SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ત્રીજે-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ ૨૮૯ શ્રી સીમંધર જિન ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવે; કરૂણા વંત! કરૂણા કરી, અમને વંદા. સકલ શક્તિ છે તેમતણું, જે આવે અમનાથ; તે હું ભભવ તાહરે, નહિ મેલું હવે સાથ. સયલ સંગ છેડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવ રમણ વરીશું. એ અલજે મુજને ઘણે, પૂરે સિમધર દેવ; ઈહ થકી હું વિનવું, અવધારે મુજ સેવ. કર જોડીને વિનવું એ, સામે રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણુને, દેજો સમકિત દાન. | (૧૦) સિદ્ધાચળ જિન ચૈત્યવંદન. શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ કહીયે, વિમલાચલ ને સુરગિરિ, મહાગિરિ લહીયે. પુન્યરાશિ ને પર્વતનાથ, પરવત ઇંદ્ર હોય; મહાતીરથ શાશ્વતગિરિ, દઢશક્તિ જય. મુક્તિનિલય ને મહાપદ્મ, પુષ્પદંત વલી જાણે; સુભદ્ર ને પૃથ્વીપીઠ, કૈલાસગિરિ મન આણે. પાતાલમૂલ પણ જાણીયે, અકર્મક જેહ, સર્વ કામ મન પૂરણે, ટાળે ભવ દુઃખ તેહ. - એક જુના હસ્તલિખીત પાના ઉપસ્થી. ૧૯ છે. ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy