SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૨ ભારત તથા અન્ય દેશોમાં સંસ્કૃત તથા અન્ય ભાષાઓની હસ્તપ્રતોની ગ્રંથસૂચિ બનાવવાના કાર્યના ઇતિહાસ અને વિકાસનો સંક્ષિપ્ત પરિચય (ઈ.સ.૧૮૦૦ થી ૧૯૪૧). લેખનકલાનો પ્રચાર થયો ત્યારથી માંડીને અત્યાર સુધી આપણા પૂર્વજોએ હસ્તપ્રતો પ્રત્યે અતિ સંમાનની ભાવના સેવી છે. તે સિવાય આપણાં જીવન અને સંસ્કૃતિને વ્યાપ્ત કરનાર વિપુલ વૈવિધ્ય ધરાવતા વિચારોનું સંચારણ અશક્ય બન્યું હોત. પેઢી દર પેઢી ચાલતા ગ્રંથોના મૌખિક સંચારણને, જેમ ઋગ્વદની બાબતમાં બન્યું છે તેમ, ઋષિઓના આ મહાન સર્જનને, ભૂfપત્ર તાલપત્ર (તાડપત્ર) અથવા આપણા પૂર્વજોને તે સમયે ઉપલબ્ધ અન્ય સાધનો દ્વારા લિખિત સ્વરૂપ આપવાના સર્વપ્રથમ પ્રયાસને લીધે ઠીક ઠીક સુગમતા સાંપડી હશે. ભારતમાં ઈ.સ. પૂર્વેના હસ્તપ્રતોના લેખનના ઇતિહાસનું પુનર્નિર્માણ કરવું કઠિન છે. પરંતુ ઈ.સ.ના પ્રારંભ પછીના હસ્તપ્રતના ઇતિહાસ વિષે ૧. મેક્સમૂલરે તેના History of Ancient Sanskrit Literature” (1859) માં લેખનકલાના પ્રારંભની સમસ્યા વિષે સત્તાવીસ જેટલાં પૃષ્ઠોમાં ચર્ચા કરી છે.(મેક્સમૂલરના ઇતિહાસના પાણિનિ ઓફિસે કરેલા પુનર્મુદ્રણનાં પૃષ્ઠ ૫૭ થી ૨૭૦), ચાલીસ વર્ષ પછી ડો. બૂલરે તેમનું Indian Palaeography નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. મેક્સમૂલરે તેમના ઇતિહાસના અંત ભાગમાં વિષયસૂચિ Index) ની પ્રસ્તાવનામાં ડૉ. બૂલરનો આભાર માન્યો છે. અહીં ડો. બૂલરનો ઉલ્લેખ પ્રોફેસર બેન્કેના વિદ્યાર્થી તરીકે કરવામાં આવ્યો છે. “The Dawn” નામના માસિકમાં (કલક્તા, જાન્યુઆરી-૧૯૦૧) સર જદુનાથ સરકારે (તે સમયે પટણા કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક) ન્યૂલરના “Indian Palaeography નો સારાંશ આપ્યો છે, જેમાં ઈ.સ.પૂ.૩૫૦થી માંડીને ઈ.સ.૧૩૦૦ સુધીનો ભારતીય વર્ણમાલાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. ૨. દ્રષ્ટવ્ય - એજન – પૃ.૨-૩ અને અને આ પુસ્તકનું પરિશિષ્ટ ૩.
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy