SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 25) સુંદર છે. વાચતાં આનંદ ઉપજે તેવું છે. તે આચાર્ય શ્રી વિજયનીતિસૂરિના ઉપદેશથી મળેલી આર્થિક સહાયથી અમદાવાદ નિવાસી વકીલ કેશવલાલ પ્રેમચંદ સં.૧૯૭૮માં છપાવેલું છે. તેની પ્રસ્તાવના પંડિત ભગવાનદાસ હરખચંદે સંસ્કૃત અને ગુજરાતીમાં વિસ્તારવાળી લખી છે, તેમાં જરૂરની બધી હકીકતો સમાવેલી છે. આ ચરિત્રને અંગે તે પ્રસ્તાવના ખાસ વાંચવાની જરૂર છે. | શ્રી હરિભદ્રસૂરિના માગધી ચરિત્ર ઉપરથી રચેલા સંસ્કૃત ગદ્યબદ્ધ ચરિત્રનું ભાષાંતર કરાવીને અમદાવાદનિવાસી મનગલાલ હઠીસંઘે છપાવેલ હોય તેમ જણાય છે. તેની ત્રીજી આવૃત્તિ સં. ૧૯૭૦માં છપાવેલી અમારી પાસે છે, તે પણ હાલમાં મળતી નથી. પહેલી બીજી આવૃત્તિ જોવામાં ન આવવાથી તે ક્યારે છપાયેલ તે કહી શકાતું નથી. આ ભાષાંતરને જંબૂકવિ વિરચિત ચરિત્ર સંસ્કૃત જે છપાયેલ છે તેની સાથે સરખાવતાં આમાં ઘણો ભાગ ઓછો જણાય છે. અમે આ આવૃત્તિ, ભાષાંતરની ત્રીજી આવૃત્તિ ઉપરથી જ કેટલોક સુધારોવધારો કરીને છપાવી છે, પરંતુ સદરહુ જંબૂકવિ વિરચિત ચરિત્રનું અક્ષરશઃ ભાષાંતર કરાવીને છપાવવાની ખાસ આવશ્યકતા | મુનિપતિ ચરિત્ર વિષે ગુજરાતી કૃતિઓની વિગત મધ્યકાલીન કૃતિ સૂચિ ગુજરાતી સાહિત્યકોશ-૧ મધ્યકાળ (સંપાદન : કાર્તિદા શાહ) પૃષ્ઠ ૧૨૯ પ્રકાશક ગુજરાતી સાહિત્ય પરિષદ) પ્રમાણે નીચે મુજબ SS Sછે. જJ | મુણિવઈચરિયં પરના ટબા સૂર્યવિજય-૧ પ્રાકૃત મુનિપતિચરિત્ર જિનહર્ષ-૧ -જસરાજ ૨.ઇ. ૧૭૫૪ મુનિપતિચરિત્ર ધર્મમંદિરગણિ ૨.ઇ. ૧૫૦૮ મુનિપતિચરિત્ર ચોપાઈ હીરકલશ ૨.ઇ. ૧૫૬ ૨ મુનિપતિચરિત્ર ચોપાઈ નયરંગવાચક ૨.ઇ.૧૫૫૯ મુનિપતિરાજર્ષિચરિત્ર સિંહકુલ-૧ ૨.ઇ. ૧૪૯૪
SR No.032135
Book TitleManivai Chariyam
Original Sutra AuthorN/A
AuthorJinyashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2017
Total Pages154
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy