SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ છે. “ઘટપદથી ઘટ પદાર્થનો બોધ થાઓ” એવી ઈશ્વર ઈચ્છાને શક્તિ કહેવાય છે. અર્થ = વાચ્યાર્થની સ્મૃતિના કારણભૂત એવો જે પદપદાર્થની વચ્ચેનો સંબંધ તે જ શક્તિ છે. શક્તિની જેમ લક્ષણા પણ પદવૃત્તિ કહેવાય છે. શક્યનો સંબંધ લક્ષણા છે અને તે જહતું, અજહતું, જહદાજહતુ ભેદથી ત્રણ પ્રકારની છે. + “ યાં પોષ?' અહીં જહલ્લક્ષણા સમજવી કારણ કે “ગંગા' પદના શક્યાર્થ જલપ્રવાહ” વિશેષને છોડીને ‘ગંગા’ પદથી ‘ગંગાતીર'નું ગ્રહણ કર્યું છે. લક્ષણા ક્યારે કરવી જોઈએ? જ્યારે વક્તાના તાત્પર્યની ઉપપત્તિ ન થતી હોય ત્યારે લક્ષણા કરાય છે. જેમ કે ગંગાપ્રવાહમાં ઘોષનું તાત્પર્ય અનુપપન્ન થવાથી “તીર’માં લક્ષણો સિદ્ધ થાય છે. + “છત્રણો યાતિ' અહીં અજહલ્લક્ષણા છે કારણ કે અહીં એક સમુદાય અન્તર્ગતત્વન શક્યા છત્રસહિત અને લક્ષ્યાર્થ છત્રરહિત બંનેનું ગમન જણાય છે. તેથી લક્ષ્ય અને શક્ય બંનેના બોધને જણાવનારી હોવાથી અજહત્ લક્ષણા છે. + “સોડયમઃ' અહીં ત્રીજી લક્ષણા છે કારણ કે “સો’નો અર્થ તદ્દેશ, તત્કાલ વિશિષ્ટ અશ્વ છે અને કય'નો અર્થ એતદ્દેશ, એતકાલ વિશિષ્ટ અશ્વ છે. “તો' અને ‘યમ્' આ બંને પદ પ્રથમાન્ત હોવાથી આ બંનેમાં અભેદ સૂચિત કરાય છે પરંતુ પદશક્તિ દ્વારા બંનેમાં અભેદ કેવી રીતે થઈ શકે? કારણ કે શક્યતા વચ્છેદક = વિશેષણ તદ્દેશકાલ અને એતદ્દેશકાલમાં વિરોધ છે માટે અહીં વિશેષણ એવું તદ્દેશ, તક્કાલ અને એતદ્દેશ, એતદ્દાલનો પરિત્યાગ કરવાથી અને સમાન અંશ “અશ્વ'ને ગ્રહણ કરવાથી જહદજહલ્લક્ષણા થઈ. આકાંક્ષાદિ - નિરૂપણ मूलम् : आकाङ्क्षा योग्यता संनिधिश्च वाक्यार्थज्ञाने हेतुः। पदस्य पदान्तरव्यतिरेकप्रयुक्तान्वयाननुभावकत्वमाकाङ्क्षा।अर्थाबाधो योग्यता। पदानामविलम्बेनोच्चारणं संनिधिः। तथा च आकाङ्क्षादिरहितं वाक्यमप्रमाणम्। यथा गौरश्वः पुरुषो हस्तीति न प्रमाणमाकाङ्क्षाविरहात्।वह्निना सिञ्चेदिति न प्रमाणं योग्यताविरहात्। प्रहरे प्रहरेऽसहोच्चारितानि गामानयेत्यादिपदानि न प्रमाणं संनिध्याभावात्॥ આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ આ ત્રણેય શાબ્દબોધમાં કારણ છે. એક પદમાં બીજા પદના અન્વયનું અનનુભાવકત્વ = અજનત્વ તે અર્થાત્ એક પદ બીજા પદ વિના અન્વયબોધ = શાબ્દબોધ ન કરાવી શકે તે આકાંક્ષા કહેવાય છે, અર્થનો બાધ ન હોય તે યોગ્યતા કહેવાય છે, પદોનું વિલંબ વિના જે ઉચ્ચારણ, તે સંનિધિ કહેવાય છે. ઉપરોક્ત આકાંક્ષાદિથી રહિત વાક્ય અપ્રમાણ છે. દા.ત.+ (૧) “ૌ: પુરુષો દસ્તી' આ વાક્ય અપ્રમાણ છે કારણ કે અહીં પદોમાં પરસ્પર આકાંક્ષા નથી. (૨) વહ્નિના સિગ્ને' આ વાક્ય પ્રમાણ નથી કારણ કે વહિન દ્વારા સિંચનક્રિયાનો બાધ છે અર્થાત્ અર્થ બાધિત હોવાથી યોગ્યતા નથી. (૩) પ્રહર પ્રહરના અત્તરે સાથે નહીં બોલાયેલા ’ ‘મન’
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy