SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દા.ત. - “તિર્નક્ષયવ75 ફેવતિનો સંક્ષY” અહીં લક્ષ્ય કેવલી હોવાથી, લક્ષ્મતાવચ્છેદક કેવલિત્વ અને લક્ષણ ઘાતિકર્મક્ષય છે. તેથી બને પરસ્પર ભિન્ન છે. તેવી રીતે બન્યવત્ત્વમ્ પૃથિવ્યા નક્ષત્' અહીં પણ લક્ષ્યા પૃથ્વી હોવાથી લક્ષ્મતાવચ્છેદક પૃથ્વિત્વ જાતિ અને લક્ષણ ગન્ધાત્મક છે, જે ગુણ છે. તેથી બંને પરસ્પર ભિન્ન છે. શંકા : લક્ષ્યાવચ્છેદક અને લક્ષણને એક માનવું દોષરૂપ કેમ છે? સમા. : “નક્ષતક્ષ્યતવિચ્છેદ્યરત્યેનોશ્યતવિચ્છેદ્રવિધેયતવિચ્છેદ્રયોમેવાણીવધાનુમિત્યોરસિદ્ધિઃ” (પ્રતિબિમ્બટીકા) અર્થાત્ લક્ષણ અને લક્ષ્યાવચ્છેદકની એકતા વડે ઉદેશ્યાવચ્છેદક અને વિધેયાવચ્છેદકમાં અભેદ થાય છે. અહીં વિધેયતાવચ્છેદકથી વિધેય પણ સમજવું. અને તેથી શાબ્દબોધ અને અનુમિતિ થતી નથી. તે આ પ્રમાણે - જે લક્ષ્ય છે તેને ઉદેશ્ય કહેવાય છે અને લક્ષ્મતાવચ્છેદકને ઉદેશ્યતાવચ્છેદક કહેવાય છે, જે જ્ઞાત હોય છે. તથા લક્ષણને વિધેય કહેવાય છે જે અજ્ઞાત હોય છે. (નહીં જણાયેલા અર્થનું વિધાન કરવું તે જ વિધેય છે.) હવે જો લક્ષ્યાવચ્છેદક અને લક્ષણ બને એક હોય તો ઉદેશ્યાવચ્છેદક અને વિધેય બન્ને એક થઈ જશે. આમ ઉદેશ્યતાવછેદક દ્રવ્યત્વજાતિ જે જ્ઞાત છે તેનું જ પુનર્વિધાન કરવાથી પુનરુક્તિ થશે. જે દોષપ્રદ મનાશે. અને અર્થને જાણવાની ઈચ્છા નહીં હોવાથી શાબ્દબોધ = વાક્યર્થ બોધ ન થવાની આપત્તિ આવશે. (૨) સારું, તો અમે દ્રવ્યનું લક્ષણ જુવર્વમ્' કરશું. તેથી લક્ષ્મતાવચ્છેદક દ્રવ્યત્વજ્ઞાતિ અને લક્ષણ ‘ગુણ” બન્ને ભિન્ન હોવાથી પૂર્વોક્ત દોષ નહીં આવે. અને આ લક્ષણ અવ્યાપ્તિ વગેરે દોષવાળું પણ નથી કારણ કે ભલેને આકાશ વગેરે અમુક દ્રવ્યમાં ક્રિયા ન રહેતી હોય તો પણ આકાશમાં શબ્દ નામનો ગુણ, આત્મામાં જ્ઞાન વગેરે ગુણ તો રહે જ છે. હા, કાલ અને દિશા દ્રવ્યમાં રૂપ, રસ વગેરે ગુણો ભલે દ્રષ્ટિગોચર થતા ન હોય પરંતુ સંયોગ, વિભાગ, સંખ્યા, પરિમાણ અને પૃથકત્વ આ પાંચ ગુણો તો બધા જ દ્રવ્યોમાં રહેતા હોવાથી કાલ અને દિશામાં પણ દ્રવ્યનું “ગુણવત્ત્વમ્' લક્ષણ સુતરાં ઘટી જશે. શંકા : “TUવિત્ત્વમ્' લક્ષણ હજી પણ અવ્યાપ્તિ દોષથી દૂષિત છે. “જે લક્ષણ લક્ષ્યના એક દેશમાં ન ઘટે તે લક્ષણ અવ્યામિ દોષવાળું કહેવાય છે.” “ગુણવત્ત્વ આ દ્રવ્યનું લક્ષણ લક્ષ્યના એક દેશમાં નથી ઘટતું કારણ કે નિયમ છે “ઉત્પન્ન ક્ષvi દ્રવ્ય નિ નિક્રિયે વ તિષ્ઠતિ’ અર્થાત્ ઉત્પન્ન થયેલું દ્રવ્ય આદ્યક્ષણે ગુણ વિનાનું અને ક્રિયા વિનાનું હોય છે. તેથી આક્ષણમાં રહેનારા ઘટાદિ દ્રવ્યમાં ગુણની ઉત્પત્તિ થતી નથી. તેથી દ્રવ્યનું “ગુણવત્ત્વ લક્ષણ ઉચિત નથી. પ્રતિશંકા : પરંતુ ભાઈ, તમારા “ઉત્પન્ન ક્ષ દ્રવ્યું...' આ નિયમમાં પ્રામાણ્ય શું છે? સમા. : ન્યાયદર્શન એ દ્રવ્ય અને ગુણ વચ્ચે કાર્યકારણભાવ માન્યો છે. અર્થાત્ દ્રવ્ય
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy