્ય ફરમાવશો વધુ કા લી. આભારી કુંવરજી આણંદજીના બહુમાનપૂર્વક પ્રણામ. પત્ર-૯૨ મોક્ષમાળા અહીં થઇ રહી છે ને ઘરાકો આવે છે. માટે જો હોય તો નંગ ૧૦૦ સુધી મોકલાવશો. 20/01/ SKIP Bun માગશર સુદ ૧, ૧૯૫૩ પત્ર-૯૩ શ્રી વવાણીયાબંદર પરમોપકારી ભાઇશ્રી રાયચંદ્રભાઇ રવજીભાઇ લિ. સેવક કુંવરજી આણંદજીના જયજિનેન્દ્ર une બહુ દિવસથી આપના તરફથી પત્ર લાભ મળ્યો નથી. અને મેં પણ પ્રમાદ યોગથી લખ્યો નથી. બહુ દિવસથી હું સંસારીક વ્યગ્રતાના વમળમાં વધારે ઘસડાયો છું. ઘ૨ ક૨વામાં મશગુલ હતો. ત્યાર બાદ ગૃહિણીની માંદગી વિ. માં તથા બીજા વ્યવહારિક અનેક કાર્યો પાટીયું માર્જન - કામ, જાહેર મેળાવડા, મ્યુનિસિપાલિટી, દેરાસર સંબંધી કાર્ય, લાઇનનો ફેરફાર કરાવવાનો પ્રયત્ન વિ. બાબતોમાં અત્યાર સુધી વહ્યા કરૂં છું. આત્મસ્વરૂપ ચિંતવનમાં યા આત્મહિતની કર્તવ્યતાને બીલકુલ ભૂલી ગયા જેવો છું. ૯૪ HT
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy