SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ RSS સત્સંગ-સંજીવની SSA SSA() મને બોલવા રૂપે સંસાર અનંત દુ:ખનો આપનાર છે વળી નાશાત્મક છે વગેરે. ઘણાજ દુઃખનો વર્ણન કરવાને આ બાળક શક્તિવાન નથી. તે દુ:ખથી રહિત થાવું છે તે માટે હું એમ નક્કી જાણું છું કે તે આપના હાથમાં છે. આ બાળકને આ જગતમાં આપનો આધાર છે. આ જગતને વિષે મને બીજા કોઇનો આધાર નથી. આ જગતમાં આપના જેવા કોઇક જ વિરલાજ સત્યરૂષ હશે. પણ મને આજ દિન પહેલાં સત્યરૂષ મળ્યાજ નહોતા. આજદિન સુધી જે મેં ખરા માન્યા હતા તેમાં મને કોઇ સગુરૂ મલ્યાજ નહોતા, એવું મેં સત્સંગના પ્રતાપે જાણ્યું. આવું લખ્યું છે તે કોઈ પણ રાગદૃષ્ટિથી લખ્યું નથી પણ હું સત્સંગમાં ભાઇ પોપટલાલ તથા ભાઇ ઠાકરશી ભાઇ વગેરે સપુરૂષના સમાગમ વાસથી મને નક્કી ખાત્રી થઇ છે પરંતુ ગુરૂ પર રાગ તો વધારવાનો જ છે. પણ આવું જે મેં લખ્યું છે કે આપના જેવા સદ્દગુરૂ મને આજ સુધી મલ્યાજ નહોતા તે સત્યરૂષના લીધે જ મને અવશ્ય નક્કી ખાતરીથી લખ્યું છે, વળી ૨-૩ દિવસ ઉપ૨ ભાઇ ઠાકરશીભાઇએ શ્લોક કહ્યા હતા. તેમાં તેમણે પણ કહ્યું હતું, આ જીવ મોક્ષ માટે અનંતા સાધન મારા જેવાથી ના બની શકે તેવા સાધનો પણ આ જીવે અનંતી વખતે ક્ય છે, તો પણ આત્માનું કલ્યાણ સગુરૂવિના થયું નહિ તે ખરૂજ છે. તેથી કરી આ બાળકે આપને સગર જાણ્યા તેથી મને આપના દરશનની અગર સમાગમની મને બહુજ ઇચ્છા રહે છે. શાથી કે ત્યાં સુધી આત્મસ્વરૂપ ઓળખાતું જ નથી. વળી આ જીવને આયુષ્યનો પણ ભરૂસો અગર ખબર નથી. વાસ્તુ મને ઘણી જ તાકીદથી આપના સમાગમની બહુ જ ઇચ્છા રહે છે. વળી હાલમાં મેં મોહમુદ્ગર નામનું પુસ્તક ઘણુંજ ઉત્તમ છે તે મેં વાંચી પુરૂં કર્યું છે. હવે જે આપ મને આજ્ઞા આપો તે હું વાંચું. વળી હાલમાં મને ભાઇ પોપટલાલને ત્યાં જતાં બહુ અટકાવ નથી કરતા પણ તેમને કોઇ માણસ ખોટું સમજાવનાર મળે છે ને મારામાં કંઇ અવગુણ આવે ત્યારે જ મને અટકાવે છે. પણ હું નક્કી જાણું છું કે કોઇ દહાડો ધરમના સાધનમાં અચકવાનો નથી. વળી તેમ પણ હું જાણું છું કે આપનો સમાગમ થયા પછી મહારા અવગુણો અવિનય વિગેરે સર્વે દુઃખનો નાશ થશે. વળી અહીં ૩-૪ દિવસ પર વિરમગામવાળા ભાઇ સુખલાલભાઇ આવ્યા હતા તે ૧ દિવસ રહીને બીજે દિવસે સાંજે વિરમગામ ગયા. મહારે તેમનો ૨-૩ કલાક સમાગમ રાત્રે બન્યો હતો. તેથી મને તેમણે સારી રીતે શીખામણ આપી હતી, તેથી મને હાલમાં કાંઇ અંશમાં ક્રોધ ઓછો થયો હોય તેમ મને લાગે છે. મુકવાનો તો સર્વપ્રકારે મને ઇચ્છા રહે છે. વળી તેમના આવ્યાથી મને ધર્મનું દઢપણું વિશેષ પ્રકારે થાય છે. વળી ૨-૩ દિવસ પર ગામ ગોધાવીવાળા વનમાળીભાઇ આવ્યા છે તેથી પણ સારો ફાયદો થાય છે ને તે હજા થોડા દિવસ રહેવાના છે. વળી હું ભાઇ પોપટલાલના સમાગમમાં ઘણા ભાગે જતો રહું છું તેથી હું ઘણોજ સંતોષ પામું છું. વળી હાલમાં મારી સ્થિતિ અથવા પરગતી એવી છે કે બોલવારૂપે એમ જાણું છું કે સર્વે વિષય મુકવાજ છે પણ હું આ પુદ્ગલિક શરીર સેજ અશક્ત રહેવાથી મધ વગેરે દવાઓ ખાવાના સદાય મને વિચાર રહે છે. શરીર પર મોહ હજુ ઘણો જ છે, ખાવા પીવા પહેરવા અથવા સ્ત્રીઆદિક ઉપરનો મોહ હજુ ઓછો થયો જણાતો બિલકુલ નથી. હવે વિષય વધારવાના ઉપાય કરવાથી વિષય શી રીતે ઘટશે અને શરીર શી રીતે ચલાવવું ? જેમ આપની આશા હોય તેમ હું કરીશ. આપ દયાળુ પુરૂષ છો, મને દયા કરી કૃપા કરી રસ્તો બતલાવશો. આ બાળક તો સાવ અજાણ ને અણસમજા છે. પત્ર પણ મને લખતાં આવડતો નથી, આ કાગળ લખતાં જે અવિનય અભક્તિથી અશાતનાથી જે લખ્યું હોય તે આપ માફ કરશો ને ક્ષમા કરશો ને હવેથી ભૂલચૂક ન આવે તેમ આ બાળકને સમજાવશો અથવા વિનય વિવેકને વિચાર મને સમજાવશો. હું હજા કશુંપણ જાણતો નથી. હાલ અજાણ છું. આપનો પત્ર પહેલાં મારા પર આવેલો તે મને પહોંચ્યો હતો. પછી મેં પણ લખ્યો હતો તે આપને પહોંચ્યો હશે. વળી આ પત્ર આપને પહોંચ્યાથી મને પત્રનો લાભ કૃપાકરી દયા નિમિત્તે આપશો જેથી હું અત્યંત સંતોષ પામું. વળી લખવા કારણ એ પણ છે કે મને આત્મસ્વરૂપ ઓળખવાની ઘણીજ ઇચ્છા છે. તે આપનાથી મોડું વહેલું પણ ઓળખાવશો જ.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy