SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય નિહ્નવ ૬૯ તરીકે તમારા વડે આ એક જોવાયા. તેવા પ્રકારના બીજા કેટલા દેવો મુનિ રૂપ કરનારા ભૂતકાલમાં તમારા વડે જોવાયા ? કે જેથી એક મુનિને દેવરૂપે જોતાં તમને સવઠકાણે અવિશ્વાસ થયો છે. ક્યારેક કેમે કરી કોઈક પદાર્થમાં આશ્ચર્યકારી તેવા પ્રકારની વસ્તુ જોયે છતે સર્વ સ્થાનોમાં તેવા પ્રકારનું જ હોવાની આશંકા કરવી ઉચિત નથી. તેથી વ્યવહારનયનો આશ્રય કરીને (આધાર લઈને) તમારે બધાએ અંદરોઅંદર નાના-મોટા પ્રમાણે યથોચિત વિંદન વ્યવહાર કરવો જોઇએ. શાસ્ત્રમાં જ કહ્યું છે કે- નિશ્ચયનયથી ક્યો શ્રમણ ક્યા ભાવમાં વર્તે છે તે જાણવું આપણા જેવા જીવો માટે અતિશય દુષ્કર છે. પરંતુ જે મહાત્મા આપણાથી “પૂર્વકાલમાં મહાવ્રતોમાં સ્થિર થયા છે તેને મોટા માનીને વંદન વ્યવહાર કરવો જોઈએ” માટે જ જે જે પૂર્વકાલમાં દીક્ષિત થયા હોય તે સર્વે આપણાથી મોટા છે આમ માનીને વંદનવ્યવહારાદિ કરવા જોઈએ” વંદન ન કરવાની તમારી આ દષ્ટિ બરાબર નથી. | | ૨૩૭૮ | અવતરણ :- આ જ વાતનું વધારે વધારે પુષ્ટિકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે छउमत्थसमयचज्जा, ववहारनयाणुसारिणी सव्वा । तं तहा समायरंतो, सुज्झइ सव्वो वि सुज्झमणो ॥ २३७९ ॥ संवहारो वि बली, जमसुद्धं पि गहियं सुयविहीए । कोवेइ न सव्वण्णू, वंदइ य कयाइ छउमत्थं ॥ २३८० ॥ ગાથાર્થ :- છદ્મસ્થ અવસ્થાના કાળની સર્વે પણ આચરણા વ્યવહાર નયના માર્ગને અનુસરનારી હોય છે. તેથી તે નયવાળી આચરણાને તેવા પ્રકારે આચરતો એવો પણ જીવ શુદ્ધ મનવાળો હોવાથી અવશ્ય શુદ્ધ બને જ છે. | ૨૩૭૯ || સમ્યગુ એવો વ્યવહાર પણ ઘણો જ બળવાન છે જે કારણથી કેવલીની દષ્ટિએ અશુદ્ધ એવો પણ આહાર જો શ્રતવિધિથી ગ્રહણ કરાય તો સર્વજ્ઞ ભગવાન્ ક્યારે કોપ કરતા નથી. અને ક્યારેક ક્યારેક પ્રસંગ આવે તો કેવલી આત્મા પણ છદ્મસ્થને વંદના કરે છે | ૨૩૮૦ | વિશેષાર્થ :- છમસ્થ આત્માએ શ્રુતજ્ઞાનનો ઉપયોગ રાખીને જે આહાર-પાણીઔષધાદિ લાવ્યાં હોય તે સઘળાં કેવળજ્ઞાનીની દૃષ્ટિએ ભલે કદાચ દોષિત હોય તો
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy