SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ બી જ સ્તવના કાવ્ય - - - - - સિદ્ધાંત સમુદ્ર સેહામ, ગુણ રમણે અતિ રળીયામણો; મતિ નાવા કરી અવગાહીયે, તસ અરથ અંભ નિતુ નાહીયે. ૩ પઉમાવઈ દેવી ધરણરાય, પ્રણમે શ્રી પાસ નિણંદ પાય; લીલા લહમી દ્યો લબ્ધિવંત, ધરણું તમે મુજ મન ખંત. ૪ (૯) (સત્તર ભેદી જિન પૂજા રચીજ—એ દેશી ) શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસ જિનેસર રાજેજી, ભાવ ધરી ભવિયણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે; જસ મુખ નિરૂપમ નૂર નિહાલી, માનું શશધર લાજે છે, અશ્વસેન નરપતિ કુલ દિનકર, જસ મહિમા જગ ગાજે છે. ૧ વર્તમાન જિનવર વીશે, અરે ભાવ અપારજી, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરૂ, ભેળીમાંહી ઘનસારજી; ઈણિ પરે અરિહંત સેવા કરતાં, મનવાંછિત ફળ સાધે છે, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, જેહ અહનિશ આરાધેછે. ૨ શ્રી જિનવર ભાષિત આદરશે, નિજ ઘર લક્ષ્મી ભરશેજી, દુસ્તર ભવ સાયર તે તરશે, કેવલ કમલા વરશેજી; દુર્ગતિ દુષ્કૃત દૂર કરશે, પરમાનંદ અનુસરશેજી, શ્રી શંખેશ્વર પાસ જિણુંદને, જે નર મનમાંહી ધરશે. ૩ શ્રી શંખેશ્વર પાસ તણું જે, સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઈ સામિણી. પેખે પાપ પલાયજી; શ્રી રાધનપુર સકલ સંધને, સાનિધ કરજે માયજી, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જયવિજય ગુણ ગાય. ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy