SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ર્યાદ ઉપકાર તે એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ હોય છે. એ પરમ તારકના આત્માઓ પિતાના અન્તિમ ભવથી ત્રીજા ભવે તે નિયમા ભાવદયાના સ્વામી બને છે અને તે ભાવદયા પણ એવી ઉત્કટ કોટિની હોય છે કે-જગતના બીજા કોઈ પણ છવમાં એ ઉત્કટ કેટિને ભાવદયા ભાવ પ્રગટી શકતું જ નથી. એ પરમ તારકેન આત્માઓની અનાદિકાલીન ઉત્તમતાને જ એ પ્રભાવ છે. એ પરમ તારકના આત્માઓ જગતના જીવની દુઃખમય દશાને જોઈને દયાર્દ અન્તઃકરણવાળા બની જાય છે. એ પરમ તારકે જગતના છ દુઃખથી અને ઉણપથી રીબાઈ રહેલા છે એ જુએ છે અને એ પરમ તારકેને એમ થઈ જાય છે કે-જે મારામાં શક્તિ આવી જાય, તે હું આ બધા જીવોને આ રીબામણમાંથી ઉગારી લઉં અને સર્વ ને શાશ્વત એવા સંપૂર્ણ સુખના ભોક્તા બનાવી દઉં ! આટલા વિચારથી જ એ વિરમતા નથી. એ પરમ તારકે ચિત્તવે છે કે જે મારામાં શક્તિ આવે તે હું આ બધાને શ્રી જિનભાષિત મોક્ષમાર્ગને રસિક બનાવી દઉં !' કેમ કે-શાશ્વત એવું સંપૂર્ણ સુખ શ્રી જિનભાષિત મોક્ષમાર્ગના રસિક બન્યા વિના કોઈને પણ પ્રાપ્ત થઈ શકતું નથી. આવું ચિન્તન સવ ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓએ કરેલું. અત્યાર સુધીમાં અનત કાળ વહી ગયો અને એ કાળમાં અનન્તા ભગવાન શ્રી જિનેશ્વરદેવ થઈ ગયા. એ સર્વેય તારકોના આત્માઓએ આપણે પિતાને માટે પણ આવું ચિન્તન કરેલું. આપણે એ પરમ તારકોની સાથે કોઈ સંબંધ નહિ, આપણે એમનું કાંઈ કરેલું નહિ, છતાં પણ એ પરમ તારકે આપણે માટે આવું ચિન્તલું. જે આ રીતિએ વિચાર કરીએ, તે આપણને લાગે કે-એ પરમ તારકેએ આપણું ભલાને માટે જેવું ચિન્તવ્યું, તેવું તે અન્ય કોઈએ પણ ચિન્તવ્યું નથી, ચિતવતું નથી ને ચિન્તવશે પણ નહિ. ઉપરાન, એ પરમ તારકે શુદ્ધ એવો મોક્ષમાર્ગ દર્શાવી ગયા, કે જેથી એ પરમ તારકે સદેહે વિદ્યમાન ન હોય
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy