SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ વાક્યાથજ્ઞાન मूलम् : वाक्यार्थज्ञानं शाब्दज्ञानम्। तत्करणं शब्दः॥ શબ્દથી જન્ય જ્ઞાનને વાક્યર્થજ્ઞાન એટલે શાબ્દજ્ઞાન કહેવાય છે અને તેનું કારણ શબ્દ છે = પદજ્ઞાન છે. (प.) नन्वेतावता शाब्दसामग्री प्रपञ्चिता। प्रमाविभाजकवाक्ये शाब्दस्याप्यद्दिष्टत्वेन तत्कुतो न प्रदर्शितमित्यत आह-वाक्यार्थेति।शाब्दत्वं च शब्दात् प्रत्येमी' त्यनुभवसिद्धा जातिः। शाब्दबोधक्रमो यथा-'चैत्रो ग्रामं गच्छती' त्यत्र ग्रामकर्मकगमनानुकूलवर्तमानकृतिमांश्चैत्र इति शाब्दबोधः। द्वितीयायाः कर्मत्वमर्थः। धातोर्गमनम्। अनुकूलत्वं च संसर्गमर्यादया भासते। लटो वर्तमानत्वमाख्यातस्य कृतिः। तत्संबन्धः संसर्गमर्यादया भासते। 'रथो गच्छती' त्यत्र गमनानुकूलव्यापारवान् रथ इति शाब्दबोधः। 'स्नात्वा गच्छती' त्यत्र गमनप्रागभावावच्छिन्नकालीनस्नानकर्ता गमनानुकूलवर्तमानकृतिमानिति शाब्दबोधः । क्त्वाप्रत्ययस्य कर्ता पूर्वकालीनत्वं चार्थः। एवमन्यत्रापि वाक्यार्थो बोध्यः। | | કૃત્તિ પરત્વે શપરિચ્છે છે પદકૃત્ય હમણા સુધી વાક્યાર્થબોધની કારણ સામગ્રીનું વર્ણન કર્યું પરંતુ યથાર્થાનુભવના ચારભેદોમાંથી શાબ્દપ્રમો ઉદેશ્યતા નિર્દિષ્ટ છે એને હમણાં સુધી શા માટે બતાવી નથી? એવો પ્રશ્ન ઉપસ્થિત થતા મૂલકાર કહે છે. વાક્યર્થજ્ઞાનને જ શાબ્દજ્ઞાન કહેવાય છે. “શબ્દ પ્રમ' અર્થાત્ “આ જ્ઞાન મને શબ્દ દ્વારા થયું છે' એવો અનુભવબોધ પ્રાયઃ કરીને બધી વ્યક્તિઓને થાય છે, તાદશ વાક્યર્થજ્ઞાનોમાં અનુગત જે “શાબ્દત્વ છે તે અનુભવસિદ્ધ જાતિ છે. આશય એ છે કે જેવી રીતે ‘પદોડયમ્' પટોડયમ્' ઇત્યાદિ અનુભૂતિ સર્વસાધારણ હોવાથી ‘ઘટવ' જાતિ અનુભવસિદ્ધ છે, તેવી જ રીતે વાક્યર્થજ્ઞાન પણ જનસાધરણ દ્વારા અનુભૂયમાન હોવાથી “શાબ્દત્વ' જાતિ પણ અનુભવસિદ્ધ છે. હવે વાક્યાર્થબોધના ક્રમને બતાવે છે..... અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે કર્તુવાચ્ય અને કર્મવાચ્ય વાક્યોમાં નૈયાયિક પ્રથમાંતપદોપસ્થાપ્ય પદાર્થની પ્રધાનતા કરે છે તે આ રીતે... * ‘ચૈત્રી ગ્રામં છત' આ સ્થળના વાક્યાર્થબોધમાં ચૈત્ર' પ્રથમાન્તપદ દ્વારા ઉપસ્થાપ્ય છે માટે ચૈત્રની જ પ્રધાનતા કરવી પડશે. અહીં દ્વિતીયાનો અર્થ “કર્મતા' છે, ધાતુનો અર્થ ગમન' છે, “તિ પ્રત્યયનો અર્થ “કૃતિછે, “તિનો સ્થાની જે “લ” પ્રત્યય છે તેનો અર્થ વર્તમાનકાલીનત્વ છે. (જેના સ્થાનમાં જે પ્રત્યય મુકવામાં આવે છે તેને સ્થાની કહેવાય છે. ‘લના સ્થાનમાં ‘તિ પ્રત્યય થયો છે તેથી ‘તિ'નો સ્થાની ‘લ કહેવાશે) ધાતુઅર્થ “ગમનનો
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy