SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ અવ્યક્તવાદ નિતવવાદ અવતરણ - પ == તથા વળી. जइ जिणमयं पमाणं, मुणित्ति तो बज्झकरणपरिसुद्धं । देवं पि वन्दमाणो, विसुद्धभावो विसुद्धो त्ति ॥ २३७७ ॥ ગાથાર્થ :- જો જિનેશ્વરના મતનો તમે સ્વીકાર કરતા હો અને તે પ્રમાણ છે. આમ માનતા હો તો આલયવિહારાદિ બાહ્ય ધર્મક્રિયાથી પરિશુદ્ધ એવા દેવને પણ “આ મુનિ છે” એમ માનીને વંદના કરતાં વિશુદ્ધભાવ વાળો જીવ દોષરહિત હોવાથી નિર્મળ જ કહેવાય છે || ૨૩૭૭ // વિશેષાર્થ : અવન્દનીક્તાના મતને માનનારા આ સાધુઓને સ્થવિર પુરુષોએ આવી ઘણી ઘણી યુક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને કહ્યું કે જો તમે જિનેશ્વર પ્રભુનો મત માનતા હો તો “આવો હૃદયનો શુદ્ધ ભાવ રાખીને આલય-વિહારાદિ બાહ્ય સાધુપણાની ક્રિયાથી પરિશુદ્ધ એવા દેવને પણ સાધુપણાની બુદ્ધિએ વંદના કરતાં આ જીવ વિશુદ્ધ ભાવવાળો બને જ છે દોષરહિત નિર્મળ થાય જ છે. આગમમાં જ કહ્યું "परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । પરિમિયં પHIV, નિચ્છયમવર્લ્સવમાdi | ૨ ” અર્થ :- સમાપ્ત કર્યો છે ગણિપીટકમાં રહેલો સાર જેણે એવા ઋષિ મુનિઓને આ જ પરમસાર છે તથા નિશ્ચય નયનું આલંબન લેનારા મહાત્માઓને તો “આત્માના પરિણામ જ પ્રમાણ છે” માટે બાહ્યથી જે સારૂં મુનિપણું પાલતા હોય તેને “મુનિ” માનવા જોઈએ અને તેને અનુસરતો વ્યવહાર કરવો જોઇએ. કારણ કે આપણા માટે તો આ જ પ્રમાણ છે. | ૨૩૭૭ | અવતરણ - અથવા = અથવા આ જ વાત ગુરુજી બીજી રીતે પણ સમજાવે છે. जइ वा सो जइरूवो, दिट्ठो तह कित्तिया सुरा अन्ने । तुब्भेहिं दिट्ठपुव्वा, सव्वत्थापच्चओ जं भे ॥ २३७८ ॥ ગાથાર્થ :- જો તે એક દેવ મુનિરૂપે જોવાયો, તેથી બીજા પણ આવા મુનિરૂપે દેવો તમારા વડે કેટલા ભૂતકાળમાં પૂર્વે જોવાયા ? કે જેથી સર્વ ઠેકાણે તમને અવિશ્વાસ કેમ થાય છે ? | ૨૩૭૮ // વિશેષાર્થ અથવા આર્યાપાઢ જે દેવ થયા હતા અને મુનિના રૂપને ધારણ કરનારા
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy