SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ‘ભાગત્યાગ” લક્ષણા પણ કહેવાય છે કારણ કે અહીં ‘તત્’ પદના શક્યતાવચ્છેદક “સર્વજ્ઞત્વ” અને ‘ત્વમ્' પદના શક્યતાવચ્છેદક “અલ્પજ્ઞત્વનો ત્યાગ કર્યો છે. આ લક્ષણાનો “જહતુ’માં અન્તર્ભાવ નહીં કરી શકાય કારણ કે જહમાં તો શક્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે પરંતુ અહીં તો શકયાર્થ ચૈતન્યનો ત્યાગ નથી કર્યો. આ લક્ષણાનો અજન્માં પણ અન્તર્ભાવ નહીં કરી શકાય કારણ કે અજહતુમાં તો શક્યાર્થ સિવાય અન્યોનું પણ ગ્રહણ કર્યું છે (‘ઝામ્યો ધ સ્થિતીમ્' જુવો) પરંતુ અહીં તો કોઈ અન્ય પદાર્થનું ગ્રહણ કર્યું નથી. __(प.) अवसरसंगतिमभिप्रेत्योपमानानन्तरं शब्दं निरूपयति आप्तेति। शब्द इति। शब्दप्रमाणमित्यर्थः । भ्रान्तविप्रलम्भकयोर्वाक्यस्य शब्दप्रमाणत्ववारणाय आप्तेति। ननु कोऽयमाप्त इत्यत आह-आप्तस्त्विति। यथार्थवक्ता = यथाभूताबाधितार्थोपदेष्टा । वाक्यं लक्षयति-वाक्यमिति। घटादिसमूहवारणाय पदेति। शक्तमिति। निरूपकतासंबन्धेन शक्तिविशिष्टमित्यर्थः। अस्मादिति। घटपदाद् घटरूपोऽर्थो बोद्धव्य इतीश्वरेच्छैव शक्तिरित्यर्थः। अर्थस्मृत्यनुकूलपदपदार्थसंबन्धत्वं तल्लक्षणम्। शक्तिरिव लक्षणापि पदवृत्तिः। अथ केयं लक्षणा। शक्यसंबन्धो लक्षणा। सा च त्रिधा। जहद्-अजहद्जहदजहभेदात्। वर्तते च 'गङ्गायां घोष' इत्यत्र गङ्गापदशक्यप्रवाहसंबन्धस्तीरे। लक्षणाबीजं च तात्पर्यानुपपत्तिः। अत एव प्रवाहे घोषतात्पर्यानुपपत्तेस्तीरे लक्षणा सेत्स्यति। 'छत्रिणो यान्ती' त्यादौ द्वितीया। ‘सोऽयमश्व' इत्यादौ तृतीया ॥ પદકૃત્ય ક અવસરસંગતિને જાણીને ઉપમાનની પછી હવે શબ્દનું નિરૂપણ કરે છે. ‘કાતવાર્ય શબ્દ ' આ મૂલોક્ત વાક્યમાં શબ્દનો અર્થ “શબ્દપ્રમાણ” સમજવો. * માત્ર ‘વયં શબ્દઃ' એટલું જ શબ્દપ્રમાણનું લક્ષણ કરીએ તો ભ્રાન્ત અને ઠગ દ્વારા ઉચ્ચરિત વાક્ય પણ શબ્દપ્રમાણ બની જશે માટે લક્ષણમાં “બાપ્ત' પદનો નિવેશ છે. ભ્રાન્તાદિ પુરુષ તો અનાપ્ત હોવાથી એમના દ્વારા ઉચ્ચરિત વાક્યમાં અતિવ્યાપ્તિ નહીં આવે. આપ્તપુરુષ કોને કહેવાય? યથાર્થવક્તાને આપ્તપુરુષ કહેવાય છે. યથાર્થવક્તા = જેનો ઉપદેશ એવો હોય કે જેમાં યથાભૂત અર્થનો બાધ ન થાય. વાયં પસમૂદઃ' ઇત્યાદિ દ્વારા વાક્યનું લક્ષણ કરે છે. * ‘સમૂઢ: વીવીમ્' આટલું જ કહીએ તો ઘટ, પટાદિના સમૂહને પણ વાક્ય કહેવું પડશે માટે લક્ષણમાં ‘પસમૂદ: વીવયમ્' કહ્યું છે. શક્તિનો નિરૂપક પદ છે, માટે નિરૂપકતાસંબંધથી શક્તિવિશિષ્ટને પદ = શક્ત કહેવાય
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy