SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ભારતીય પાઠ-સમીક્ષા એવું નથી. કારણ કે આ પાછળના સમયની બાબતમાં ઈ.સ.ની શરૂઆતની સદીઓમાં લખાયેલી કેટલીક હસ્તપ્રતો આપણને આ પ્રકારના અભ્યાસ માટે ઉપલબ્ધ છે. ભૂર્જપત્ર આદિ પર લખાયેલી આ હસ્તપ્રતો સિવાય તાજેતરમાં બ્રહ્મદેશમાં માઝામાં ખોદકામ દરમ્યાન ચાર્લ્સ દુરોઈઝલને એક હસ્તપ્રત મળી છે, જેમાં વીસ સુવર્ણપત્રો છે. દરેક પત્ર ૫૨ એક બાજુએ લખાણ કોતરવામાં આવ્યું છે. આ હસ્તપ્રતની લંબાઈ ૬- અને ૧ "" ર ૩. દ્રષ્ટવ્ય - Archeological Servey of India (1926-27) ના અહેવાલનું પૃષ્ઠ ૧૭૯. જ્યારે આ સુવર્ણ હસ્તપ્રત તૈયાર થતી હતી ત્યારે ચીનાઓ તેમની હસ્તપ્રતો માટે કાગળનો ઉપયોગ કરતા હતા. (જુઓ Journal of American Oriental Seciety Vol. 62, No. ૨, જૂન ૧૯૪૧, પૃ.૭૧-૭૬ પર એ.ડબલ્યુ હ્યુમ્નલનો “The Development of the Bank in China” પરનો લેખ. તેમાં ચીની પુસ્તકના ક્રમશઃ વિકાસ ઊન તથા વાંસની ચીપમાંથી રેશમના યા કાગળના વીંટામાં, વીંટામાંથી વાળેલા આલ્બમમાં અને આલ્બમમાંથી આધુનિક યુગના પૃષ્ઠાંકિત પુસ્તકમાં થયેલા વિકાસની કથા આપણને જોવા મળે છે.) અહીં ઘૂઘુમ્મલના અત્યંત વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રદ લેખમાંથી આપણે આ કલાના પ્રાચીન કાલાનુક્રમને નોંધીએ - ઈ.સ.પૂ.તેરમી અને ચૌદમી શતાબ્દીઓ - હોનાન પ્રાંતમાંથી ઈ.સ.૧૮૯૯માં શોધાયેલા અંદર કોતરેલા લખાણવાળા કોતરણીવાળા અસ્થિકલ્પિત પદાર્થો દર્શાવે છે કે આ સમયે (શાંગ વંશ) પુસ્તકો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ હાડકાં પર તેમ જ પ્રાચીન કાંસા પર ‘ગ્રંથ’ માટેનું ચિત્રાંકન યા ચિત્રલેખ (pictograph) જોવા મળે છે. ઈ.સ.પૂ.પ્રથમ શતાબ્દી- ચીની તુર્કસ્તાનના રણની રેતીમાં હજારો પટ્ટીઓ મળી આવી, જેમાં લખાણ કોતરેલું છે. ઈ.સ.૯૬- શાસ્ત્રોની વિગતવાર યાદી ધરાવતી લાકડાની ૭૮ પટ્ટીઓ સ્વેન હેડીનની શોધયાત્રામાંના (આશરે દશ વર્ષ પૂર્વે) ફો બર્ગમેનને મધ્ય એશિયામાંથી મળી આવી. ઈ.સ.૧૦૩- કાગળના શોધક સલ્ફ' એઈલુનને પોતે તૈયાર કરેલી સામગ્રી રાજાને હવાલે કરી. ત્સઉઈ યુઆન નામના એક વિદ્વાને, જેનું મૃત્યુ કાગળ સર્વ પ્રથમ બનાવવામાં આવ્યો ત્યાર બાદ ૩૭ વર્ષ પછી થયું હતું, તેના એક મિત્રને નીચે પ્રમાણે લખ્યું છે - હું તમને તત્ત્વચિંતક હસૂની રચનાઓ દશ વીંટામાં મોકલું છું, રેશમ પરની પ્રત મોકલવા હું અસમર્થ હોવાથી મારે તમને કાગળ પર લખાયેલ પ્રત મોકલવી પડે છે.
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy