SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સમા. લક્ષણનું પ્રયોજન (= ફળ) ‘લક્ષ્યને ઇતરથી વ્યાવૃત્ત કરવું' એ છે. દીપિકા ટીકામાં પણ કહ્યું છે કે ‘વ્યાવૃત્તિ વ્યવહારો વા લક્ષળસ્ય તમ્'. જો લક્ષણ અવ્યાપ્તિ વગેરે ત્રણ દોષોથી રહિત હોય તો અનુમાન કરતી વખતે લક્ષણ ‘સવ્હેતુ’ બની જશે. અને હા, લક્ષ્ય‘પક્ષ’ બને અને ઈતરભેદ ‘સાધ્ય’ બને અને તે સહેતુ ઈતરભેદ રૂપ સાધ્યની સિદ્ધિ કરશે. જેમ કે કેવલીનું લક્ષણ ‘ ધાતિર્મક્ષયવત્ત્વમ્' એવું કરીએ તો, અનુમાનાકાર આ પ્રમાણે થશે... વલી(પક્ષ) તરપિન:(સાધ્ય) યાતિમંક્ષાત્ ( હેતુ) અર્થાત્ કેવલીએ ઘાતિકર્મનો ક્ષય કર્યો હોવાથી ઈતરથી ભિન્ન છે. પરંતુ જો લક્ષણમાં ત્રણ દોષ દૂર કરવામાં ન આવે તો અનુમાન કરતી વખતે લક્ષણ અસદ્ હેતુ બનીને ઈતરભેદરૂપી સાધ્યને સિદ્ધ નહીં કરી શકે. અર્થાત્ લક્ષણનું મુખ્ય પ્રયોજન જે ‘ઈતર વ્યાવૃત્તિ’ છે તે સિદ્ધ નહીં થઈ શકે. તે આ પ્રમાણે... (૧) લક્ષણ જો અવ્યાપ્તિ દોષવાળું હશે તો અનુમાન કરતી વખતે અવ્યાપ્તિદોષ એ ભાગાસિદ્ધદોષ = હેત્વાભાસ બની જશે અને એનાથી હેતુ દૂષિત બનશે. (હેતુનું પક્ષના એક દેશમાં ન રહેવું તે ભાગાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.) દા.ત. → કેવલીનું અવ્યાપ્તિ દોષવાળું ‘અષ્ટપ્રાતિહાર્યવત્ત્વ’ લક્ષણ કરશું તો અનુમાન પ્રયોગ થશે......‘વળી ફતરમેવવાન્ અષ્ટપ્રાતિહાર્યવત્ત્વાત્' અહીં સામાન્ય કેવલી અષ્ટપ્રાતિહાર્યવાળા ન હોવાથી ‘અષ્ટપ્રાતિહાર્ય’ હેતુ કેવલી રૂપ પક્ષના સામાન્ય કેવલી રૂપ એક ભાગમાં ઘટતો નથી. તેથી ‘અષ્ટપ્રાતિહાર્ય’ હેતુ ભાગાસિદ્ધ નામના દોષથી દૂષિત બનશે. એના કારણે ઈતરભેદરૂપ સાધ્યને સિદ્ધ નહીં કરી શકે. અર્થાત્ અનુમતિ નહીં થઈ શકે. (૨) લક્ષણ જો અતિવ્યાપ્તિ દોષવાળું હશે તો અનુમાન કરતી વખતે અતિવ્યાપ્તિદોષ એ વ્યભિચાર હેત્વાભાસ બની જશે અને એ દોષથી હેતુ દૂષિત બનશે. (સાધ્યના અભાવવાળામાં હેતુનું રહેવું એ વ્યભિચાર દોષ કહેવાય છે.) દા.ત. → કેવલીનું અતિવ્યાપ્તિ દોષવાળું ‘ઉપયો।વત્ત્વ’ લક્ષણ કરશું તો અનુમાન પ્રયોગ થશે...... વતી તામેવાન્ પયો વિત્ત્તાત્ અહીં ‘ઉપયો।વત્ત્વ’ હેતુ કેવલીથી ભિન્ન બીજા જીવોમાં પણ હોવાથી ‘ઉપયોગવત્ત્વ’ હેતુ વ્યભિચાર દોષથી દૂષિત બનશે. એના કારણે હેતુ ઈતરભેદરૂપ સાધ્યને સિદ્ધ નહીં કરી શકે. ->> (૩) લક્ષણ જો અસંભવ દોષવાળું હશે તો અનુમાન કરતી વખતે અસંભવદોષ એ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ બની જશે અને એ દોષથી હેતુ દૂષિત બનશે. (હેતુનું પક્ષમાત્રમાં ન રહેવું તે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.) દા.ત. કેવલીનું અસંભવ દોષવાળું ‘મોહનીયર્મવત્ત્વ’આ લક્ષણ કરશું તો અનુમાન પ્રયોગ થશે...‘વળી ફતરમેવવાન્ મોહનીયર્મવત્ત્વાત્' મોહનીયકર્મવાળા કોઈ પણ કેવલી હોતા નથી. તેથી ‘મોદનીય મં’ રૂપ હેતુ પક્ષરૂપ કેવલી માત્રમાં ન રહેતું હોવાથી સ્વરૂપાસિદ્ધ દોષથી દૂષિત બનશે. તેથી હેતુ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy