SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ મુખ્ય પ્રયોજન હોવાથી પંચાવયવવાક્યની આવશ્યકતા રહેતી નથી. વાક્ય તો બીજાને બોધ કરાવવા માટે વપરાય છે.) (प०) स्वस्यार्थः = प्रयोजनं यस्मात् तत्स्वार्थमिति समासः। स्वप्रयोजनं च स्वस्यानुमेयप्रतिपत्तिः। एवं परार्थमित्यस्यापि॥अयमिति।व्याप्तिबलेन लीनमर्थं गमयतीति लिङ्गम्। तच्च धूमादि। तस्य परामर्शो ज्ञानविशेष इत्यर्थः॥ तस्मादिति। लिङ्गपराम ऑदित्यर्थः। स्वार्थानुमानमुपसंहरति - तदेतदिति । यस्मादिदं स्वप्रतिपत्तिहेतुस्तस्मादेतत्स्वार्थानुमानमित्यर्थः। ક પદકૃત્ય * મૂલમાં જે “સ્વાર્થ' પદ આપ્યું છે તેમાં આ પ્રમાણે બદ્વીતિ સમાસ થયો છે - સ્વસ્ય = પોતાનું, અર્થ = પ્રયોજન છે જેનાથી તે સ્વાર્થનુમાન છે. તો અહીં સ્વનું પ્રયોજન શું છે? પોતાને અનુમેય એવા વહુન્યાદિનું જ્ઞાન થાય' એ જ સ્વપ્રયોજન છે. સ્વાર્થનુમાનમાં સ્વાર્થ પદનો જે રીતે સમાસ કર્યો છે તેવી જ રીતે “પરાર્થ' પદનો પણ સમજવો. અર્થાત્ બીજાનું પ્રયોજન છે જેનાથી તે પરાર્થોનુમાન કહેવાય છે. અહીં પરનું પ્રયોજન શું છે ? ‘બીજાને અનુમેય એવા વન્યાદિનું જ્ઞાન થાય તે છે. મમિતિ “યમેવ તિપરામર્શ રૂત્યુષ્યતે' આવું જે મૂળમાં કહ્યું છે, તેમાં રહેલા લિંગપરામર્શ' પદનો અર્થ જણાવે છે - વ્યાપ્તિના બલથી પક્ષમાં લીન થયેલા = છુપાયેલા વહુન્યાદિ પદાર્થને જે જણાવે છે, તેને લિંગ કહેવાય છે. પ્રત્યક્ષ એવા ધૂમાદિ, પક્ષમાં અજ્ઞાત એવા વન્યાદિને જણાવે છે તેથી ધૂમાદિ લિંગસ્વરૂપ છે. તેનો પરામર્શ = લિંગનું જે જ્ઞાનવિશેષ તેને લિંગપરામર્શ કહેવાય છે. તક્ષ્માવિતિ... મૂલમાં જે “તમતું' લખ્યું છે તેનો “ નિપર/મતું’ એ પ્રમાણે અર્થ છે. તથા “તતસ્વાર્થનુમાનમ્' આ પંક્તિ દ્વારા સ્વાર્થનુમાનનો ઉપસંહાર કરે છે. અર્થાત્ “જે કારણથી આ લિંગપરામર્શાત્મક અનુમાન સ્વાનુમિતિનું કારણ બને છે તે કારણથી આ લિંગપરામર્શાત્મક અનુમાનને સ્વાર્થનુમાન કહેવાય છે. એ પ્રમાણે અર્થ જાણવો. | પરાર્થનુમાન मूलम् : यत्तु स्वयं धूमादग्निमनुमाय परं प्रति बोधयितुं पञ्चावयववाक्यं प्रयुज्यते तत्परार्थानुमानम्। यथा पर्वतो वह्निमान्। धूमवत्त्वात्। यो यो धूमवान् स स वह्निमान् यथा महानसम्। तथा चायम्। तस्मात्तथेति। अनेन प्रतिपादिताल्लिङ्गात्परोऽप्यग्निं प्रतिपद्यते। પોતે સ્વયં પર્વતમાં ધૂમથી અગ્નિનું અનુમાન કરીને બીજાને પર્વતમાં અગ્નિનું જ્ઞાન થાય તે માટે જે પંચાવયવવાક્યનો પ્રયોગ કરે છે તેને પરાર્થાનુમાન કહેવાય છે. પંચાવયવવાક્ય આ પ્રમાણે છે. કોઈ બે વ્યક્તિ પર્વતની સમીપમાં ગયા છે. એમાંથી એક વ્યક્તિ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy