________________
વિભાગ. ત્રીજો શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ
૨૫
' (૧૩) અસુખ અસુખ હણવા, સોખના લક્ષ લેવા, ભવજલધિ તરવા, પુન્ય પિતૃ ભરેવા મુગતિવધૂ વરેવા, દુર્ગતિ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચિંતા કહેવા.
(૧૪) અકલ નવિ કલા, પાર કિણે ન પાસે, ત્રિભુવન ન સમાયે, જેહને જ્ઞાન માયો; જબ જિનવર જાયે, રેગને અંત આયો, હૃદયકમલ ચાયો, તે અનંત સુકાયો.
(૧૫). ધરમ ધરમ ભાખે, મુક્તિ મારગ દાખે, જગ જિનવર ભાખે, પાપ જાયે પચાખે; વરસ દિવસ પાખે, જે પ્રભુ ચિત્ત રાખે, પુરૂષ અણીય આખે, સૌખ્ય તે ચંગ ચાખે.
(૧૬) મયગલ ઘરબારી, નાર શૃંગાર ભારી, નયન કનક કયારી, કેડી કેતી વિચારી; પ્રભુ તમ પરિહારી, જ્ઞાન ચારિત્ર ધારી, ત્રિભુવન જયકારી, શાંતિ સે જુહારી.
(૧૭) વર કનક ઘડાયા, હાર હીરે જડાયા, મુગટ શિર જડાયા, સૂર તેજે જડાયા; તિવડી તડ તડાયા, પાપ પઠે પડાયા, કુસુમ શિર પડાયા, કુંથુ પૂજિત રાયા.