SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિપાત્રને અતિ જલ જરી છે. આમાં अथ पात्रासादनम्॥४॥ तत्रादौ सामान्याय॑स्थापनम् । स्वस्य द्वादशाङगुलप्रदेशात् पुरतो भुवि स्वस्य वामतो देव्याः ૧૪ અત્યાર સુધીની ક્રિયાને અંતર્યાગ કહે છે. તેમાં શરીરની અંદર જ ઇષ્ટ દેવતાનું ભાવનાત્મક સ્થાપન-પૂજન-અર્ચન-આરાધન કરવામાં આવે છે. આ ક્રિયા જેઓ વિવિધ સામગ્રીથી પૂજન ન કરી શકતા હોય તેવાઓ માટે ઉપયોગી છે. પરંતુ જેઓ વિવિધ સામગ્રીથી ઈષ્ટ દેવનું પૂજન કરી શકતા હોય તેઓને માટે અંતર્યાગ ઉપરાંત બહિર્યાગ એટલે મૂર્તિ કે યંત્ર આદિમાં દેવની વિવિધ પ્રકારથી પૂજા કરવાની વિધિ છે. બહિર્યાગને આરંભ પાત્રાસાદનથી થાય છે. આ પાત્રમાં કલશ, સામાન્યાર્થ અને વિશેષાર્થ મુખ્ય છે. કલશને વધનીપાત્ર કહે છે અને સામાન્યાધ્ધ પાત્રને શંખ એમ કહે છે. વધની એટલે લશને સંસ્કારિત કરી તેમાં સંસ્કારિત જલ ભરવામાં આવે છે. આને સામાન્ય રીતે ક્લશ એમ કહેવાનો રિવાજ છે. શ્રીવિદ્યાના ઉપાસકે તેને માટે વધુની શબ્દ વાપરે છે. સામાન્ય અર્થમાં પણું મંત્રથી સંસ્કારિત જલ ભરવામાં આવે છે અને વિશેષાર્થમાં કેટલાક વધારાના સંસ્કારોથી યુક્ત જલ અને કેટલાક વિહિત પદાર્થો નાખવામાં આવે છે. મુખ્ય દેવતાને પદાર્થો અર્પણ કરતાં જે જળને ઉપયોગ કરવો પડે છે તે જળ વિશેષાર્થ પાત્રમાંથી લેવામાં આવે છે અને પરિવાર દેવતાઓને દ્રવ્ય સમર્પણની ક્રિયામાં સામાન્ય અર્થના પાત્રના જળને ઉપયોગ થાય છે. સાધક (પૂજક)ની ગ્યતા પ્રમાણે ત્રણથી લઈ તેર જેટલાં પાત્રાનું સ્થાપન કરવામાં આવે છે. આ બધામાં યોગ્યતા મુખ્ય વસ્તુ છે. શ્રીવિદ્યોપાસકે આ ત્રણ પાત્ર ઉપરાંત આભપાત્ર અને ગુરુપાત્ર એમ બે વધારે લે છે.
SR No.032147
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Yagnik
PublisherYogesh Yagnik
Publication Year1987
Total Pages138
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy