SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ નિવેશ ન કરીએ તો “અસહોચ્ચરિત' અર્થાત્ “વિલમ્બોચ્ચરિત” પદોમાં અતિવ્યાપ્તિ આવશે. એના વારણ માટે લક્ષણમાં વિખ્યુન' પદનો નિવેશ કર્યો છે. * સંનિધિના લક્ષણમાં ‘પદ્દાનામ્' આ પદ નહીં આપીએ અને માત્ર વિનમ્પનોખ્વાર સંનિધિ' આટલું લક્ષણ કરીએ તો “પટમ્' ઇત્યાદિ આકાંક્ષા સ્થળમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે આકાંક્ષા સ્થળમાં પણ પદોનું વિલમ્બ વગર ઉચ્ચારણ થાય છે. “પાનામ્' કહેવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે આકાંક્ષા તો એક પદની બીજા પદની સાથે હોય છે પરંતુ સંનિધિ ઘણા પદોમાં હોય છે. પાનાં સંનિધિ: પો: ક્રિાફ્લા, પાર્થયો: યોગ્યતા અર્થાત્ ઘણા પદોની વચ્ચે સંનિધિ હોય છે, બે પદોની વચ્ચે આકાંક્ષા હોય છે અને બે પદાર્થોની વચ્ચે યોગ્યતા હોય છે. આકાંક્ષા, યોગ્યતાદિથી શૂન્ય વાક્ય’ પ્રમાણ બનતું નથી એને મૂલકાર ‘તથા ' દ્વારા બતાવે છે. આકાંક્ષા યોગ્યતાદિ રહિતનું દ્રષ્ટાંત મૂલકાર ‘યથા' દ્વારા બતાવે છે. વાક્ય - નિરૂપણ मूलम् : वाक्यं द्विविधम्-वैदिकं लौकिकं च। वैदिकमीश्वरोक्तत्वात्सर्वमेव प्रमाणम्। लौकिकं त्वाप्तोक्तं प्रमाणम्। अन्यदप्रमाणम्। વૈદિક અને લૌકિક ભેદથી વાક્ય બે પ્રકારનું છે. વૈદિક વાક્યો ઇશ્વરદ્વારા ઉચ્ચરિત હોવાથી બધા જ પ્રમાણ છે પરંતુ લૌકિકવાક્યો જે આપ્તપુરુષવડે કહેવાયા છે તે જ પ્રમાણ છે અને શેષ (અનાપ્તપુરુષદ્વારા કથિત) વાક્યો અપ્રમાણ છે. | (ચા) વૈવિશ્વમિતિા વેવામિત્વર્થઃ પુપત્નક્ષUKI તેન વેદમૂનર્મુत्यादीन्यपि ग्राह्याणि। लौकिकं त्विति। वेदवाक्यभिन्नमित्यर्थः । आप्तत्वं च प्रयोगहेतुभूतयथार्थज्ञानवत्त्वम्। ને રૂત્તિ ચાયવોfધન્યાં શબ્દપરિચ્છે છે * ન્યાયબોધિની જ મૂળમાં વૈદિકવાક્યને પ્રમાણ કહ્યું છે તે ઉપલક્ષણ છે અર્થાત્ માત્ર વેદવાક્ય જ પ્રમાણ છે એવું નથી પરંતુ વેદમૂલક સ્મૃતિ આદિ ગ્રન્થ પણ પ્રમાણભૂત સમજવું. વવોધત્વે સતિ સ્વૈતરવોધત્વમુપત્નક્ષUત્વમ્' કહેવાનો આશય એ છે કે મૂલસ્થ વૈદિક પદ એ, સ્વ = વેદ વાક્યોનું પણ જ્ઞાન કરાવશે અને સ્વતર = વેદ આધારિત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ બોધ કરાવશે માટે વેદ અને તન્યૂલક બધા ગ્રન્થો પ્રમાણભૂત કહેવાશે. શબ્દપ્રયોગમાં કારણભૂત જે યથાર્થજ્ઞાન છે તે યથાર્થજ્ઞાનના આશ્રયને આપ્તપુરુષ કહેવાય છે અને એમના દ્વારા ઉચ્ચરિત વાક્ય પ્રમાણ છે, અન્ય વાક્ય અપ્રમાણ છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy