SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પર્વત ઉપર ધૂમ જોઈને બીજી વ્યક્તિને વહ્નિની અનુમિતિ કરાવવાના પ્રયોજનથી કહે છે કે (૧) પર્વત વિધ્નવાળો છે. (૨) કારણ કે પર્વત ઉપર ધૂમ દેખાય છે. (૩) ‘જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વિઘ્ન છે’. દા.ત. → મહાનસ (૪) તથા વાયબ્→ તથા = જેમ મહાનસ વિહ્નને વ્યાપ્ય ધૂમવાળો છે તેમ યમ્ = આ પર્વત પણ વહ્નિને વ્યાપ્ય ધૂમવાળો છે. (૫) તસ્માત્તા → તસ્માત્ = વહ્નિને વ્યાપ્ય ધૂમવાળો પર્વત હોવાથી તથા = પર્વત વિધ્નવાળો જ છે. આ પંચાવયવવાક્યથી જણાવાયેલા લિંગદ્વારા બીજી વ્યક્તિ પણ પર્વત ઉપર અગ્નિને સ્વીકારે છે. (न्या० ) न्यायप्रयोज्यानुमानं परार्थानुमानम् । न्यायत्वं च प्रतिज्ञाद्यवयवपञ्चकसमुदायत्वम्। अवयवत्वं च 'प्रतिज्ञाद्यन्यतमत्वम् ॥ * ન્યાયબોધિની * ન્યાય દ્વારા પ્રયોજ્ય અનુમાનને પરાર્થાનુમાન કહેવાય છે. ન્યાય કોને કહેવાય? પ્રતિજ્ઞાદિ પાંચ અવયવના સમુદાયને ન્યાય કહેવાય છે. અવયવ કોને કહેવાય? પ્રતિજ્ઞાદ્યન્યતમને અવયવ કહેવાય છે. આ ‘પ્રતિજ્ઞાદ્યન્તમત્વ’ એ પૂર્વે આપેલા દ્રવ્યાદ્યન્યતમત્વની જેમ જાણવું. (જુઓ પાના નં. ૧૧) (प०) क्रमप्राप्तं परार्थानुमानमाह-यत्त्विति । यत्पञ्चावयववाक्यं प्रयुज्यते तत्परार्थानुमानमिति संबन्धः । पञ्चावयवेति । अथावयवत्वं नाम द्रव्यसमवायिकारणत्वम्, प्रतिज्ञादिषु तदसंभवात्कथमेतेऽवयवाः स्युरिति चेत्, अनुमानवाक्यैकदेशत्वात्तु अवयवा इत्युपचर्यत इति गृहाण । नन्वेवमपि पञ्चावयववाक्यस्यानुमानत्वमेव न विचारसहं, तस्य लिङ्गपरामर्श त्वाभावादिति चेन्मैवम् । लिङ्गपरामर्श प्रयोजक लिङ्गप्रतिपादकत्वेनानुमानमित्युपचारमात्रत्वात् । तदुदाहरति-यथेति । तथा चायमिति । अयं च पर्वतस्तथा वह्निव्याप्यधूमवानित्यर्थः । तस्मात्तथेति । वह्निव्याप्यधूमवत्त्वाद्वह्निमानित्यर्थः । अनेनेति । अनेन पञ्चावयववाक्येनेत्यर्थः ॥ *પકૃત્ય સ્વાર્થાનુમાનનું નિરૂપણ કર્યા પછી ‘યન્નુ....’ ઇત્યાદિ ગ્રંથથી ક્રમપ્રાપ્ત પરાર્થાનુમાનનું નિરૂપણ કરે છે. ત્યાં ‘ત્’ પદનો અન્વય પંચાવયવવાકયની સાથે કરવો. તેથી આવો અર્થ થશે બોધ કરાવવા માટે જે પંચાવયવવાક્યનો પ્રયોગ કરાય છે તે પરાર્થાનુમાન છે. શંકા દ્રવ્યના સમવાયિકારણને અવયવ કહેવાય છે અને એ સમવાયિકારણ તો દ્રવ્ય જ બને છે. પ્રતિજ્ઞાદિમાં આવું અવયવપણુ સંભવ નથી કારણ કે પ્રતિજ્ઞાદિ તો શબ્દાત્મક છે. તો પછી શા માટે એને અવયવ કહેવાય છે ? +]]9 ←
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy