SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બહુરતમત નિર્ણવવાદ પરંતુ ભગવતી આદિ આગમપાઠોમાં “વનમાળે પ્રતિદ્વરિત્નમાળે 'િ આ પ્રમાણેનું વિધાન છે. ત્યાં ચાલતુ હોય તેને ચાલ્યુ કહેવાય. ઉદીરણા કરાતું હોય તેને ઉદીર્યું કહેવાય ઇત્યાદિ આગમ પાઠો નિશ્ચયનયની અપેક્ષાએ છે. ૨૮ એક ગામથી બીજા ગામ જવા નીકળેલો પુરુષ બીજી ગામ નજીક આવે ત્યારે આપણું આ ગામ આવી ગયું જલ્દી કરો. પગ ઉઘાડો આપણે હવે પહોંચી ગયા. આમ ભૂતકાળનો પ્રયોગ કરતો જ હોય છે. માટે કરાતું હોય તેને નિશ્ચયનયની દૃષ્ટિએ કરાયુ આમ પણ કહેવાય જ છે આમ નિશ્ચયનયથી પ્રવર્તેલા વાક્યો બોલાય છે. તે નિશ્ચયનયની દૃષ્ટિએ “વિમાળે તમ્” = કરાતું હોય તેને કર્યું કહેવાય અને ‘સસ્તીર્થમાળ સંસ્કૃતમ્' પથરાતું હોય તેને પથરાયું છે આમ સર્વ કથન સારી રીતે ઘટી શકે છે. નિશ્ચયનયનું કથન છે કે જ્યારથી માટી લાવો માટી પલાળો, માટી મસળો, પિંડ બનાવો વિગેરે ઘણી ઘણી પ્રક્રિયા કરો ત્યારે ઘટ બને છે. માટે પ્રથમ સમયથી ઘટ કરવાનો આરંભ જ કરાયો નથી પરંતુ મુનિયન માટી લાવવાનું કામ, તથા मर्दनादीनि માટી પલાળવાનું કામ, માટી મસળવાનું કામ પિંડ બનાવવાનું કામ આમ અપર અપર કાર્યો શરૂ કરાય છે. તે તે સર્વ નાનાં નાનાં સેંકડો કાર્યો કરો ત્યારબાદ અંતિમ સમયે જ ઘટ આરંભાય છે. માટે આવા અસંખ્ય સમયોમાં માટી લાવવાનું, માટી પલાળવાનું, માટી મસળવાનું, પિંડ બનાવવાનું ઇત્યાદિ સેંકડો કાર્યો તે તે વચ્ચેના સમયોમાં આરંભાય છે. અને તે તે કાર્યો તે તે સમયોમાં સમાપ્ત પણ થાય જ છે. તે તે કાર્ય કરવાનો કાલ અને તે તે કાર્ય સમાપ્ત થવાનો કાલ એક જ છે. કાર્ય કાલ અને નિષ્ઠાકાલ એકસ્વરૂપ જ છે. જો આમ ન માનીએ તો ઘણા દોષ આવે. = = તેથી “કરાતું હોય તે કર્યું જ” કહેવાય છે. રસોઇ થતી હોય તો પણ થઈ ગઈ છે. જમીને જાઓ આમ જ કહેવાય છે. માટે આ સંથારો પણ પ્રથમ સમયથી જ આખો સંથારો પાથરવાનો આરંભ કરાયો નથી. પરંતુ પ્રત્યેક સમયોમાં તેના કેટલાક કેટલાક ભાગો પથરાય છે. તે ભાગોમાં જે ભાગ જે સમયે પાથરવા લીધો છે. તે ભાગ તે સમયમાં પથરાતો હોવાથી પથરાયેલો જ કહેવાય છે. પરિપૂર્ણ સંથારો તો ચરમસમયે જ પાથરવા માટે પ્રારંભાય છે અને તે ચરમ સમયમાં જ પથરાઈ જાય છે માટે પથરાતાને પથરાયેલું કહેવાય છે. તેમ કરાતું હોય તેને કર્યું કહેવાય છે. આ રીતે સર્વે પણ કાર્યો જે સમયે આરંભાય છે તે સમયમાં જ સમાપ્ત થાય છે. આમ નિશ્ચયનયનું કથન છે | ૨૩૨૧ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy